ખેડૂતોની જીત, ગીરના સિંહોના વિસ્તારમાં દિવસે વીજળી અપાશે

The victory of the farmers, will be lightened by day in the area of the lions of Gir

ગીર જેવા જંગલ વિસ્તારના ખેડૂતોને આગામી અષાઢી બીજ પહેલા ખેડૂતોને કૃષિ વીજ જોડાણ
આપવામાં આવશે

ગીર આપસાપના વિસ્તારોમાં રાતના સમયે દીપડા અને સિંહ જેવા શિકારી પ્રાણીઓ આવતાં હોવાથી ખેડૂતો રાતના સમયે વીજળીથી સિંચાઈ કરી શકતા ન હતા. તેથી ખેડૂતોએ વ્યાપક આંદોલન કર્યું હતું. ગામડાઓ બંધ રહ્યાં હતા. જેની સામે વિજય રૂપાણીની સરકાર ઝૂકી ગઈ છે. હવે ગીર વિસ્તારમાં રાતના નહીં પણ દિવસના વિજળી આપવામાં આવશે. સરકારે 2019ના ડિસેમ્બરમાં જ જાહેરાત કરી હતી કે દિવસે વીજળી આપવામાં આવશે. હવે તેનો અમલ બે મહિના પછી થઈ રહ્યો છે. આમ ખેડૂતોની જીત થઈ છે.

રાજ્યના ગીર સહિત જંગલ વિસ્તારના ખેડૂતોને જંગલી પ્રાણીઓના હુમલાથી સંરક્ષણ મળી રહે તે માટે દિવસે ખેતી માટે વીજળી આપવા પ્રાધાન્ય આપવામાં આવશે. આગામી ત્રણ વર્ષમાં નવીન ઇન્ફ્રાસ્ટ્રકચરના માધ્યમથી રાજ્યના તમામ ખેડૂતોને દિવસે આઠ કલાક વીજળી આપવામાં આવશે. આગામી અષાઢી બીજ પહેલા રાજ્યના ખેડતોને કૃષિ વીજ જોડાણ આપવામાં આવશે.  વડોદરા જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં સામાન્ય યોજના હેઠળ રૂ.૫૬.૬૭ કરોડના ખર્ચે ૩,૨૩૩ કૃષિ વિષયક વીજ જોડાણો આપવામાં આવ્યા છે. કૃષિ વીજ જોડાણમાં પેઇડ, અંડરપેમન્ટ અને રજિસ્ટર એમ ત્રણ પ્રકારની અરજીઓ પડતર હોય છે. પાંચ એચ.પી.ના મોટરની કૃષિ વીજ માટે પ્રતિ જોડાણ કુલ રૂ.૧.૬૬ લાખનો ખર્ચ થાય છે તેમાં ખેડૂત પાસેથી માત્ર રૂ.૭,૬૬૫ લેવામાં આવે છે.

અમરેલી જિલ્લામાં બગસરા તાલુકા ઉપરાંત ધારી, ખાંભા, સાવરકુંડલા, લિલીયા, અમરેલી ગ્રામ્ય સહિતના વિસ્તારોમાં દિપડાઓનો વસવાટ છે અને છાશવારે દીપડાઓ ગામમાં પણ ઘૂસી જાય છે. ખેતરોમાં આવીને માલઢોરને ફાડી ખાય છે. હવે તો કેટલાક સમયથી સીધા માનવો ઉપર જ હુમલાની ઘટનાઓ સતત બની રહી હોવાથી લોકોનો આક્રોષ ચરમસીમાએ પહોચ્યો છે.

9 ડિસેમ્બર 2019ના દિવસે  ઉર્જા વિભાગ દ્વારા એક સપ્તાહમાં ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે. છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્રના ગીર સોમનાથ વિસાવદર અને અમરેલી વિસ્તારોમાં રાત્રિ દરમિયાન દીપડાનો હુમલો થાય છે. ખેડૂતોને રાત્રે જ વીજળી મળતી હોવાથી ખેડૂતો રાત્રિ દરમિયાન ખેતરોમાં કામ કરતા હોય છે તે દરમિયાન દીપડાના હુમલાનો ભોગ બનવું પડે છે. આથી રાજ્ય સરકારે નિર્ણય લીધો