ત્રણ દિવસ પહેલા કુલ 37 જગ્યાઓ પર ઈન્કમટેક્સની રેડ પડી હતી. જેમાંથી મોટાભાગના કર્મચારીઓ મુંબઈ મહાનગર પાલિકામાંથી હતા.
મુંબઈમાં થયેલી આ રેડ દરમિયાન ઈન્કમટેક્સ વિભાગને 735 કરોડ રૂપિયાના ખોટા ટ્રાંઝેક્શન મળી આવ્યા હતા. જેની સામે દસ્તાવેજી પુરાવાઓ પણ ખોટા હતા. 227 સભ્યો ઈન્કમટેક્સના રડારમાં હતા, જેમાંથી 94 કોર્પોરેટર શિવસેના સાથે જોડાયેલા છે. જ્યારે બાકીના 82 ભાજપના છે. એક તરફ ભ્રષ્ટાચાર મુક્ત શાસનની વાત થઈ રહી છે, બીજી તરફ એ જ સરકારના અધિકારીઓ સરકારી યોજનાઓમાંથી ફંડ ઊભું કરી રહ્યા છે.
ઈન્કમટેક્સ વિભાગમાં જુદા જુદા સ્તર પર 9500 જેટલા અધિકારીઓ નોકરી કરે છે. અત્યાર સુધીમાં ઈન્કમટેક્સ વિભાગે આશરે 5 લાખ કરોડ રૂપિયાનું કેશ ક્લેક્શન કર્યું છે. જે 13.35 લાખ કરોડના કુલ ટાર્ગેટ કરતા અડધું પણ નથી. 24 જેટલા કર્મચારીઓ જુદી જુદી પોસ્ટ પરથી છૂટા થઈ રહ્યા છે.