Uproar at Gujarat College and LD Engineering College with allegations of tampering with EVMs
ગાંધીનગર, 23 ફેબ્રુઆરી 2021
મોડી રાત્રે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ મોટી સંખ્યામાં કોલેજ ઉપર પહોંચી ઈવીએમ સાથે ચેડાં થતાં હોવાનો વિરોધ કર્યો હતો. પોલીસની દરમિયાનગીરીથી મામલો થાળે પડ્યો
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની આજે મતગણતરી શરૂ થઈ ગઈ છે. ત્યારે મોડી રાત્રે Evmમા ચેડા થયા હોવાની અફવાને પગલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો ગુજરાત કોલેજ તેમજ એલ.ડી.એન્જિનિયરિંગ કોલેજ પર ઉમટી પડ્યા હતા.
સૂત્રો પોકારીને હોબાળો મચાવ્યો હતો. કોલેજ ઉપર સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ થતું હોવાનું જણાવતાં મામલો થાળે પડ્યો હતો.
ગુજરાત કોલેજમાં વોર્ડની ગણતરી શરૂ થઈ છે, જેમાં ક્યાં વોર્ડ – સાબરમતી, ચાંદખેડા, રાણીપ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ગોતા, દાણીલીમડા, જોધપુર, ઇસનપુર, મણિનગર, વેજલપુર, સરખેજ, નવા વાડજ, નારણપુરા, સ્ટેડિયમ, અમરાઈવાળી, ભાઈપુરા – હાટકેશ્વર, ખોખરા, નિકોલ, વિરાટ નગર, ઓઢવ, શાહપુર, શાહીબાગ, અસારવાનો સમાવેશ થાય છે.