રાષ્ટ્રીય કક્ષાએ નોન સ્ટોપ સ્કેટીંગ સ્પર્ધામાં ૩૧ ઓક્ટોબર થી ૩ નવેમ્બર ૨૦૧૯ સુધી યોજાઈ હતી. જેમાં દેશભરમાંથી આવેલા સ્પર્ધકોએ ભેર ભાગ લીધો હતો. સ્પર્ધામાં અંકલેશ્વરના ડી.એ.આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના કોચ હેમાંગ સોની અને વિદ્યાર્થી રૂદ્ર રાવલ, જીયા શાહ, અનુશ્રી ગૌસ્વામી, ક્રિશ પટેલ, હેમાંશું પટેલે ભાગ લીધો હતો. જેમાં તમામ સ્પર્ધકોએ નોનસ્ટોપ સ્કેટિંગ કરી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.
ઇડર નેત્રામલી અને ડુંગરી ગામના ( હાલ- અંકલેશ્વર) વિધાર્થીઓ હિમાંશુ ચેતનભાઈ પટેલ અને ક્રિશ પિનાકીનભાઈ પટેલ બંને વિધાથીર્ઓએ કર્ણાટકના બેલગાંવ ખાતે સેવા ગંગા સ્કેટીંગ રોલર ક્લબમાં યોજાયેલી સ્પર્ધામાં સતત ૪૮ કલાક સુધી સ્કેટીંગ કરી વિશ્વ રેકર્ડ બનાવ્યો છે. જેમાં નેત્રામલી અને ડુંગરીના હિમાંશુ પટેલ તેમજ ક્રિશ પટેલ ભાગ લઇ અન્ય સ્પધૅકોની સાથે ૪૮ કલાક સુધી નોનસ્ટોપ સ્કેટીંગ કરી ગિનિસ બુક ઓફ વર્લ્ડ માં સ્થાન મેળવ્યું હતું. ગિનિસ બુક ઓફ વર્લ્ડના સર્ટીફીકેટ મળેલું છે.
અંકલેશ્વર : નોન સ્ટોપ સ્કેટીંગમાં છાત્રોએ બનાવ્યો વિશ્વ વિક્રમ
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર સ્થિત ડી.એ.આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના કોચ સહિત વિદ્યાર્થીઓએ કર્ણાટક ખાતે યોજાયેલ નોનસ્ટોપ સ્કેટિંગ સ્પર્ધામાં ભાગ લઈ ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યું છે.
અંકલેશ્વર શહેરમાં આવેલા ડી.એ.આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના કોચ સહિત 6 વિદ્યાર્થીઓએ કર્ણાટકના બેલગાંવ ખાતે સેવ ગંગા સ્કેટિંગ રોરલ ક્લબ દ્વારા યોજાયેલ નોનસ્ટોપ સ્કેટિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો, ત્યારે આ સ્પર્ધામાં તમામ વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ દેખાવ બદલ ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.