ગુજરાતમાં મોદી વેવ ક્યાંય નથી, તેથી જૂઠનો સહારો

There is no Modi wave anywhere in Gujarat, so lies are being resorted to गुजरात में कहीं भी मोदी लहर नहीं है, इसलिए झूठ का सहारा

દિલીપ પટેલ
અમદાવાદ, 5 મે 2024
મોદીએ ગુજરાતમાં પ્રચાર સભાઓ કરી ત્યારે જોયું કે આ વખતે પ્રજા ભારે નારાજ છે. ક્યાંયથી ભાજપ તરફી મોઝુ નથી. પ્રજા હવે ભાજપને ઈચ્છતી નથી. આ વાત સાફ જોઈ ત્યારે તેમણે ભેંસ, રામ મંદિર, ધર્મ, કોંગ્રેસની ટીકા જેવા મુદ્દાઓ આગળ કરીને જૂઠનો સહારો લઈને પ્રચાર કરવાની કુનીતિ અપનાવવી પડી હતી. બીજા પક્ષના નેતાઓને ખરીદીને પોતાના પક્ષમાં લાવવા પડે છે. કૃત્રિમ વેવ બતાવવા જાહેરાતો આપવામાં આવી રહી છે. રામના નામે કે ધર્મના નામે મત માંગવામાં આવી રહ્યાં છે. ચારેબાજુ ચૂંટણી પંચની આચારસંહિતા અને બંધારણની જોગવાઈઓનો ભંગ મોદી કરાવી રહ્યાં છે.

અંબાજીની દર્શન કરીને પહેલી સભા કરી તે ભાજપની સાવ નબળી બેઠક છે. મોદીએ જ્યાં જ્યાં સભા કરી તે ભાજપ માટે કઠણ બેઠકો હતી. તેમણે ગુજરાતી અને હિંદી ભાષામાં બોલવાનું પસંદ કરીને કોંગ્રેસને ભઆંડવાનું કામ વધારે કર્યું હતું. પણ પોતાના વિકાસની વાતો અભેરાઈએ ચઢાવી દીધી હતી.

ગુજરાતની ધરતીએ સંસ્કાર આપ્યા છે એવી વાત કરી પણ આવા સંસ્કાર એવો સવાલ લોકો મોદીને કરી રહ્યાં છએ. ગુજરાતને મને શિક્ષણ આપ્યું, અનુભવ કરવાની તક આપી તે દિલ્હીમાં લેખે લાગે છે. દેશની સેવા કરવા દિલ્હી મોકલ્યો છે. આવી ભ્રામાક વાતો કરીને તેઓ દિલ્હી જતાં રહ્યાં હતા. જેની કોઈ અસર પ્રજામાં થતી ન હતી. તેથી મોદી અને તેના 25 ઉમેદવારો મુંજવણમાં આવી ગયા છે. 5 લાખની લીડ મેળવવી મુશ્કેલ બની છે. 26 માંથી 10 બેઠકો આફતમાં આવી ગઈ છે.

ગુજરાતની પ્રજાથે કાયમ વેત એક છેટુ રાખતાં મોદી કહે છે કે, નરેન્દ્રભાઈ આવ્યા છે. પણ ગુજરાતના સ્થાપના દિવસે નવા સંકલ્પ અને ઉર્જાનો દિવસ તેમણે કહ્યો હતો તે લોકો સિદ્ધ કરશે પણ જૂદી રીતે.

સંકલ્પ વિકસીત ભારત બનાવવા માટે વિકસીત ગુજરાત બનાવવામા અમે કોઈ કમી નહીં રહેવા દઈએ એવું મોદીએ જાહેર સભામાં કહ્યું. તો પછી દેશમાં 80 કરોડ લોકો અને ગુજરાતમાં 5 કરોડ લોકોને ખાવા માટે સસ્તુ અને મફત અનાજ કેમ આપવું પડે છે. ધનકુબેરોની આવક વધી પણ મધ્યમ વર્ઘની આવક કેમ ઘટી રહી છે. ખેડૂતોની આવક કેમ બે ગણી ન કરી શક્યા. એવા સવાલોનો મારો ભાજપ પર થઈ રહ્યો છે.

2014 પહેલાના આતંકવાદ હતો એવું મોદી કહે છે. પણ પૂર્વોત્તર રાજ્યો અને કાશ્મીરમાં સારી સ્થિતી આજે નથી. દેશ અને ગુજરાતમાં ભ્રષ્ટાચાર વેફામ વધ્યો છે. નિરાશા વધી છએ. હાલ કામ ઠપ્પ થઈ ગયા છે. લોકોને પોતાના ભવિષ્ય ચિંતા સતાવે છે. મોદી કહે છે કે, દેશની સેવા કરવા મોકો આપ્યો. મેં મહેનત કરવામાં કોઈ ખામી રહેવા દીધી નથી. પલપલ દેશના નામે કામ કર્યા છે. જો આવું જ હોય તો નેપાળ અને ચીન ભારતની ભૂમિ પર કેમ પગ કરી રહ્યું છે. કેમ ચીને 4 હજાર ચોરસ કિલોમીટરનો ભારતનો પ્રદેશ પચાવી પાડ્યો છે.

સંકટ ભરેલી સ્થિતીમાંથી દેશને બહાર કાઢ્યો હોવાનું મોદી કહે છે. પણ દેશની અંદર અને દેશની સરહદ પરના 7 દેશો સાથે ભારતના સારા સંબંધો રહ્યાં નથી. મોદી કહે છે કે, 25 વર્ષથી સરકારમાં કામ કરતો જોયો છે. પણ લોકો જાણે છે કે કોના માટે કામ કરતાં જોયા છે. 1 ટકા ધનપતીઓ પાસે દેશની 60 ટકા સંપત્તી પર કબજો છે.

જે આશા સાથે દેશમાં મને બેસાડેલો તે પુરા કરીને વિશ્વાસ ઊભો કરીને દેશ આગળ વધ્યો છે. આવી વાત મોદી કહે છે. પણ લોકોનો વિશ્વાસ ભંગ થાય એવા કૃત્યો મોદીએ દિલ્હીમાં બેસીને કર્યાં છે. ગુજરાતની પ્રજા પર લાઠીઓ વરસાવી છે. દિલ્હીમાં 700 ખેડૂતોના મોત માટે અને અત્યાચાર માટે મોદી પોતે જવાબદાર છે. નોટબંધી, જીએસટી, કોરોના, કોરોનાની રસીમાં મોદી સદંતર નિષ્ફળ રહ્યા અને લોકોને પરેશાન કર્યા છે. લાખો લોકો મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા.

દેશ 10 વર્ષ મેં ચલાવ્યો છે. દેશને ઉંચાઈ પર પહોંચાડ્યો છે. એવું મોદી કહે છે. મોદીએ પોતાની પ્રસિદ્ધી કરવા માટે 10 વર્ષમાં પ્રજાના 10 હજાર કરોડ વાપરી નાંખ્યા છે. મોદી કહે છે કે, હું પુજારી બની ગયો છું. પણ પુજાની નહીં પણ ખર્ચાળ વડાપ્રધાન તેઓ બની ગયા છે.

હું ગેરંટી લઈને આવ્યો છું. એવું વારંવાર કહે છે. ત્રીજી વખત ભારતને દુનિયાને ત્રીજા સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવીશ. પણ ભારતમાં હાલ ચારેબાજુ મંદી છે. ત્યાં કઈ રીતે ત્રીજી અર્થ વ્યવસ્થા બની શકે તે એક મોટો પ્રશ્ન છે. મોદી કહે છે કે અર્થવ્યવસ્થાનો લાભ લોકોને મળશે. પણ ધનવાનોને તેનો લાભ મળશે. સામાન્ય લોકોને તો બેકારી અને ઓછા પગારે કામ કરવાનું થશે.

100 દિવસ શું કરવું તે પ્લાન બનાવીને મેં રાખ્યો છે. એવું કહે છે. પણ આ 100 દિવસમાં શું કરશે તે કહેતાં નથી. તેથી પહેલાં 100 દિવસ ભારતના લોકો માટે ખતરનાક હથે.

ત્રીજી વખત ગરીબ કલ્યાણ અને કિસાન કલ્યાણ કરીશ. પણ મને તમે દરેક બુથ પર કમળ ખીલવો તો કરીશ એવું તેમનું કહેવાનું હતું. પણ ખેડૂતો પરેશાન છે. અદાણી અને અંબાણી ખુશ છે.

ઉમેદવારનો મત સીધો મોદીને જવાનો છે. ગેરંટી પાકી થઈ જવાની છે. એવું તે કહે છે પણ મોદીએ આ ચૂંટણીમાં પોતાના નામે મત ક્યારેય માંગ્યા નથી.

ગુજરાતમાં અસ્થિર સરકાર નથી બનાવી એવું તે કહે છે. તેની સાથે લોકો સહમત છે. પણ સ્થિર સરકાર તો કોંગ્રેસના નેતાઓને ખરીદીને પોતાના પક્ષમાં લાવીને જ સ્થિર સરકાર બનાવી રહ્યા છે.

કોંગ્રેસને ગુજરાથી હઠાવી તેને પગ રાખવા દીધો નથી. એવું મોદી કહે છે. તે કદાચ પક્ષાંતર માટે જ કહી રહ્યાં હશે. કારણ કે ભાજપમાં હાલ 60 ટકા કાર્યકરો અને નેતાઓ કોંગ્રેસથી પક્ષાંતર કરીને લાવવામાં આવ્યા છે.

મોદી પાસે ધર્મ સિવાય અને કોંગ્રેસને ભાંડવા સિવાય કોઈ મુદા નથી, વિઝન નથી.  વિપક્ષમાં પણ તેમને રહેવા દીધા નથી.

પોતે કાલ્પનીક વાતો ફેલાવીને કોંગ્રેસ તેને પરેશાન કરી રહી છે અને જેલમાં નાંખી દેવાની છે એવું આ દેશના વડાપ્રધાન કહી રહ્યાં છે. કોંગ્રેસ ફેક વિડિયો બનાવે છે એવું મોદી કહે છે પણ ખરેખર તો ભાજપના સાઈબર ગુંડાઓ જ સરકારની ટીકા કરનારાઓને ગાળો આપી રહ્યાં છે ફેક માહિતી ફેલાવી રહ્યાં છે. દેશને ગરમાર્ગે દોરી રહ્યાં છે.
મોદી કહે છે કે આખી કોંગ્રેસ ફેક છે, ફેકની ફેક્ટરી છે. પણ ખરેખર તો ભાજપ પોતે વિચારધારાની હવે ફેક ફેક્ટરી બની ગયો છે.
મોદી લોકોને ગેરમાર્ગે દોરવા કહે છે કે, હિંમત હોય તો સામેથી વાર કરો. પણ તેઓ ચીનને કે નેપાળને કે બાંગલાદેશને આવો પડકાર આપતાં નથી. માલદીવની સામે પણ મોદી કાયર સાબિત થયા છે.

મોદી આરક્ષણ ચાલુ રાખીને બંધારણમાં કોઈ ફેરફાર નહીં કરે એવું કહે છે. ત્યારે તેના પાળેલા છાપાઓ અને ટીવી એવા સમાચાર ચલાવે છે કે મોદી બંધારણ નહીં બદલે. કોંગ્રેસની જમાતને પડકાર ફેંકું છું કે તેમની પાસે હિંમત હોય તો તે ક્યારેય ધર્મના આધાર પર ન આરાક્ષણનો દૂર ઉપયોગ કરે સંવિધાન પર ખેલવાડ નહીં કરે એવી ઘોષણા તેઓ નહીં કરે. દાળમાં કાળુ છે. પણ મોદી એવું ક્યારેય કહેતાં નથી કે તેઓ ભારતનું બંધારણ નહીં બદલે.

કોંગ્રેસનો ખેલ પુરો છે એવું મોદી કહે છે. પણ જો તેમ જ હોય તો પાટણ અને બનાસકાંઠા બેઠક ભાજપ માટે સૌથી નબળી બેઠક હોવાથી ત્યાં પહેલી સભા કેમ કરવી પડી છે. આ બેઠકો પર ભાજપમાં આંતરિક વિખાવાદો છે. જૂથ બંધી છે. ભાજપના ઉમેદવારનો વિરોધ થાય છે.

મોદી કહે છે કે, ગુગલ પર જઈને જોઈ લેજે પહેલાં ચોરી લૂંટના જ સમાચારો આવતાં હતા. તમે સર્ચ કરજો. પણ મોદી આ ભ્રમણા ફેલેવી રહ્યા છે. મોદી પોતે ગુગલ ગુગલમાં વારંવાર દેખાય તે માટે જંગી ખર્ચ કરી રહ્યાં છે. છેલ્લાં બે મહિનામાં મોદીના પક્ષે રૂ.90 કરોડનું ખર્ચ ગુગલ પર જાહેરાતો આપવા કર્યું છે.

મોદી કહે છે કે, ચોરી, લૂંટ અને હુલ્લડ થતાં હતા. કરફ્યું આવતા હતા. એક વર્માં 3 વખત કર્ફ્યું આવતાં બધા સાથે મળીને જીવે છે.
પણ વાસ્તવીકતા એ છે કે, એક લાખની વસતીએ ગુનાનો દર મોદી રાજમાં વધ્યો છે. મોદી ગુજરાતમાં મુખ્ય પ્રધાન હતા ત્યારે 2003માં અપરાધનો દર ભારતમાં 169 હતો. આજે મોદી રાજના 20 વર્ષમાં તે 300 સુધી પહોંચી ગયો છે.

2003માં 18 લાખ અપરાધ – ગુના નોંધાતા હતા તે વધીને 2022માં 42 લાખ સુધી થઈ ગયા છે. બે ગણા અપરાધો વધ્યા છે. મોદી વડાપ્રધાન બન્યા તેના પહેલાંના વર્ષે 2013માં ભારતમાં 24 લાખ અપરાધો હતા તે 2022માં વધીને 36 લાખ થઈ ગયા છે. 12 લાખ ગુના વધ્યા છે. 35 ટકા વધ્યા છે.

2011માં અને 2022ની વચ્ચે અપરાધો બે ગણા થઈ ગયા છે. તમામ રાજ્યના સ્થાનિક કાયદા પ્રમાણે ગણીયે લો ગુના 60 લાખ નોંધાય છે. 2022માં 50 હજાર હત્યા અને 45 હજાર બળાત્કાર દેશમાં થયા હતા. 1 લાખ 80 હજાર અપહરણ થયા હતા.

રમખાણની ઘટનાઓ 68 હજાર થઈ હતી.
આમ મોદીની સરકારે જાહેર કરેલાં આંકડાઓ જ કહે છે મોદી જૂઠ બોલે છે. મોદી દેશના સૌથી મોટા જુઠા વડાપ્રધાન બન્યા છે. પોતાની પ્રજા માટે સતત જૂઠ ફેલાવી રહ્યાં છે. જેના આધારે તેઓ ચૂંટણી જીતવા નિકળ્યા છે. મોદી રાજમાં ગુનાઓ વધ્યા છે.

આ બધા ગુનામાં પોલીસ ફરિયાદ પછી આરોપનામાં તો માંડ 50 ટકા જ અદાલતમાં રજૂ થયા છે.

મોદી કહે છે કે, આટલા પકડ્યા , જેલમાં નાંખ્યા એનો જ ફપડાટ છે.  આ ફફડાટ ખરેખર તો કાયદાનો રાજકિય ઉપયોગ વધારે થાય છે, તેનો છે. રાજકીય અને સામાજિક નેતાઓને જેલમાં નાંખી દેવામાં આવ્યા છે. ગુજરાતમાં જેટલાં લોકો જેલમાં છે તેનાથી વધારે ભાગેડું છે.

હમણાં જોવા મળે છે કે મોદી જ્યારે ગુજરાત આવવાના હોય તેના થોડા દિવસ પહેલાં જ ડ્રગ્સના મોટા જથ્થા પકડાતાં રહ્યાં છે. આ બધું શું બતાવે છે. ગુજરાત રાજ્ય સમગ્ર વિશ્વમાં સૌથી મોટું ડ્રગ્સ દ્વાર બનાવી દેવાયું છે. અદાણીના મુંદરા બંદર પર પકડાયેલા 21 હજાર કરોડના ડ્રગ્સમાં સરકાર સાચા ગુનેગારોને પકડી શકી નથી. 21 હજાર કરોડ રૂપિયા કાળા નાણાંના કોણે ચૂકવેલાં તે શોધી શકી નથી. તેથી મોદીની સરકાર શંકાના ઘેરામાં છે.

મોદી કહે છે કે, દેશના લોકોની કાળી મજૂરી કરીને જે ટેક્સ આપ્યો હોય તે હું લૂંટવા ન દઉં, આ લૂંટારાને ઠીક કરવા જોઈએ. હું કામ કરું છું તો મારા વાળ લૂંટારાઓ ખેંચે છે.
પણ મોદીનું આ જૂઠાણું છે. કારણ કે 10 વર્ષમાં મોદી સરકારે છાપા, ટેલિવિઝન, સોશિયલ મિડિયાના માલિકોને રૂ. 10 હજાર કરોડ આપ્યા હોવાનો અંદાજ છે.

ચૂંટણી બોંડ જૂઓ 14 હજાર કરોડમાંથી ભાજપના ખાતામાં 50 ટકા બોંડના નાણાં ગયા છે. જેમણે પૈસા આપ્યા તેમની સામે કાર્યવાહી મોદીએ કરી નથી. ખંડણી ઉઘરાવવા માટે કાયદાનો ઉપયોગ કરાયો છે.

કચ્છના એક ખેડૂતના રૂ. 11 કરોડ મોદીના ભાજપે લૂંટી લીધા છે.
વેલસ્પન જૂથે રૂ. 55 કરોડ,
ઇન્ટાસ જૂથે રૂ. 20 કરોડ,
ઝાયડસ જૂથે રૂ. 29 કરોડ,
અરવિંદ જૂથે રૂ. 16 કરોડ,
નિરમા જૂથે રૂ. 16 કરોડ
એલેમ્બિક જૂથે રૂ. 10 કરોડ ભાજપને ચૂંટણી લડવા માટે બોંડમાં આપ્યા છે. ગુજરાતની કંપનીઓએ ભાજપને રૂ. 600 કરોડ આ ચૂંટણી લડવા આપ્યા છે જેનો હિસાબ મોદીએ આપવો જોઈએ

ચૂંટણી ખર્ચ
તો શું આ ચૂંટણીમાં રૂ. 60 હજાર કરોડનો ખર્ચ થશે? આ પ્રશ્ન દરેક સ્થળે પૂછવામાં આવી રહ્યો છે. પક્ષો ભલે ગમે તે કહેતાં હોય પણ એક બેઠક દીઠ વહિવટી તંત્ર, પંચ, પક્ષો, કાર્યકરો, પ્રજા અને તમામ ઉમેદવાર મળીને રૂ.100થી 110 કરોડ ખર્ચાય શકે છે. વિપક્ષોને ફંડની ચિંતા સતાવે છે પણ ભાજપ પાસે બેસુમાર પૈસા છે. તેથી એક તરફી ચૂંટણી થઈ ગઈ છે. વિવાદીત બોંડ દ્વારા સૌથી વધારે પૈસા ભાજપ પાસે આવી ગયા છે. જેનો ખર્ચ ચૂંટણીમાં થઈ રહ્યો છે.

ઉદ્યોગપતિઓની લોન માફ
ઉદ્યોગપતિઓના રૂ. 18 લાખ કરોડ માફ કરાયા, ખેડૂતોનાં દેવા નહીં. દેશની આ મોટી લૂંટ છે. મોદીના રાજની સૌથી મોટી લૂંટ 18 લાખ કરોની ઉદ્યોગોની લોન માફીની છે.

મોદી કહે છે કે કન્યા કેળવણીમાં બનાસકાંઠા આગળ વધ્યું, બાળકો શાળાએ જતાં ન હતા.
પણ ગુજરાતમાં શિક્ષણની અવદશા છે. શ્રેષ્ઠ શિક્ષણની મોદીની ગેરંટી, 3 વર્ષમાં 60 હજાર શાળા બંધ છે. મોદીના 5 વર્ષમાં પાંચ વર્ષોમાં સરકારી સ્કૂલોમાં શિક્ષકોની સંખ્યામાં 82,760 ઘટી છે.
ગુજરાતમાં 2100 સરકારી પ્રાથમિક શાળાઓમાં માત્ર એક શિક્ષક છે. જે બે વર્ષ પહેલા 700 જેટલી હતી. 2025માં ગુજરાતમાં 5 હજાર શાળાઓમાં એક જ શિક્ષક હોઈ શકે છે.

2014-15માં ખાનગી શાળાઓની સંખ્યા 2,88,164 હતી અને 2021-22માં તે વધીને 3,35,844 થઈ ગઈ છે, જેમાં 47,680નો વધારો નોંધાયો છે. જે ગરીબ અને પછાત વર્ગના લોકોનું શિક્ષણ ઘટાડે છે.

શિક્ષકોની ઘટ
ગુજરાતમાં સરકારી શાળાઓમાં 19,600 શિક્ષકોની જગ્યા ખાલી છે.
રાજ્ય સ્તરે 62.71 લાખ મંજૂર શિક્ષકોમાંથી 10 લાખ જગ્યાઓ ખાલી છે. ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં નિમણૂક પત્રોની રાહ જોતા ઉમેદવારો રાહ જોઈ રહ્યાં છે. તેઓ ભરતી માટે આંદોલનો કરી રહ્યાં છે.

પ્રવેશ ઘટ્યો
ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો પ્રાથમિક સ્તરે 103.39 થી ઘટીને વરિષ્ઠ માધ્યમિક સ્તરે 57.56 થયો છે.
વંચિત વર્ગો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગો, લઘુમતીઓ સૌથી વધુ અસરગ્રસ્ત છે.

સાંજે વાળુ કરતી વખતે વીજળી આવતી ન હતી. એવું મોદી કહે છે પણ વાસ્તવમાં મોંઘી વીજળી ખરીદીને ગુજરાત સરકારે ખાનગી કંપનીઓને 4100 કરોડનો લાભ કરાવ્યો છે. આ મોંઘી વિજલી સાંજે વાળું કરાવાના સમયે આપેલી છે. દેવું કરીને લોકોને ઘી પીવડાવી રહી છે. અને મોદી કહે છે કે મેં સાંજે વિજળી આપી છે. સાંજે વિજળી આપી છે એ મોદીની વાત સાચી છે. પણ કઈ રીતે આપી છે તે તેઓ કહેતાં નથી. ગુજરાત સરકાર ગૌતમ અદાણી પર મહેરબાન છે. 8,160 કરોડની ઊંચા ભાવે વીજળી ખરીદી છે. 24 વર્ષમાં 40 હજાર કરોડની વિજળી ઉંચા ભાવે ખરીદી છે. પ્રજાના પૈસા ઉદ્યોગપતિઓને ફાયદો કરાવીને સરકારી વીજ મથકોની ઉત્પાદન ક્ષમતાં માંડ 25 ટકા કરી દીધી છે. સરકારે પોતાનું વીજ મથક સ્થાપ્યું નથી. પણ 12 ઉદ્યોગપતિઓની પાસેથી ઉંચા ભાવે વીજળી ખરીદીને સાંજે વાળું કરવા માટે પ્રજાના ખર્ચે આપી છે.

સરકારના દાવા પ્રમાણે યોજના શરૂ થઈ ત્યારે 77 ટકા ઘરમાં નળથી પાણી આવતું હતું. મતલબ કે 10 લાખ ઘરમાં નળ અપાયા હોઈ શકે છે. સરકારે ક્યારેય એવું જાહેર કર્યું નથી કે કુલ કેટલાં ઘરમાં 2019થી નવા જોડાણો આપવામાં આવ્યા છે.

પાલનપુર વંદે ભારત પહોંચી એવું મોદી કહે છે. પણ વંદે ભારત ટ્રેન બનાવવાનું ખર્ચ બીજી ટ્રેનો કરતાં વધારે થયું છે.

સુજલામ સુફલામથી પાણી
સરદાર સરોવર ડેમમાંથી દર વર્ષે ઓવરફલો થઇને જે પાણી દરિયામાં વહી જાય છે તે પાણી બચાવીને પાઇપલાઇન મારફતે સૌરાષ્ટ્રના જળાશયોમાં પહોંચાડવું. સૌરાષ્ટ્રમાં મુખ્ય ચાર લિંક આધારિત યોજના તૈયાર કરી હતી. 2012માં યોજના બની અને 2013માં સૌની યોજનાની જાહેરાત કરી હતી.

2024 ફરી મુર્ખ બનાવાયા
લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે સૌરાષ્ટ્રની પ્રજાને ફરી એક વખત સિંચાઈ પ્રધાન કુવરજી બાવળિયાએ મૂર્ખ બનાવવા યોજનાનું ફરી એક વખત 16 ફેબ્રુઆરી 2024માં ખાત મૂહુર્ત કર્યું હતું.

મોદીએ આ જૂઠાણાઓ એટલા માટે ચલાવવા પડે છે કારણ કે ક્યાંય મોદીનો વેવ નથી. મોદી તરફી ક્યાંય મોજુ નથી. તેથી મોદી ગભરાયા છે અને જૂઠ પર જૂઠ બોલી રહ્યાં છે. લોકો ઈચ્છે છે કે, હવે પછીની ચૂંટણી મશીનથી નહીં પણ બેલેટ પેપરથી મત પેટી દ્વારા કરવામાં આવે. આ વખતે ભલે ઈવીએમથી મોદી જીતે પણ હવે વેલેટથી ચૂંટણી કરાવે. નહીંતર લોકો હવે પછીની ચૂંટણીમાં ક્રાંતિનો માર્ગ અપવાનશે.