કોરોનાથી કેરીનો ભાવ ન આવે તો આ રહ્યો કમાવાનો માર્ગ

This is the way to earn if the price of mango does not come in Corona

લોકડાઉનની પરિસ્થિતિને ધ્યાને લેતા ખેડુતભાઈઓ કેરીનો રસ કાઢી ખાંડ તેમજ રસ કાઢી સોડીયમ બેંઝોએટના ઉપયોગથી ડબ્બા પેક કરી આખુ વર્ષ સામાન્ય તાપમાને સાચવી શકે છે.

પાકી કેરીમાથી સ્ક્વોશ, જામ અને પાપડ બનાવી શકાય છે. જેને આખા વર્ષ દરમ્યાન ગમે ત્યારે વહેચી શકાય છે. કેરી પાકમા જો બજાર ભાવ મળવામા મુશ્કેલી થાય તો કેરીના ટુકડા અથવા રસ ડીપ ફ્રીઝ કરી આખું વર્ષ રાખી પણ શકાય છે.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા માર્ગદર્શક સૂચનો આપવામાં આવ્યાં છે. જે અન્વયે કાપણી સમયે કેરીની પરીપક્વતા ધ્યાને લઈ સવારના સમયે અથવા સાંજના સમયે ફળો ઉતારવા. કેરીને ૧૦ સેમી જેટલા ડીચા રાખી ફળની કાપણી કરવી. ફળની કાપણી બાદ ફળને પ્રીકુલીંગની માવજત આપવી.

ફળની કાપણી બાદ તરત જ પેકહાઉસમાં લાવ્યા બાદ ફળના ડીચા ૨ થી ૨.૫ સેમી રાખી બાકીના તોડી ફળને ફ્રેમવાડી જાડીમા ઉંધા લટકાવવા અને ચીક નીતરવા દેવુ.

ચીક નિતર્યા બાદ ફળને હુંફાળા ગરમ પાણીથી ચોખ્ખા કરવા. ફળોને ધોયા બાદ બજારમા ન ચાલે તેવા ફળનુ સોર્ટીંગ કરવુ. ઉપરાંત ફળોના વજન મુજબ ગ્રેડીંગ કરી જરૂરીયાત મુજબ રાયપનીંગ ચેમ્બર્સમા પકવવી. છેલ્લે ફળોને આકર્ષક બોક્સમા પેકીંગ કરવા અને ૧૩.૫ ડીગ્રી તથા ૮૦ થી ૯૦ % ભેજમાં સંગ્રહીત કરવા.

કેરી પાકમા મુલ્ય વર્ધન માટે લખોટી કરતા મોટી સાઈઝની કેરીના ખરણ થાય તો તેમાથી આંબોળીયા નામનુ ઉત્પાદન બનાવી શકાય છે.

આ આંબોળીયાને દળીને આમચુર પાઉડર બનાવી શકાય. જે ખુબ લાંબાસમય સુધી બગડતો નથી.આ પાઉડર દાળ શાકમા રસોઈ બનાવામાં ખટાશ લાવવા માટે વપરાય છે.

કાચી કેરીની ચટણી પણ બનાવી શકાય. ઉપરાંત કાચી કેરીમાથી ગળ્યા અથવા ખાટા અથાણા અથવા મુરબાનો છુંદો બનાવી શકાય છે.

ખેડૂત ભાઈઓને વધુ માહિતી માટે બાગાયત વિભાગના ૦૨૭૯૨-૨૨૩૮૪૪ પર સંપર્ક કરવાં જણાવવામાં આવ્યું છે.