આદિવાસીઓ આદુ ઉગાડવામાં નંબર 1, ભાવ છેલ્લા

Tribals of Gujarat are at No. 1 in ginger cultivation, but income has declined

अदरक की खेती में गुजरात के आदिवासी पहले नंबर पर, लेकिन आय में गिरावट

દિલીપ પટેલ, 21 એપ્રિલ, 2022

ઓર્ગેનિક આદુના ઘટેલા ભાવને કારણે ખેડૂતો ખર્ચ પણ કાઢી શકતા નથી. ગુજરાતમાં 5069 હેક્ટરમાં 1.10 લાખ ટન આદુ-જીંજર ગયા વર્ષે પાક્યા હતા. આ વર્ષે એટલું જ વાવેતર અને ઉત્પાદન ગયા વર્ષ કરતાં વધું છે. જેમાં 14 ટકા વિસ્તાર સજીવ આદુની ખેતી તરીકે હોવાનું અનુમાન છે. પણ ભાવ નીચે ગયા છે. તેથી 12થી 15 હજાર ખેડૂતોને નુકસાની ભોગવાનો વારો આવ્યો છે. સરકાર સજીવખેતી કરવા કહે છે પણ સજીવ આદુની બજાર વ્યવસ્થા માટે કોઈ વ્યવસ્થા નથી.

આદુના ભાવમાં ઘટાડાથી ખેડૂતોને ગરીબ બનાવી દીધો છે. દાહોદમાં 380થી600નો ભાવ છે. વડોદરામાં 400-440, સુરતમાં 300-400નો ભાવ છે. જે ઘણો નીચો છે. હાલ સરેરાશ 20 રૂપિયા ખેડૂતોને એક કિલોના મળી રહ્યાં છે.

આદુ 8થી 9 મહીનામાં પાકે છે. હેક્ટરે 7-8 લાખનો ખર્ચ આવે છે. 50થી 120 રૂપિયા પ્રતિ કિલો ભાવ મળતા હતા. ખેડૂતને કિલોના 50 રૂપિયા મળે તો જ નફો મળે છે.

આદુની ખેતી પર્વતીય વિસ્તારોમાં થાય છે, જ્યાં ઉષ્ણકટિબંધીય વાતાવરણ આ પાક માટે અનુકૂળ છે. જૈવિક રીતે ઉગાડવામાં આવેલા આદુની ઉચ્ચ ગુણવત્તાનું ઉત્પાદન કરે છે જેની અન્ય દેશોમાંથી પણ માંગ છે.

આદિવાસી
આદિવાસીઓના પર્વતીય વિસ્તારો આદુ પકવવામાં ગુજરાતમાં સૌથી વધું આગળ છે. જ્યાં આર્ગેનિક આદુ પાકે છે. ગુજરાતમાં સૌથી વધુ આદુનું વાવેતર મધ્ય ગુજરાતમાં 4200 હેક્ટરમાં 95 હજાર ટન સાથે છે. દાહોદમાં આખા ગુજરાતમાં સૌથી વધું 2271 હેક્ટરમાં વાવેતર છે. જ્યાં 50-52 હજાર ટન આદુ પાકે છે. મહિસાગરમાં 900 હેક્ટરમાં 2100 ટન, પંચમહાલમાં 375 હેક્ટરમાં 8700 ટન, અરાવલીમાં 235 હેક્ટરમાં 3900 ટન, છોટા ઉદેપુરમાં 375 હેક્ટરમાં 7700 ટન, ભરૂચ 138 હેક્ટરમાં 2700 ટન, નવસારીમાં 137 હેક્ટરમાં 2700 ટન આદુ પાકે છે.

બીન આદિવાસી વિસ્તારોમાં ઉપરાંત આણંદ, ખેડા, વોડોદરા, સાબરકાંઠા, સુરત, નર્મદા છે. સૌરાષ્ટ્રમાં માત્ર અમરેલીમાં 4 હેક્ટરમાં જ આદુ પાકે છે. કચ્છમાં આદુની આયાત થાય છે.

સજીવ નિકાસ
બોરીયાવીની હળદળ દેશમાં વખણાય છે. આણંદ જિલ્લાના બોરિયાવી ગામના ખેડૂત આઈ.ટી એન્જીનીયર દેવેશ પટેલે 20 વીઘા જમીન પર સત્વ ઓર્ગેનિક હળદર આચાર, હળદર લાટા, આદુનો સુકો પાઉડર (સૂંઠ), ચા મસાલા જેવા 27 ઉત્પાદનો બનાવે છે. મહિને 15 હજાર ઓર્ડર મળે છે. જે અમેરિકા અને યુરોપના દેશોમાં 6 ટન આદુ નિકાસ કરે છે. જેમાં વર્ષે 1.50 કરોડનો ધંધો કરે છે. 2010થી ગ્રેડીંગ, પેકીગ, કરી માર્કેટિંગ કરે છે. તેમના પત્ની બજાર વ્યવસ્થા સંભાળે છે. 20 વિઘામાં 200 વિઘા જેટલી ઉપજ લે છે. દેવેશનું કુટુંબ 1992થી ઓર્ગેનિક ખેતી કરે છે.

સ્થાનિક બજારો આદુથી ભરપૂર છે જે ઓર્ગેનિક નથી.

આદુના બમ્પર પાકે ખેડૂતોને ખુશીને બદલે નિરાશામાં ડુબાડી દીધા છે. માંગમાં ઘટાડો અને ભાવમાં ઘટાડો થવાને કારણે છે. ખેડૂતો પ્રભાવિત છે.

ઓડિશામાં કોરાપુટ આદુની ઉચ્ચ ગુણવત્તા માટે જાણીતું છે. 2,599 હેક્ટર જમીન આદુની ખેતી હેઠળ છે. ત્યાં પણ ગુજરાતના આદુ પકવતા ખેડૂતો જેવી જ છે.

ગયા વર્ષે આદુ 80 રૂપિયાના કિલો વેચાયુ હતું આ વર્ષે ભાવ ઘટીને 20 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે.

સરકાર
આદુ માટે ન્યૂનતમ ટેકાના ભાવની માંગણી કરી રહ્યા છે. સરકાર આદુના ખેડૂતોની અરજીઓ પર ધ્યાન આપી રહી નથી. આદુના ભાવમાં ઘટાડાથી ખેડૂતો કમર તૂટી ગઈ છે. આદુના ઘણા ખેડૂતોને લાગે છે કે જ્યાં સુધી રાજ્ય સરકાર હસ્તક્ષેપ નહીં કરે ત્યાં સુધી તેમની મુશ્કેલીઓ ચાલુ રહેશે.

તેથી મોટા બજારોમાં સારો ધંધો કરી શકે. ખેડૂતો એક હેક્ટરથી વધુ જમીનમાં આદુ ઉગાડે તો સબસિડી આપવી જોઈએ.

યોગ્ય પ્રોસેસિંગ અને માર્કેટિંગ સુવિધાઓના અભાવે વેચાણમાં પણ ઘટાડો થયો છે. કોલ્ડ સ્ટોરેજ, આદુ પ્રોસેસિંગ પ્લાન્ટ નથી. આદુ ધોવા અને સૂકવવાના મશીનો ખેડૂતોને આપવાની જરૂર છે.

EU દેશોમાં નિકાસ થઈ નથી. ગુજરાતમાં આંધ્રપ્રદેશ અને કર્ણાટકથી આદુ આયાત કરવામાં આવી રહ્યું છે.

પરંપરાગત અને વૈકલ્પિક દવાઓમાં આદુનો ઉપયોગ થાય છે.

પાચન, ઉબકા, તાવ, ફલૂ અને સામાન્ય શરદી સામે લડવામાં આદુ મદદ કરે છે.

આદુની અનન્ય સુગંધ અને સ્વાદ તેના કુદરતી તેલમાંથી આવે છે.

આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાંથી સસ્તા આદુના વિપુલ ઉત્પાદનના કારણે આદુના ભાવમાં ઘટાડો થયો છે.
ઓડિશામાં કોરાપુટમાં લગભગ 30,000 ખેડૂતોમાંથી મોટા ભાગના આદિવાસી છે. જે ગુજરાતની જેમ જૈવિક આદુની ખેતી કરે છે.

કોરાપુટ જિલ્લામા એક હેક્ટર જમીનમાંથી 20 ક્વિન્ટલ આદુનું ઉત્પાદન થાય છે. ગુજરાતના આદિવાસીઓ હેક્ટરે 23 ટન આદુ પકવે છે.

દક્ષિણ સિક્કિમમાં 50 હજાર ટન સજીવ આદુ પાકે છે.