Three-nation food festival in Ahmedabad अहमदाबाद में तीन देशों का फ़ूड फ़ेस्टिवल
અમદાવાદ, 7 નવેમ્બર 2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાઉથ એશિયન એસોસિયેશન ફોર ગેસ્ટ્રોનોમીના સહયોગથી સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે 13 નવેમ્બરથી 16 નવેમ્બર 2025 દરમિયાન ફૂડ ફેસ્ટિવલ ‘ફૂડ ફોર થોટ ફેસ્ટ’ મેળો ભરાશે.
જેમાં નેપાળ, સ્પેન, નેધરલેન્ડ દેશોની ભાગીદારી રહેશે.
સાઉથ એશિયાના માસ્ટર શેફ્સ દ્વારા લાઇવ કૂકિંગ વર્કશોપ્સ અને ફૂડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ‘અ ટેસ્ટ ઓફ લક્ઝરી’ અને ‘ધ રિજનલ ફ્લેવર’ એમ બે પ્રકારની થીમ પર ફૂડ કોર્ટ તૈયાર કરવામાં આવ્યા છે. જેમા લક્ઝરી હોટેલ્સ દ્વારા પોતાની શ્રેષ્ઠ વાનગીઓ પીરસવામાં આવશે,
ત્રણ પેવિલિયન્સ પણ તૈયાર કરવામાં આવશે. લક્ઝરી પેવિલિયનમાં પ્રતિષ્ઠિત હોટેલ્સ દ્વારા તેમની વિશેષ વાનગીઓ પીરસવામાં આવશે.
સ્પિરિચ્યુઅલ પેવિલિયનમાં ભોગ પ્રસાદ હશે.
સાઉથ એશિયન એસોસિયેશન ફોર ગેસ્ટ્રોનોમી, 2015થી દર વર્ષે આ ફેસ્ટિવલ આયોજીત કરીને દક્ષિણ એશિયાના ખાદ્ય અને સંસ્કૃતિ રજૂ કરે છે.
ગુજરાતી
English


