સોમનાથ, પૂરી અને કેદારનાથ મંદિર ખજાનો લૂંટાયો

Treasure of Somnath, Puri and Kedarnath temple looted

અમદાવાદ, 8 સપ્ટેમ્બર 2024
હિંદુઓના બે મહાન જ્યોતિર્લીંગ ધરાવતાં મંદિરો લૂંટી લેવામાં આવ્યા છે. એક મુસલમીને લૂંટ્યું બીજું હિંદુઓએ લૂંટ્યું. સૌપ્રથમ સોમનાથ. એ જ રીતે, કેદારમ હિમાવત પૃષ્ઠ એટલે કે કેદાર હિમાલયની પાછળના ભાગમાં કેદારનાથ છે.

2021માં સોમનાથ મહાદેવ મંદિર પર 135.5 કિલો સોનું ચઢાવાયું હતું. 1,145 કિલો સોનાના કળશનું બુકિંગ, 780 ઘુમ્મટ ચઢાવી દેવાયા હતા. જો એક જ વર્ષમાં સોમનાથમાં આટલું સોનું આતું હોય તો ઘઝનવીના સમયમાં કેટલું સોનું મંદિરમાં હશે તે કલ્પના થઈ શકે છે.

અલી ઇબ્ન અલ-અથિરના મતે સૂલતાનને લૂંટમાં સોમનાથ મંદિરમાંથી 2 કરોડ દીનાર મળ્યા. દીનાર કુલ લૂંટનો પાંચમો ભાગ માત્ર હતા. આ દીનારોનું સરેરાશ વજન 64.8 ગ્રેન(વજનનો એકમ કે જવ-ભાર જેટલું) જેટલું હતું. એ હિસાબે તેનું વર્તમાન મૂલ્ય આંકવામાં આવે તો કુલ કિંમત અંદાજે 1,05,00,000 પાઉન્ડ થાય. 8 સપ્ટેમ્બર 2024 પ્રમાણે 116 કરોડ રૂપિયા થાય છે.

તેની સામે નરેન્દ્ર મોદીના રાજમાં શંકરાચાર્યએ આરોપ લગાવ્યો હતો કે, 228 કિલો સોનું 2023માં કેદારનાથ મંદિરનું મુખ્ય પૂજારી સંતોષ ત્રિવેદીએ મંદિરના ગર્ભગૃહની દિવાલો પર 125 કરોડ રૂપિયાનું સોનું ચડાવવામાં આવ્યું હતું જે 2005માં મંદિરની દિવાલો પર લગાવવામાં આવ્યું હતું, તે સોનું નહીં પણ પીત્તળનું હતું. આમ સોમનાથમાં મુસલમાન ત્રાસવાદીએ 116 કરોડની લૂંટ કરી તો કેદારનાથમાં 2024 પ્રમાણે 500 કરોડનું સોનું કોઈક લૂંટી ગયું હતું.

ત્યારે સોમનાથમાં કેવી લૂંટ થઈ હતી તે જાણવા જેવી છે.

પુસ્તકમાં લૂંટના ખજાનાનું મૂલ્ય આંકવામાં આવ્યું છે, તે વર્ષ 1931માં લખાયું હતું.
સોમનાથના મંદિરનો ખજાનો લૂંટ્યા બાદ મહમૂદે બાકીનું બધું સળગાવી નાખવાનો આદેશ આપ્યો.
પાટણપતિ નાસી છૂટ્યો હતો. મોઢેરામાં વીસ હજાર યૌદ્ધાઓએ મૃત્યુનું પછેડી ઓઢી હતી. મંદિરમાં 50 હજાર લોકોના મોત થયા હતા. મહમૂદે હિંદુ રાજાઓને તેમની વીરતા, શક્તિ અને શ્રીને શરમાવું પડ્યું હતું.

ગુજરાતમાં સોલંકી રાજા હતા ત્યારે એક હજાર વર્ષ પહેલાં સોમનાથ ગુર્જર દેશનું ધાર્મિક પાટનગર ગણાતું હતું. પથ્થરની મોટી શીલાઓ પર બનેલા એ મંદિરની છત આફ્રિકાથી મગાવાયેલા સાગના 56 સ્તંભો પર ટકેલી હતી. મંદિરના શિખર પર ચૌદ સોનેરી ગોળા હતા.

મંદિરમાં સ્થાપિત શિવલિંગ સાત હાથ ઊંચું હતું અને તેના પર વિવિધ પ્રાણીઓ અંકિત કરાયેલાં હતાં. હીરાથી મઢેલો મુગટ શિવલિંગ ઉપર લટકતો રહેતો હતો.

શિવલિંગના સેવકોના પ્રતીકરૂપે આસપાસ અને છત પર સોના અને ચાંદીની કેટલીય મૂર્તિઓ સ્થાપવામાં આવી હતી.

ગર્ભગૃહ રત્નજડિત ઝૂમરથી ઝળહળતું હતું અને તેની સામે 200 મણની સોનાની વિશાળ સાંકળ લટકતી હતી. ગૃહની બાજુમાં એક ભંડારિયું હતું, જે રત્નો અને સોના-ચાંદીની મૂર્તિઓથી ભરેલું હતું.

ગઝનીના સુલતાન મહમૂદના જીવનચરિત્ર ‘ધ લાઇફ ઍન્ડ ટાઇમ્સ ઑફ સુલતાન ઑફ મહમૂદ ઑફ ગઝના’માં ડૉ. મહમદ નઝીમ અલ-બરુની અને ઇબ્ન ઝાફીર જેવા ઇસ્લામિક વિદ્વાનોને ટાંકીને લૂંટ પહેલાંના સોમનાથના મંદિરનું ઉપરોક્ત વર્ણન કરે છે.

પ્રભાસ અને સોમનાથ – પુસ્તકમાં શંભુપ્રસાદ દેસાઈ લખે છે મૂર્તિના મંદિરમાં અંધકાર હતો પણ રત્નજડિત દીપકોથી તેને પ્રકાશિત કરવામાં આવ્યું હતું. મૂર્તિ પાસે સુવર્ણશૃંખલા હતી અને તેમાં ઘંટ બાંધેલા હતા, જેનું વજન બસો મણ થતું હતું. રાત્રિના અમુક પહોરે આ સાંકળ હલાવીને ઘંટનાદ કરવામાં આવતો હતો.

ધનકોષ પણ સમીપ હતા. જેમા ઘણી સુવર્ણ અને રૂપક મૂર્તિઓ હતી. એના ઉપર મૂલ્યવાન રત્નો જડિત જવનિકા હતી.

દેહત્યાગ કર્યા બાદ આત્મા સોમનાથ આવતો અને ભરતી તથા ઓટ દ્વારા સોમનાથની પૂજા કરતો. શ્રદ્ધાળુઓ પોતાની અમૂલ્ય વસ્તુ અહીં ધરતા હતા.

મંદિરના નિર્વાહ માટે દસ હજાર ગામડાં આપવામાં આવ્યાં હતાં અને મંદિરમાં અતિ આકર્ષક અને અમૂલ્ય રત્નો એકત્ર કરવામાં આવ્યાં હતાં.

રત્નમણિરાવ ભીમરાવ ‘પ્રભાસ-સોમનાથ’ પુસ્તકમાં લખે છે:

મહમૂદે હિંદની અઢળક સંપત્તિ લૂંટીને પોતાનું ગઝની સમૃદ્ધ કર્યું.

મહમૂદના જીવનચરિત્ર અનુસાર 18 ઑક્ટોબર, 1025ના સોમવારની સવારે ગઝનીના સુલતાન મહમૂદે 30 હજાર ઘોડેસવારો સાથે સોમનાથ તરફ કૂચ આદરી. ચોપન હજારનું પગારદાર લશ્કર હતું.
ગઝનીથી સૌરાષ્ટ્રના દરિયાકિનારાનું 1,420 કિલોમિટર અંતર કાપીને મહમૂદ 6 જાન્યુઆરી 1026ના રોજ સોમનાથ પહોંચ્યો હતો. ગઝનીથી સોમનાથ સુધીનો માર્ગ મહમૂદે ખાસ અવરોધ વિના પાર કરી લીધો. ‘પ્રભાસ અને સોમનાથ’ પુસ્તકમાં શંભુપ્રસાદ દેસાઈ લખે છે.

ભીમદેવના કચ્છ ભાગી જવાથી મહમૂદનો માર્ગ મોકળો થયો. મોઢેરામાં 20 હજાર યોદ્ધાઓ સુલતાન સામે પડ્યા પણ એ હાર્યા અને વધેરાઈ ગયા.
લોકોને ખાતરી જ હતી કે સોમનાથ તેમનું રક્ષણ કરશે અને શત્રુઓનો નાશ કરશે.

7મી જાન્યુઆરીની સવારે મહમૂદના સૈનિકોએ કરેલી બાણવર્ષા સામે સ્થાનિકો ટકી ન શક્યા અને પાછી પાની કરવા મજબૂર થઈ ગયા. એ બાદ બપોર થતાં-થતાં મહમૂદના સૈનિકોએ કોટની દીવાલો સર કરી લીધી. મહમૂદના સૈનિકો સામે એ ટકી ન શક્યાં.
ભીમદેવ અને મહમૂદ વચ્ચે ખૂનખાર લડાઈ થઈ અને ભીમદેવ ફરીથી નાસી ગયો.

સોમનાથના બચાવવાના પ્રયાસમાં ઓછામાં ઓછા 50 હજાર શ્રદ્ધાળુઓએ પોતાના જીવ ગુમાવ્યા.

ગઝની જવા રણમાર્ગ પસંદ કર્યો હતો. ભીમદેવ ભાગી ગયો એટલે સોમનાથ કચ્છથી પાંસરો સિંધ તરફ નીકળ્યો અને આ માટે એણે સ્થાનિક ભોમિયાની મદદ કરી.
2જી એપ્રેલિ 1026એ મહમૂદ ગઝની પહોંચ્યો.

હિંદુ રાજ્યમાં કેદારનાથની લૂંટ
જ્યોતિર્મઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કેદારનાથ મંદિરમાંથી 228 કિલો સોનું ચોરી થયું કે ગાયબ હોવાનો મુદ્દો 2024માં ઉઠાવ્યો હતો.
આ સોનું 2005માં મંદિરની દિવાલો પર લગાવવામાં આવ્યું હતું. તે સોનું હવે પિત્તળમાં ફેરવાઈ ગયું છે એટલે મંદિરની દિવાલો પર સાચું સોનું ઉખેડી લઈને તેને સ્થાને પિત્તળ લગાવી દેવાયું હતું.

બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિ પર કૌભાંડનો આરોપ લગાવ્યો છે જોકે, મંદિર સમિતિએ આ આરોપોને ફગાવી દીધા હતા અને તેને મેનેજમેન્ટને બદનામ કરવાનું કાવતરું ગણાવ્યું હતું.
શા માટે તપાસ થતી નથી કે તેની શોધ કરાતી નથી. શું સોનું ગાયબ કરવામાં કોઈ મોટા માથાનો હાથ છે તે સવાલ પણ છેડાયો છે.

અવિમુક્તેશ્વરાનંદે કહ્યું, “કેદારનાથમાંથી 228 કિલો સોનું ગુમ થયું છે. આજ સુધી તેના પર કોઈ તપાસ હાથ ધરવામાં આવી નથી. આના માટે કોણ જવાબદાર છે? હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે કેદારનાથ દિલ્હીમાં જ બનશે, આવું ન થઈ શકે.

પૂરીનું જગન્નાથ મંદિર
બે રૂમમાં ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાના આભૂષણો છે. 1978માં રત્ન ભંડારમાં 12,831 તોલાના સોનાના આભૂષણો હતા. જે કિંમતી પથ્થરોથી જડેલા હતા. 22,153 તોલાના ચાંદીના વાસણો અને અન્ય વસ્તુઓ પણ છે.
1805માં ચાર્લ્સ ગ્રોમની તરફથી ખજાનોનું ડોક્યુમેન્ટેશન કરવામાં આવ્યું હતું તે સમયે 64 સોના ચાંદીના આભુષણ હતા. સાથે જ 128 સોનાના સિક્કા, 1,297 ચાંદીના સિક્કા, 106 તાંબાના સિક્કા અને 1,333 પ્રકારના કપડા હતા.

સૂર્યવંશી રાજા મહારાજા કપિલેન્દ્ર દેવે મંદિરને સોનું, ચાંદી અનેક કીમતી હીરા દાન કર્યા હતા. ઘણા હાથીઓ પર સામાન લાવ્યા હતા.

મહારાજ રણજીત સિંહે વસીયતમાં કોહિનૂરને પણ જગન્નાથ મંદિરમાં આપવાની વાત કહી છે.

ઘણા રાજાઓએ અહીં દાન આપ્યું હતું.

2024માં જગન્નાથ મંદિરના રત્ન ભંડાર ખોલવામાં આવ્યા હતા. 12 બોક્સની સાથે એક તિજોરી પણ હતી. ત્રીજા રૂમમાંથી 4 કબાટ અને 3 છાતી મળી આવી હતી.
ભગવાન જગન્નાથના મંદિરના પહેલા રૂમમાંથી 3.48 કિલો સોનું મળી આવ્યું હતું. બીજા રૂમમાંથી 95.32 કિલો સોનું અને ત્રીજા રૂમમાંથી 50.6 કિલો સોનું મળી આવ્યું હતું. પહેલા રૂમમાંથી 30.35 કિલો ચાંદી મળી આવી હતી. જ્યારે અન્ય રૂમમાંથી 19.48 કિલો ચાંદી મળી આવી હતી. ત્રીજા રૂમમાંથી 134.50 કિલો ચાંદી મળી આવી હતી.
ત્રીજો ખંડ છેલ્લા 46 વર્ષથી બંધ હતો. બેઝમેન્ટ અને ટનલને લઈને લોકોમાં ભ્રમણા ફેલાવવામાં આવી રહી છે.

ઓડિશાના રાજા અનંગભીમ દેવે ભગવાન માટે જ્વેલરી તૈયાર કરવા માટે 2.5 લાખ માધા સોનું દાન કર્યું હતું.
બહારના ખજાનામાં ભગવાન જગન્નાથનો સોનાનો મુગટ, ત્રણ સોનાના હાર (હરિદાકાંઠી માલી)નો સમાવેશ થાય છે, દરેકનું વજન 120 તોલા છે.
74 નંગ સોનાના દાગીના છે, દરેકનું વજન 100 તોલાથી વધુ છે. સોના, હીરા, કોરલ અને મોતીથી બનેલી પ્લેટ્સ છે. આ ઉપરાંત 140 થી વધુ ચાંદીના ઘરેણા તિજોરીમાં રાખવામાં આવ્યા છે.
એક જ ખંડમાં રૂ. 100 કરોડની કિંમતનું સોનું હોવાનું માનવામાં આવે છે.

1978
વર્ષ 1978માં જગન્નાથ મંદિરના રત્ન ભંડારના ખજાનાની છેલ્લી વખત ગણતરી કરવામાં આવી ત્યારે તેને 70 દિવસનો સમય લાગ્યો હતો. તિજોરીની ગણતરી 13 મે 1978 ના રોજ શરૂ થઈ અને 23 જુલાઈ 1978 સુધી ચાલુ રહી. તે સમયે ખજાનાની અંદરથી 747 પ્રકારની જ્વેલરી મળી આવી હતી. કુલ 12,883 તોલા સોનાના આભૂષણો અને 22,153 તોલા ચાંદીના ઘરેણાં ઉપરાંત હીરા અને રત્નોથી બનેલા અન્ય મૂલ્યવાન આભૂષણો મળી આવ્યા હતા. સમયનો ખજાનો ગણવા માટે તિરુપતિ મંદિર સહિત અનેક મંદિરોના નિષ્ણાતોને પણ બોલાવવામાં આવ્યા હતા. જો કે, આ હોવા છતાં, ઘણી જ્વેલરીની સાચી કિંમત જાણી શકાઈ નથી.

જગન્નાથમાં લૂંટનો માલ
જગન્નાથ મંદિર પાસેનો મોટા ભાગનો ખજાનો ઓડિશાના રાજવી પરિવારો દ્વારા દાનમાં આપવામાં આવ્યો હતો. દુશ્મન રાજાઓને હરાવીને તેનો કજાનો મંદિરને સોંપ્યો હતો.

લૂંટ
જગન્નાથ મંદિરનો ખજાનો લૂંટવા માટે 15મી અને 18મી સદીની વચ્ચે આક્રમણકારો દ્વારા ઓછામાં ઓછા 15 વખત હુમલો કરવામાં આવ્યો હતો.

વર્ષ 1721માં બંગાળના કમાન્ડર મોહમ્મદ તકી ખાને છેલ્લી વખત હુમલો કર્યો હતો.
અફઘાન કાળો પર્વત

1340માં હુમલો બંગાળના સુલતાન ઇલ્યાસ શાહે કર્યો હતો.

1360માં દિલ્હીના સુલતાન ફિરોઝ શાહ તુગલક દ્વારા હુમલો.
વર્ષ 1509માં બંગાળના સુલતાન અલાઉદ્દીન હુસૈન શાહના સેનાપતિ ઈસ્માઈલ ગાઝી દ્વારા હુમલો.
1568માં કાલા પહાર નામના અફઘાન હુમલાખોરે હુમલો કર્યો હતો.
ક્યારેક મંદિરના સ્થાપત્ય, ખજાના અને મૂર્તિઓને પણ નુકસાન પહોંચાડ્યું હતું.
1592માં ઓડિશાના સુલતાન ઈશાના પુત્ર ઉસ્માન.
1601માં કુથુ ખાનના પુત્ર સુલેમાન, બંગાળના નવાબ ઈસ્લામ ખાનના કમાન્ડર મિર્ઝા ખુર્રમે હુમલો કર્યો હતો.
મંદિર પર હુમલા થતા રહ્યા અને તેના ખજાનાની લૂંટ થતી રહી. મૂર્તિઓને સંતાડી દેવામાં આવતી હતી.

વર્ષ 1611માં અકબરના રાજા ટોડરમલના પુત્ર રાજા કલ્યાણમલે જગન્નાથ મંદિર પર હુમલો કર્યો હતો. 1617 માં, દિલ્હીના બાદશાહ જહાંગીરના સેનાપતિ મુકરમ ખાને પુરી મંદિર પર હુમલો કર્યો.

ઔરંગઝેબે ફરીથી હુમલો કર્યો અને ભગવાનનો સોનાનો મુગટ લૂંટી લેવામાં આવ્યો. કિંમતી ઘરેણા, સોનાના સિક્કા લૂંટ થઈ હતી.

મુહમ્મદ તકી ખાને વર્ષ 1699માં હુમલો કર્યો. તેઓ ઓડિશાના નાયબ સુબેદાર બન્યા.

ઇતિહાસ
જગ્ગનાથ પુરી 1150 એડીમાં ગંગા વંશના રાજા અનંતવર્મને જગન્નાથ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. આ મંદિર 861 વર્ષ પહેલા 1161માં પૂર્ણ થયું હતું.

જમીન
7 રાજ્યોમાં જગન્નાથ મંદિરના નામે કુલ 61 હજાર એકર જમીન છે. તેમાંથી ઓડિશામાં 60,426 એકર જમીન છે. પશ્ચિમ બંગાળમાં 322 એકર જમીન છે. મહારાષ્ટ્રમાં 28 એકર, મધ્ય પ્રદેશમાં 25 એકર, આંધ્રપ્રદેશમાં 17 એકર, છત્તીસગઢમાં 1.7 એકર અને બિહારમાં 0.27 એકર જમીન જગન્નાથ મંદિરના નામે નોંધાયેલી છે.

જગન્નાથ મંદિર વિશે રસપ્રદ તથ્યો
જગન્નાથ મંદિર 4 લાખ ચોરસ ફૂટમાં 214 ફૂટ ઊંચું છે. ધ્વજ હંમેશા પવનમાં વિરુદ્ધ દિશામાં જોવા મળે છે. તે દરરોજ સાંજે બદલાય છે. ધ્વજ બદલવા માટે, એક વ્યક્તિ મંદિરના શિખર પર ચઢી અને ઊંધો ઉતરે છે. એક દિવસ પણ ધ્વજ બદલવામાં નહીં આવે તો મંદિર 18 વર્ષ સુધી બંધ રહેશે.

મંદિરના મુખ્ય ગુંબજનો પડછાયો પણ જોવો શક્ય નથી. એવું માનવામાં આવે છે કે કેટલીકવાર મંદિરના ગુંબજની આસપાસ પક્ષી ઉડે છે. શિખરની નજીક પણ પક્ષીઓ ઉડતા જોવા મળતા નથી.

સિંહ દ્વારથી મંદિરમાં પ્રવેશ કરવામાં આવે છે ત્યારે સમુદ્રના મોજા સંભળાતા નથી, જ્યારે તમે બહાર નીકળો છો કે તરત જ સમુદ્રના મોજાઓનો અવાજ સંભળાય છે.

જગન્નાથ મંદિરમાં વિશ્વનું સૌથી મોટું રસોડું છે, જ્યાં દરરોજ લગભગ 1 લાખ લોકો માટે ભોજન બનાવવામાં આવે છે.

ગુજરાત મહુડી
2012થી 2024 સુધીમાં ગાંધીનગરના મહુડી ઘંટાકર્ણ મંદિરમાં 130 કિલો સોના અને 14 કરોડની ગેરરીતિ થઈ હોવાનો આરોપ હતો. ભૂપેન્દ્રભાઇ વોરા અને કમલેશભાઇ મહેતા પર નાણાકીય ગોટાળાના અરજદારના આક્ષેપ હતો.
અરજદારે રિટમાં એવો આક્ષેપ પણ કર્યો છે કે આદર્શ કો-ઓપ-બેંકના મુકેશન મોદીના રૂપિયાથી 65 કિલો સોનું મંદિરના કમિટી સભ્યોએ ખરીદ્યું હતું અને એ પણ પોતાની પાસે જ રાખ્યું છે. તે સિવાયનું મંદિરનું 65 કિલો સોનું ઓગળાવવા માટે આપવાના નામે લઇને પરત કર્યું નથી. આમ 130 કિલો સોનાની ઉચાપત કરી છે. ઉલ્લેખનીય છે કે 75 હજાર તોલાનો આજનો સોનાનો ભાવ ગણવામાં આવે તો 130 કિલો સોનું રૂ. 97 કરોડથી વધુનું થાય.
ચેરિટી કમિશ્નર દ્વારા એક કમિટીનું ગઠન કરવામાં આવે. જે કમિટી દ્વારા વર્ષ 2012 થી વર્ષ 2024 સુધીના મંદિરના વિવિધ વ્યવહારો, ઓડિટ અને એકાઉન્ટ રિપોર્ટ્સની તપાસ કરીને એક ફાઇનલ રિપોર્ટ તૈયાર કરવામાં આવે.

અંબાજી
અંબાજી મંદિરમાં 1960 થી વિવિધ ભક્તો દ્વારા દાનમાં મળેલા સોનાના ઘરેણાં એકત્રિત કરવામાં આવ્યા હતા. કુલ 167 કિલો જેટલું સોનું બેંકમાં ગોલ્ડ મોનિટાઈઝેશન સ્કીમમાં મૂકવામાં આવ્યું હતું.
2021માં 48 લાખની કિંમતનું એક કિલોગ્રામ સોનું દાન કર્યું
171 કિલો સોનુ ગોલ્ડ મોનિટાઈઝેશન સ્કીમમાં મૂક્યું છે. હાલ કુલ 175 કિલો સોનુ અંદાજે આજની કિંમત અનુસાર 122 કરોડની કિંમતનું છે. 5500 થી 6 હજાર કિલો થાય છે. જે હમણાંનાં ભાવ અનુસાર 50 કરોડની કિંમતથી વધુ ચાંદી એકત્રિત થઈ છે. 4 સપ્ટેમ્બર 2024માં મંદિરનો ભંડાર ખુલતા અંદરથી 100 ગ્રામ વજનની 10 લગડી એટલે કે એક કિલો સોનું નિકળ્યું હતું. જેની કિંમત ₹70 થી ₹75 લાખ રુપિયા હોવાની માહિતી છે.
2021 પહેલાં 61 ફૂટ સુધી શિખર સુવર્ણમયની કામગીરી પૂર્ણ થઈ છે. જેમાં 140 કિલો સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ભારતમાં સોનું
2020માં મુંબઇના બુલિયન માર્કેટે એક ટન સોનાનો ભાવ અંદાજે રી,428 કરોડ રુપિયા મુક્યો હતો.
ભારતના મંદિરો પાસે 4 હજાર (4000) ટન સોનું હતું.

ઘરો અને મંદિરોમાં મળીને 22,000 (22 હજાર) ટન છે.

ગીનીસ બુક ઓફ વર્ર્લ્ડ રેકોર્ડમાં ગોલ્ડન શર્ટમેન તરીકે નામ નોંધાવનાર એનસીપીના રાજકારણી પંકજ પારેખ નાસિક જીલ્લાના યોલી ટાઉનના ડેપ્યુટી મેયર પણ હતા. તેમનું શર્ટ રૂ. 1 કરોડ 30 લાખ હિસાબે 4 કિલો 100 ગ્રામ વજનનું હતું.

સાઉદીના અબજો પતિ તર્કી બીન અબદુલ્લા પાસે સોના મઢી બેન્ટલી કાર છે. સાઉદી આરબના કિંગ અબદુલ્લાએ તેમની દિકરીને લગ્નમાં ગોલ્ડન કમોડવાળું બાથરુમ ભેટ આપ્યું હતું.

કેરળના પદ્દમનાભ સ્વામી મંદિરના ચાર ભોંયરાની તપાસ સુપ્રિમ કોર્ટના આદેશથી કરાઇ ત્યારે 22 અબજ ડોલરનું સોનું (2011માં સોનાનો ભાવ 26 હજારનો હતો, આજે ભાવ લગભગ બમણો છે) ગણવામાં આવ્યું હતું. તેનું વજન 1300 ટન હતું.

તિરૂપતિ બાલાજી મંદિરમાં દર વર્ષે એક ટન સોનું દાનમાં આવે છે. આ મંદિરને વિશ્વનું સૌથી પૈસાદાર મંદિર ગણવામાં આવે છે. આ મંદિરનું સાડા ચાર ટન સોનું બેંકોમાં પડેલું છે. તેનું વ્યાજ 80 કિલો વજનના સોનાની કિંમત જેટલું આવે છે.

2023માં પશુપતિનાથ મંદિરમાંથી 10 કિલો સોનાની ચોરી થઈ હતી.