(દિલીપ પટેલ, ગાંધીનગર)
ગુજરાતમાં ટામેટાના ભાવ 5 વર્ષના તળિયે આવીને ઊભા છે. 2020માં 4 રૂપિયા એક કિલોનો ભાવ હતો. હાલ મણના 50 રૂપિયા ખેડૂતોને માંડ મળે છે. જે ખરેખર તો 20 કિલોના રૂ.250 મળે તો મહેનત સાથે નફો મળે છે. તેનો સીધો મતલબ એ થયો કે 20 કિલોએ ખેડૂતોને રૂ.200 ઓછા મળી રહ્યાં છે.
1300 રૂપિયાનું એક પડીકી બિયારણ આવે છે. તેનો ખર્ચ પણ નિકળે તેમ નથી. ઘણાં ખેડૂતો દેવામાં ધકેલાયા છે. ત્રણેય ઋતુમાં 20 લાખ ટન ટામેટા ત થાય છે. શિયાળામાં 15 લાખ ટન ટામેટા થતા હોવાનું અનુમાન છે. એક ટને રૂ.3 હજાર મળે છે. જે ટને રૂ.10 હજાર મળવા જોઈએ. તે હિસાબે ખેડૂતોનો શિયાળુ પાક ઓછા ભાવ સાથે 5 લાખ ટન ગણવામાં આવે તો પણ રૂ.350 કરોડનો ફટકો પડ્યો છે.
ટામેટાની ટેકાના રૂ.250 ભાવે ખરીદી કરવી જોઈએ એવી માંગ ખેડૂતો કરી રહ્યાં છે. ભાવ નિયંત્રણ નથી. વચેટીયાઓ વધારે ભાવ લે છે.
ઉંચા ભાવ
નવેમ્બર 2021માં ટામેટાનો છૂટક ભાવ એક કિલોના રૂ.120 સુધી શહેરોમાં પહોંચ્યો હતો. હવે 3 રૂપિયા કેલો ખેડૂતોને ભાવ મળે છે અને શહેરના લોકોને વેપારીઓ 15થી 20 રૂપિયે કિલો હાલ આપી રહ્યાં છે. 8 મહિના પહેલા આણંદ-ખેડામાં એક કિલો ટામેટાના ભાવ રૂ.100 સુધી થઈ ગયા હતા. હવે ત્યાં 3થી 4 રૂપિયે કિલો ખેડૂતોએ આપી દેવા પડે છે.
વાવેતર
ટામેટાનું વાવેતર 67751 હેક્ટરમાં વાવેતર 2021-22માં થયું હતું. જેમાં સૌથી વધારે આણંદમાં 8355 હેક્ટરમાં હતું. બીજા નંબર પર મહેસાણામાં 5900 હેક્ટર થયું હતું. ત્રીજા નંબર પર ખેડા જિલ્લામાં 4690 હેક્ટર થયું હતું. અમદાવાદ, છોટાઉદેપુર, રાજકોટ, અમેરલી, કચ્છ, દાહોદમાં વાવેતર વધારે થાય છે.
ત્રણેય ઋતુમાં 20 લાખ ટન ટામેટા ત થાય છે. શિયાળામાં 15 લાખ ટન ટામેટા થતા હોવાનું અનુમાન છે. ચોમાસુ, શિયાળા અને ઉનાળા એમ ત્રણે રૂતુમાં ઉગડવામાં આવે છે. સરાસરી 21 ડિગ્રી સે. થી 23 ડિગ્રી સે. જેટલા ઉષ્ણતામાને પાક સારો થાય છે. વધુ વરસાદ વાળા વિસ્તારોમાં ટામેટાનો ચોમાસુ પાક સફળતાપૂર્વક લઈ શકાતો નથી. 8થી 10 વખત સિંચાઈ કરીને પાણી આપે ત્યારે ટામેટાની ખેતી માટે 130થી 150 દિવસ ખેડૂત મહેનત કરે ત્યારે પાકે છે.
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી, સંખેડા, કવાંટ તમામ વિસ્તારની અંદર મોટી સંખ્યામાં ખેડૂતો ટામેટાનું ઉત્પાદન કરે છે.
વેપારીઓના કારણે ખેડૂતોને મુળ ભાવ પણ નથી મળતા.
સિઝનનીશરૂઆત થઇ હતી ત્યારે ટામેટાનો ખૂબ સારો ભાવ આવી રહ્યો હતો. 25 કિલો ટામેટા 400 થી 500 રૂપિયાના સુધીનો ભાવ હતો. ટામેટાના ભાવ એકદમ નીચે જતા રહેતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે.
છોટા ઉદેપુર જેવા અંતરિયળ જિલ્લામાં ટામેટાના ભાવ કિલોએ માત્ર 1-2 રૂપિયા મળી રહ્યાં છે. પડતર કરતા પણ નીચી કિંમતે ખોટ ખાઈને ખેડૂતોએ શાકભાજી વેચવાનો વારો આવ્યો છે.
મધ્ય ગુજરાતમાં 8.30 લાખટન ટામેટા પાકે છે. જેમાં આણંદમાં 2.75 લાખ ટન ટામેટા પાકે છે. મહેસાણામાં 2 લાખ ટન ટામેટા પાકે છે.
ગુજરાતમાં સરેરાશ 29-30 ટન ટામેટા એક હેક્ટરે પાકે છે. પણ બનાસકાંઠા અને સાબરકાંઠે એવા જિલ્લા છે કે જ્યાં એક હેક્ટરે 37 હજાર ટન એક હેક્ટરે ટામેટા પાકે છે. સુરતમાં સૌથી ઓછી ઉત્પાદકતા આખા રાજ્યમાં છે. જે 20 ટન હેક્ટરે છે.
શિયાળુ શાકભાજીનું વાવેતર ગયા વર્ષે 1 લાખ 58 હજાર હેક્ટર થયું હતું. જે ડિસેમ્બર 2022માં આ વર્ષે 1 લાખ 84 હજાર હેક્ટર થયું છે. છેલ્લા 3 વર્ષની સરેરાશ વાવેતર 2 લાખ હેક્ટર શાકભાજીનું વાવેતર શિયાળામાં થતું હોય છે.
મધ્ય ગુજરાતમાં સૌથી વધારે શાકભાજી ઉગાડાય છે. આણંદ અને સુરજ જિલ્લામાં સૌથી વધારે શાકભાજી પાકે છે.
ત્રણેય ઋતુ થઈને 2021-22માં ગુજરાતમાં 8 લાખ 33 હજાર હેક્ટરમાં શાકભાજી ઉગાડાયા હતા. જેમાં 1.67 લાખ ટન ઉત્પાદનની ધારણા હતી. જે 20 ટન હેક્ટરે ઉત્પાદન બતાવે છે.
બટાકામાં વાવેતર 1.23 લાખ હેક્ટરથી વધીને 1.29 લાખ હેક્ટર થયું છે. તેમાં પણ ખેડૂતોને ભાવો ઓછા મળી શકે છે. ઉત્તર ગુજરાતના 5 જિલ્લાઓમાં બટાકા ઉગાડાય છે. ગુજરાતમાં બીજે બટાકાની ખેતી થતી નથી.
ડૂંગળીનું સરેરાશ વાવેતર 64 હજાર હેક્ટર થયું હોય છે. પણ 2021માં 81 હજાર હેક્ટર થયું હતું અને 2022 ડિસેમ્બર સુધીમાં 69 હજાર હેક્ટર થયું છે. ગયા વર્ષે ભાવ નીચે હતા આ વખતે ડુંગળીના ભાવ વધી શકે છે.
https://allgujaratnews.in/gj/tomato-prices-at-3-year-low-farmers-selling-at-rs-4-10/