TV18 News’ key role in Bharat Global Developers scam भारत ग्लोबल डेवलपर्स घोटाले में टीवी 18 न्यूज की अहम भूमिका
શેરમાં 9 હજાર ટકાનો વધારો કરી, રોકાણકારોના અબજો ફસાવી દેવાયા
દિલીપ પટેલ
અમદાવાદ, 1 જાન્યુઆરી 2024
એક વર્ષમાં 2300%નો ભારત ગ્લોબલ ડેવલપર્સના શેરના ભાવમાં ઉછળો થયો હતો. છેલ્લા 3 વર્ષમાં કંપનીના શેરમાં 8731%નો વધારો થયો હતો. તેથી સેબીએ ભારત ગ્લોબલ ડેવલપર્સ લિમિટેડના શેરનું ટ્રેડિંગ સ્થગિત કરી દીધું હતું. સેબીએ પણ કંપનીના પ્રમોટરોની કેપિટલ માર્કેટ એક્સેસને આગળના આદેશ સુધી પ્રતિબંધિત કરી દીધી હતી. 10 હજાર કરોડના કૌભાંડમાં ગુજરાતી ટીવી 18ના વેપાર સમાચારોએ શેરને ફુલવા દેવામાં મદદ કરી હોવાનું જણાયું છે.
આ અંગે રિલાયન્સના કોર્પોરેટ અફેર્સ ડાયરેક્ટર પરિમલ નથવાણીએ પ્રજાજોગ સ્પષ્ટતા કરાવવી જોઈએ.
16 ડિસેમ્બર, 2024 ના રોજ સોશિયલ મીડિયા પોસ્ટ્સ, શંકાસ્પદ નાણાકીય બાબતો અને ડિસ્ક્લોઝર્સને લગતી ફરિયાદોને ધ્યાનમાં લીધી હતી.
અમદાવાદની ભારત ગ્લોબલ ડેવલપર્સ લિ.ની તેજી પાછળ કરોડોના કૌભાંડ થયા હતા. કંપનીના શેર્સમાં ટ્રેડિંગ મારફત 10 હજાર કરોડ રૂપિયાના કાળા નાણાંને સફેદ કરવાનું કૌભાંડ બહાર આવ્યું હતું.
સેબી, ઇન્કમટેક્સ અને એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ(ઇડી) કોઈ તપાસ ન કરી.
વર્ષ 2023 સુધી આવક, ખર્ચ, સ્થિર સંપત્તિ અને રોકડ પ્રવાહ ખૂબ જ ઓછો હતો. કંપનીએ માર્ચ 2024 ના રોજ પૂરા થતા ક્વાર્ટરમાં તેની આવક અને ખર્ચમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો.
ઓર્ડરનો પર્દાફાશ
ભારત ગ્લોબલ ડેવલપર્સે દેશ-વિદેશના ટોચના ઉદ્યોગગૃહો રિલાયન્સ, ટાટા, મેકેઇન અને યુપીએલ જેવી કંપનીઓ પાસેથી રૂ. 1500 કરોડના ઓર્ડર મળ્યા હોવાની ખોટી જાહેરાત કરી શેર્સમાં કૃત્રિમ તેજી સર્જી હતી. સેબીના અહેવાલ અનુસાર 2012થી 2023 સુધી સામાન્ય ટર્નઓવર ધરાવતી આ કંપનીએ ઑક્ટોબર 2024માં અચાનક મોટા ઓર્ડર મળ્યા હોવાનું, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે જામનગરમાં ડેટાલિક ક્રેકર યુનિટનો રૂ. 120 કરોડનો પ્રોજેક્ટ મેળવ્યો હોવાની ખોટી જાણ કરી હતી. તેમજ ટાટા, મેકેઇન, યુપીએલ જેવા દેશના અગ્રણી ઉદ્યોગગૃહો પાસેથી રૂ. 1500 કરોડના કુલ સાત ઑર્ડરો મળ્યા હોવાની ખોટી જાહેરાત કરી શેરના ભાવમાં તેજી આવી હતી.
સેબીનો પ્રતિબંધ
શેર ટ્રેડિંગ ઉપર પ્રતિબંધ મૂકવા ઉપરાંત 41 જેટલા ઓપરેટર અને તેમના મળતિયાઓ પર પ્રતિબંધ મૂકી વઘુ તપાસ આદરી છે. ઓપરેટર્સે રૂ. 271.58 કરોડની કમાણી આ શેરના ટ્રેડિંગમાં કરી ઘરભેગી કરી છે.
ચાર વખત નામ બદલ્યા
વર્ષ 1992માં પરફેક્ટ વિવર્સ તરીકે નોંધાયેલી આ કંપનીએ ચાર વખત પોતાના નામ બદલ્યા છે. કંપનીએ ટેક્સટાઈલ્સના મૂળ ધંધાને બદલે બાંધકામ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ન્યુ એનર્જી જેવા પ્રોજેક્ટના ઉદ્દેશમાં પણ ફેરફાર કર્યો હતો. શ્રેણીબદ્ધ સબસિડિયરી કંપનીઓ ઊભી કરી વ્યાપક વિસ્તરણની જાહેરાત પણ કરી હતી.
કાળો કારોબાર
કાળા નાણાંને ધોળા કરવાના આયોજનબદ્ધ કાવતરા હેઠળ કાળા ઓપરેટર અને તેના મળતિયાઓને માર્ચ 2024માં રૂ. 10ના ભાવે અને ઓક્ટોબર 2024માં રૂ. 121ના ભાવે પ્રેફરન્સ શેર એલોટ કરી દીધા હતા. આ ઉપરાંત એક જ ઝાટકે પ્રમોટર બદલે 99 ટકા જેટલા માત્ર ઓપરેટરોએ ફાળવી દીધા હતા. બજારમાં માત્ર જૂજ લોકો પાસે શેર હોય તો ભાવમાં વધઘટ કરવી સરળ બને છે.
સુવર્ણ ભવિષ્યની વાત કરી ઓપરેટરોએ અંદર-અંદર ખરીદ વેચાણ કરી શેરના ભાવ વધાર્યા હતા અને પછી ઊંચા ભાવે માલ વેચી રૂ. 271 કરોડની તગડી કમાણી કરી લીધી છે. શેરમાં એક વર્ષમાં આવેલી 1700 ટકાની તેજીમાં લગભગ રૂા. 10,000 કરોડના કાળા નાણાંની હેરફેર થઈ હોવી જોઈએ.
કાળિયો ઓપરેટર
અમદાવાદના શેરબજારમાં કાળિયા તરીકે ઓળખાતા ઓપરેટરની આ ખોખા કંપનીના કૌભાંડમાં મુખ્ય ભૂમિકા રહી છે. આ ઓપરેટરને દિલ્હીમાં એક પ્રધાન સાથે ખાસ સંબંધો છે. એટલે સમગ્ર કૌભાંડમાં આંચ નહીં આવે. સેબીના આદેશ પછી કાળિયા ઓપરેટર મોબાઇલ ફોન બંધ કરી દીધો હતો. અગાઉ, પણ સેબીના વિવિધ કેસોમાં, શેરના ભાવમાં ગેરરીતિ આચરવાના આ ઓપરેટરો સામે કેસ નોંધાયા છે. ઓપરેટરો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.
13000 કરોડ
ઓપરેટર અને તેના મળતિયાઓએ એક ખોખા કંપનીના બધા શેર પોતાના કબજામાં કરી લીધા હતા. એક જ વર્ષમાં રૂ. 13,000 કરોડનું માર્કેટ કેપ ધરાવતી કંપની બનાવી હતી. વધતા ભાવે રૂ. 500 કરોડના શેર નાના રોકાણકારોને પધરાવી દેવામાં આવ્યા હતા. કંપની બોનસ લાવશે અને ઇન્ટરિમ ડિવિડન્ડ આપશે એવી જાહેરાત કરી હતી.
કામ
ભારત ગ્લોબલ ડેવલપર્સ કંમ્પની વર્ષોથી કાર્યરત છે. જે ગ્રીન એનર્જી. ખેતી, બાંધકામ ક્ષેત્રે કામ કરે છે. કંપનીમાં 400 કર્મચારીઓ કામ કરે છે. કંપનીએ 300 કામ પુરા કર્યા. 20 ઉપર એવોર્ડ મળ્યા હોવાનો દાવો કરાયો હતો.
શેર રૂ. 16 હતો તે અનેક ગણો કરી દેવાયો હતો. ઓક્ટોબરથી નવેમ્બરના મહિનામાં ભાવ 642થી વધી 1702.95 થઈ ગયો હતો.
41 ઓપરેટર અને તેમના મળતિયાઓ ઉપર પ્રતિબંધ મૂકી દીધો હતો.
આશ્રમ રોડ ખાતે મીઠાખળી ગરનાળા પાસે સન વેસ્ટ બેંક બિલ્ડીંગમાં એ 707 ઓફિસ હતી તે બંધ કરી દીધી હતી.
માર્ચ 2024માં રૂ. 10ના ભાવે અને ઓક્ટોબર 2024માં રૂ. 121ના ભાવે પ્રેફરન્સ શેર એલોટ કરી દીધા હતા. પ્રમોટરના બદલે 99 ટકા ઓપરેટરોએ ફાળવી દીધા હતા.
30 ટકા ટેક્સ સામે 12 ટકા ટેક્સ ભરી 17 ટકા જેટલો ટેક્સ બચાવતા હોય છે. જેનો લાભ લઇ કંપની કૌભાંડ આચરતી હોય છે.
ટીવી 18 ગુજરાતી
મુકેશ અંબાણીની ટીવી 18 ગુજરાતી દ્વારા મોટા સમાચાર સતત આપીને કંપનીના ભાવ ઊંચકવામાં મદદ કરી હોવાની વિગતો જાહેર ડોમીનમાં છે.
ટીવી 18 દ્વારા સમાચાર અપાયા હતા કે, ભારત ગ્લોબલ ડેવલપર્સના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે બંને કોર્પોરેટ એક્શન માટે રેકોર્ડ ડેટ 26 ડિસેમ્બર નક્કી કરી છે. શેરધારકોને 8:10ના રેશિયોમાં બોનસ શેર આપશે. 6 મહિનામાં આ શેરે 516 ટકાનું બમ્પર રિર્ટન આપ્યું છે. માત્ર 3 વર્ષમાં જ 8553 ટકાનું શાનદાર રિટર્ન મળ્યું છે. આ દરમિયાન રોકાણકારોના પૈસામાં 84 ગણો વધારો થયો છે. કંપની બિલ્ડિંગ, રસ્તાઓ અને સંકુલોના નિર્માણ અને વિકાસનું કામ પણ કરે છે. આ સાથે તે કૃષિ, ટેક્સટાઈલ અને કંઝ્યૂમર ગુડ્સ જેવી ઈન્ડસ્ટ્રીઝ માટે પ્રોડક્ટ્સનો સોર્સ, ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ પણ કરે છે. રોકાણકારોને 8 શેર મફત મળશે, આ કંપની કરી રહી છે તૈયારી; ખરીદવા થઈ પડાપડી. શેરબજારમાં શાનદાર પ્રદર્શન છે. નવેમ્બર 2021માં કંપનીના એક શેરનો ભાવ માત્ર 14 રૂપિયા હતો, જે હવે વધીને 819.45 રૂપિયા થઇ ગયો છે. એટલે કે 3 વર્ષમાં રોકાણકારોના પૈસા 5,750 ટકા વધ્યા છે.
ભારત ગ્લોબલ ડેવલપર્સને મળ્યો નવો ઓર્ડર
ટીવી 18 લખ્યું હતું કે, ભારત ગ્લોબલ ડેવલપર્સે તાજેતરમાં જ જાહેરાત કરી હતી કે કંપનીને ગ્રીનટેક ડિવિઝન મેકકેન ઇન્ડિયા એગ્રો પ્રાઇવેટ લિમિટેડ તરફથી પહેલો મોટો ઓર્ડર મેળવ્યો છે. આ ઓર્ડર લગભગ 300 કરોડ રૂપિયાનો છે, જેમાં ચાલુ નાણાંકીય વર્ષથી શરુ થનારા 6 મહિનાના સમયગાળામાં 2,00,000 ટન કુફરી અશોકા બટાકાની સપ્લાયનો સમાવેશ થાય છે. ભારત ગ્લોબલ ડેવલપર્સ અનુસાર, આ ઉપલબ્ધી ભારત ગ્લોબલ એગ્રોટેક પ્રાઇવેટ લિમિટેડ માટે એક ખૂબ મોટી છે અને ભારતીય કૃષિ ક્ષેત્રમાં તેની સ્થિતિને મજબૂત કરે છે.
3 વર્ષમાં 1 લાખના બન્યા 58 લાખ
નવેમ્બર 2021માં કંપનીના એક શેરનો ભાવ માત્ર 14 રૂપિયા હતો, જે હવે વધીને 819.45 રૂપિયા થઇ ગયો છે. એટલે કે 3 વર્ષમાં રોકાણકારોના પૈસા 5,750 ટકા વધ્યા છે. આ સમયગાળામાં રોકાણકારોના પૈસા 58 ગણાથી વધુ વધ્યા છે. જો તમે 3 વર્ષ પહેલાં આ સ્ટોકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત, તો આજે તે રોકાણ વધીને 58 લાખ રૂપિયા થઇ ગયું હોત.
શું છે કંપનીનો બિઝનેસ
ભારત ગ્લોબલ ડેવલપર્સ લિમિટેડ ભારતની એગ્રિકલ્ચર સપ્લાય ચેઈનમાં પ્રમુખ કંપનીઓમાંથી એક છે. ભારત ગ્લોબલ કહ્યું કે, તે ભારત ગ્લોબલ ડેવલપર્સ લિમિટેડની ભવિષ્યની વિકાસ સંભાવનાઓ વિશે આશાવાદી છે અને એગ્રીટેક ઇન્ડસ્ટ્રીમાં વિસ્તાર કરવાના પોતાના પ્રયત્નો ચાલુ રાખવા માટે પ્રતિબદ્ધ છે. ભારત ગ્લોબલ ડેવલપર્સ લિમિટેડને પહેલા કેક્રાફટન ડેવલપર્સ તરીકે ઓળખવામાં આવતી હતી. કંપનીએ તાજેતરમાં જ 6 નવી સબ્સિડરીની સ્થાપનાની જાહેરાત કરી છે.
આજે અમે આપને એક એવા શેર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેણે રોકાણકારોને જબરદસ્ત રિટર્ન આપ્યું છે.
ટીવી 18 લખે છે કે, (Disclaimer: અહીં આપવામાં આવેલી શેરબજારની જાણકારી ફક્ત સામાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્સિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)