ગાંધીનગર, 23 મે 2020
ગુજરાત રાજયના અમુક વિસ્તારોમાં તીડ છુટા છવાયા ટોળામાં જોવા મળ્યા છે. 8થી 21 મે 2020 દરમિયાન 276 ટીમ્સ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો. 9925 હેક્ટર વિસ્તાર સર્વે કરવામાં આવેલો હતો. 190 હેક્ટર વિસ્તારમાં રણ તીડની હાજરી જોવા મળેલા હતી. જેમાં 112 હેક્ટર વિસ્તારમાં જંતુનાશક દવા દ્વારા તીડનું નિયંત્રણ કરવામાં આવેલું હતું.
સરેરાશ 150થી 2000 દરેક હેક્ટર તીડની સંખ્યા જોવા મળેલી છે. કૃષિ પાકને નુકશાન થયુ નથી. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 9 જીલ્લા, બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર અને અમરેલીના 12 તાલુકાના 31 ગામોમાં તીડ જોવા મળેલા હતા.
રણતીડના ટોળા હજારો માઇલ દુરના દેશોમા જઇ ખેતી પાકોને મોટુ નુકશાન કરે છે. ચાલુ વર્ષે રાજ્યમાં સૌપ્રથમ રણતીડ 8 મે 2020ના રોજ બનાસકાંઠાં જીલ્લાના વાવ તાલુકાના મીઠા વિચારણ ગામમાં જોવા મળ્યા હતા.
ગત વર્ષે 2019માં રાજ્યમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ જીલ્લામાં આશરે 19 હજાર હેક્ટર વિસ્તારમાં તીડ નો ઉપદ્રવ જોવા મળેલો હતો.
ભારત સરકારના તીડ નિયંત્રણ એકમ દ્વારા મેલાથિઓન 96% જંતુનાશક દવાથી અંદાજીત 21 લીટર જથ્થો આપવામાં આવ્યો છે.
ગુજરાત સરકારે તીડ નિયંત્રણ માટે ક્લોરોપાયરીફોસ 20 ઇસી અને 50 ઇસી જંતુનાશક દવાનો 173 કિલોનો છંટકાવ કરી તીડનું નિયંત્રણ કરવામાં આવ્યુ છે.
ખેડુતો દ્વારા કરવામાં આવતા જંતુનાશક દવાના છંટકાવના ખર્ચની સહાય કરવામાં આવે છે.
એટલે રાજયના ખેડૂતો એ સહેજપણ ગભરાવાની જરૂરર નથી. સંભવિત તમામ પ્રકારની પરિસ્થિતિને પહોચી વળવા રાજય સરકાર સંપૂર્ણ સુસજ્જ છે. તેમ કૃષિ પ્રધાન રણછોડ ફળદુએ જણાવ્યું હતું.