Urban Assembly after new Assembly delimitation in Guj
દિલીપ પટેલ
અમદાવાદ, 2025
2027માં સીમા પંચ ગુજરાતમાં નવેસરથી વિધાનસભાની હદ નક્કી કરવાનું છે. નવા સીમાંકનથી ગુજરાતમાં ધારાસભ્યોની સંખ્યા 50 સુધી વધી શકે છે. ગુજરાતમાં ધારાસભ્યોની સંખ્યા 182થી વધીને 230 સુધી થઈ શકે એવું અનુમાન છે. આ આંકડો સત્તાવાર રીતે નથી. વસ્તીના આધારે કહી શકાય. વસ્તીના આધારે વિધાનસભાની બેઠકો નક્કી થશે.
3 લાખ વસ્તીએ એક વિધાનસભા
ગુજરાતની વસતી 7 કરોડ અંદાજીએ તો એક વિધાનસભામાં સીમા પંચ દ્વારા 2 લાખની વસતી ગણવામાં આવે તો 350 બેઠક થાય છે. એક વિધાનસભાની 2 લાખ 50 હજાર વસ્તી ગણવામાં આવે તો 280 બેઠક થાય છે. એક વિધાનસભાની બેઠકમાં 3 લાખ વસ્તી ગણે તો 233 વિધાનસભા મત ક્ષેત્ર થાય છે. જોકે, સીમા પંચ રચાયું નથી કે, હજુ વસ્તીનું ધોરણ જાહેર કર્યું નથી.
સીમાનું રાજકારણ
ભાજપ સિવાયના પક્ષો જો આ ગણિત નહીં સમજે તો તેમને 2027માં સરકાર બનાવવી મુશ્કેલ બની જશે. કારણ કે, સીમા ફેર થયા છતાં 1991થી 55 ધારાસભા બેઠક એવી છે કે જ્યાં ભાજપ 2022 સુધી હાર્યો નથી. 35 બેઠક એવી છે કે એક વખત ભાજપની હાર થઈ છે. આ બેઠકો મોટા ભાગે શહેરી વિસ્તારની છે. નવા સીમાંકનમાં જો આ વિસ્તાર યથાવત રહે તો સત્તા પરિવર્તન થાય એવી શક્યતા બહુ ઓછી છે. તેથી વિપક્ષો જો સીમા પંચના રાજકારણને બારીકાઈથી નહીં સમજે તો તેમની ફરી એક વખત સત્તાથી દૂર રહેવું પડી શકે છે. વિપક્ષો શહેરોમાં વધારે ધ્યાન આપતા નથી. તેની સામે શહેરી બેઠકો 2027માં વધી જવાની છે. શહેરો ભાજપના છે જેમાં બે વિપક્ષો પગપેસારો કરવામાં બહુ ઓછાં સફળ થયા છે. ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ શહેરની 45-50 બેઠકો એવી હશે કે જ્યાં સીમા ફેરફાર થાય તો પણ સત્તાધારી પક્ષને બહુ ફેર પડતો નથી.
ધારાસભ્યોના નિવાસસ્થાન
ગાંધીનગરમાં વિધાનસભાના સભ્યો માટે નવા ક્વાર્ટર્સ બનાવાયા તેમાં 214 રહેઠાણો છે. હાલમાં, સેક્ટર-21માં ધારાસભ્યો માટે 168 રહેઠાણો છે. ઉપરાંત મંત્રી નિવાસસ્થાનમાં મંત્રીઓ, વિપક્ષી નેતાઓ, વિધાનસભાના સ્પીકર, ડેપ્યુટી સ્પીકર, ચીફ વ્હીપ અને અન્ય અધિકારીઓ માટે 47 બંગલા છે.
સૌરાષ્ટ્રમાં બેઠક
182 ધારાસભ્યોમાંથી સૌરાષ્ટ્રની 48 બેઠકો છે. 230 ધારાસભ્યો થશે તો તેમાં સૌરાષ્ટ્રના માંડ 50 ધારાસભ્ય હોઈ શકે છે. 2017માં 48 બેઠક પરથી ભાજપના 18 અને કોંગ્રેસના 30 ધારાસભ્ય હતા. 2022માં કોંગ્રેસના 1 અને આમ આદમી પક્ષના 3 ધારાસભ્યો છેલ્લે રહ્યા હતા.
સૌરાષ્ટ્ર વિસ્તારના 11 જિલ્લામાં કુલ 1,12,28,209 મતદાર 2022માં હતા. જે 25 ટકા થાય છે. ગુજરાતમાં 2022માં માં કુલ મતદારોની સંખ્યા 4 કરોડ 90 લાખ હતી. તેની સીધો મતલબ એ થયો કે, સૌરાષ્ટ્ર હવે 25 ટકા જ મતદારો ધરાવે છે.
12 લાખ નવા મતદારો નોંધાયા હતા.
સૌરાષ્ટ્રની વસતીમાં જંગી ઘટાડો થયો છે. તેથી બેઠક ઘટી શકે. અથવા બીજા વિસ્તાર વધારાની સામે ઓછો વધારો મળશે. ધારાસભ્યો અને સાંસદો ઘટવાના કારણે ગાંધીનગર અને દિલ્હીમાં સૌરાષ્ટ્રનું રાજકીય પ્રભુત્વ ઓછું થશે. તેનું કારણ એ છે કે અહીંથી લોકો હિજરત કરીને સૌરાષ્ટ્ર બહાર ગયા છે. રોજગારી ન હોવાથી અને ઉદ્યોગો ન આવવાથી વિકાસ થયો નથી.
પંદર-સોળ વર્ષમાં ભારતમાં ખૂબ મોટા પરિવર્તનો આવ્યા છે. સૌરાષ્ટ્ર કે ભારતમાં પચાસ હજારથી લાખ સુધીની વસ્તી ધરાવતા શહેરો પણ ખાલી થવા માંડ્યા છે.
ગામડાં કે નાનાં શહેરોના યુવાનોને કોઈ દીકરી પરણાવવા રાજી નથી. કારણ કે દીકરીને પોતાને જ ત્યાં જવું નથી.
એક અન્યાયની સામે હવે બીજો અન્યાય થઈ શકે છે. અમરેલી, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ જિલ્લામાં વસ્તી ઘટી છે. તેથી ત્યાં ધારાસભ્ય પણ ઘટશે. સૌરાષ્ટ્રના નાગરિકો અત્યારથી ચૂંટણી પંચ સમક્ષ કે કેન્દ્ર સરકાર સમક્ષ દબાણ નહીં કરે તો રાજકીય અન્યાય થઈ શકે છે. હાલ દક્ષિણ ભારત ઓછી વસતીનો મુદ્દો આગળ કરી રહ્યું છે.
મધ્ય ગુજરાતમાં અમદાવાદ સહિત 7 જિલ્લામાં બેઠક વધી શકે છે. 2011માં 2 કરોડ 12 લાખ વસ્તી હતી.
કચ્છમાં વસતી વધી હોવાથી એક કે બે બેઠક વધી શકે છે.
દક્ષિણ ગુજરાતમાં વસ્તી વધી હોવાથી બેઠકો વધશે.
ઉત્તર ગુજરાતમાં બેઠકો સ્થિર રહી શકે છે. અહીં 2021માં વસતી 1 કરોડ 3 લાખ હતી.
શહેરી ધારાસભ્યોની બહુમતી ધરાવતી વિધાનસભા 2027માં બનશે.
2004માં સીમાંકન વખતે ગ્રામીણ મતદારો વિધાનસભામાં પ્રભુત્વ ધરાવતા હતા. શહેરી મતવિસ્તારની સંખ્યા હવે 55 થી વધીને 60 ટકા થશે. 230 બેઠકોમાંથી લગભગ 130 બેઠકોમાં શહેરની થવાની અપેક્ષા છે.
બે વિધાનસભા
2032ની ચૂંટણી પછી ગુજરાતમાં બે વિધાનસભા કરવી જરૂરી બનશે. એક વિધાનસભા શહેરો માટે અને બીજી વિધાનસભા ગ્રામ્ય વિસ્તારો માટે. જો આમ નહીં થાય તો ગ્રામ્ય વિસ્તારના મતદારોને લોકશાહીમાં અન્યાય થશે.
લોકસભા બેઠક
2026માં ભારતની અંદાજીત વસ્તી 142 કરોડ હશે. સીમાંકન માટે મહત્વપૂર્ણ રહેશે, જે તેની વસ્તીના આધારે મત વિસ્તારની સીમા ફરીથી દોરશે. લોકસભાની કુલ બેઠકો 543 માંથી વધીને 800 પહોંચશે તો ગુજરાતમાં 42માંથી 14 મતક્ષેત્રો મહિલા માટે રહેશે.
રાજ્યસભા બેઠક
રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા સાંસદોની સંખ્યા 11થી વધીને 17ની આસપાસ થશે.
પક્ષાંતર – સ્થળાંતર
ભાજપના 161માંથી દર સાતમા ધારાભ્ય પક્ષપલટો કરીને કોંગ્રેસમાંથી લાવવામાં આવ્યા હતા. 2017થી 2022 પછી ભાજપ કોંગ્રેસના કાર્યકરોથી ભરાયો અને જીત્યો હતો. હવે સૌરાષ્ટ્ર પર આધાર રાખ્યા વગર શહેરોના કારણે જીતી શકે છે. તેથી પૂર્વ મુખ્ય પ્રધાનો નરેન્દ્ર મોદી, વિજય રૂપાણી, ભૂપેન્દ્ર પટેલે શહેરો માટે વધારે ધ્યાન આપીને ગ્રામ્ય વિસ્તારોની અવગણના કરી છે. તેથી ઘણા લોકો ગામડા છોડીને શહેરમાં આવી ગયા છે.
શહેરી વસ્તી અને વિસ્તાર
31 મોટા શહેરોનો વિસ્તાર 3,037 ચોરસ કિલોમીટર છે. જેની 2021માં વસતીનો અંદાજ 2 કરોડ 76 લાખ 50 હજાર છે.
2021માં શહેરોની વસ્તી અંદાજ
શહેરનો વિસ્તાર અને વસ્તી
શહેર ચો.કિ. વસ્તી લાખમાં 2021
અમદાવાદ – 530 – 82,53,000
સુરત – 461.6 – 74,90,000
વડોદરા – 220.33 – 22,33,000
રાજકોટ – 170 – 19,34,000
ભાવનગર – 108.27 – 7,71,000
જામનગર – 125.67 – 6,23,000
જૂનાગઢ – 160 – 4,15,000
ગાંધીનગર – 326 – 4,10,000
આણંદ – 47.89 – 3,74,000
નવસારી – 43.71 – 3,67,000
સુરેન્દ્રનગર – 58.6 – 3,29,000
મોરબી – 46.58 – 3,27,000
ગાંધીધામ – 63.49 – 3,22,000
નડિયાદ – 78.55 – 2,92,000
ભરૂચ – 43.8 – 2,90,000
પાટણ – 43.89 – 2,83,000
પોરબંદર – 38.43 – 2,82,000
મહેસાણા – 31.08 – 2,47,000
ભુજ – 56 – 2,44,000
વેરાવળ – 39.95 – 2,41,000
વાપી – 22.44 – 2,23,000
વલસાડ – 24.1 – 2,21,000
ગોધરા – 20.16 – 2,11,000
પાલનપુર – 39.5 – 1,82,000
હિંમતનગર – 21.01 – 1,81,000
કલોલ – 25.42 – 1,74,000
બોટાદ – 10.36 – 1,69,000
અમરેલી – 65 – 1,53,000
ગોંડલ – 74.48 – 1,45,000
જેતપુર – 23.27 – 1,53,000
ડીસા – 20.08 – 1,11,160
કૂલ – 3,037 – 2,76,50,000
હરીફાઈ
નવા મતવિસ્તાર બનવાથી અગાઉના ઉમેદવારો કે ધારાસભ્ય ફરી ઉમેદવારી માટે દાવેદાર થવાના છે, પરંતુ નવા વિસ્તારમાં સમાયેલી ગ્રામ પંચાયતો, નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતોના જે-તે પક્ષના વિજેતા ઉમેદવાર પણ ધારાસભાની નવી બેઠક માટે દાવેદારો થશે.
સીમા માટે વસ્તીનું ગણિત
2011થી 15 વર્ષમાં 21 ટકા વસ્તી વધી છે. 65 ટકા વસતી 35 વર્ષથી નાની, દર બીજો ગુજરાતી 25 વર્ષથી નાનો અને દર 12મો ગુજરાતી વૃદ્ધ છે. ગુજરાતની વસ્તી 170 દેશોથી વધુ છે.
ભારતના 22 રાજ્યોની રાજધાની કરતા અમદાવાદની વસ્તી વધારે છે.
2011 બાદ 15-24ના વયજુથમાં યુવાઓના પ્રમાણમાં સૌથી મોટો વધારો થયો છે. તેમની વસતી 15 વર્ષમાં 1.15 કરોડથી 1.43 કરોડ થઈ છે. વસતીમાં ગુજરાતે કર્ણાટકને પાછળ છોડ્યું છે. 2031માં તમિલનાડુથી આગળ વધી સાતમું મોટું રાજ્ય બની જશે.
2001ની વસ્તી ગણતરી પ્રમાણે 2009માં રાજ્યમાં શહેરીકરણનું પ્રમાણ 37 ટકા આસપાસ હતું. 2011ની વસતી ગણતરી પ્રમાણે 45 ટકા શહેરમાં વસ્તી. 2025માં શહેરી વસ્તી 51 ટકા થઈ છે. વસ્તી ગણતરી 2025માં પૂરી થશે ત્યારે તે વધીને 55 ટકા સુધી જઈ શકે. પણ વિધાનસભામાં 60 ટકા ધારાસભ્યોની બેઠકો શહેરી બની શકે છે. તેથી શહેર વાદ વધશે અને જ્ઞાતિવાદની ઉમેદવારો ઓછા થઈ શકે છે.
55 ટકા શહેરી વસ્તીમાં વિધાનસભાની 216 બેઠકમાંથી 115 ધારાસભ્ય શહેરના હોઈ શકે છે.
ઉમેદવાર પસંદગી માટે જ્ઞાતિ આધારિત વોટબેંક એ પ્રાથમિક પરિબળ ઓછું થશે.
ગુજરાતમાં હાલમાં 182માંથી 17 મહાનગરોમાં 74 વિધાનસભા શહેરી બની છે. ઉપરાંત નાના શહેરોનો પ્રભાવી મતદાર ગણવામાં આવે તો 85 બેઠકો શહેરી થઈ ગઈ છે.
અગાઉની જેમ દોઢથી પોણા બે લાખ મતદારોએ એક પ્રતિનિધિના સિધ્ધાંતને યથાવત રાખાય તો 34ના વધારા સાથે વિધાનસભાની બેઠકો 216એ પહોંચી શકે પણ તે 230 પણ હોઈ શકે છે.
શહેરોમાં ચાર- પાંચ કિલોમીટરની ત્રિજ્યામા એક વિધાનસભા હશે.
ઓછી વસ્તી ધરાવતા ગ્રામીણ મતક્ષેત્રોનું ક્ષેત્રફળ હાલ છે તેનાથી વધશે.
નવા સીમાંકન બાદ ગુજરાત વિધાનસભામાં 76 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે. વિધાનસભામાં 33 ટકા થશે. સ્થાનિક સરકારોમાં 50 ટકા મહિલા અનામત છે.
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા 2026માં નવા સીમાંકન આયોગની રચના કરવામાં આવશે. સીમાંકનની મુદત વર્ષ 2027માં પૂર્ણ થવાની છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા નવા સીમાંકનને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવશે. રાજ્યોને વસ્તી અને ક્ષેત્રના માપદંડોને આધારે સીમાંકન કરવાના આદેશ થશે.
વસતી ગણતરી સત્તામંડળ
ભારતની વસ્તી ગણતરીના નિયમો મુજબ પાંચ હજાર કે તેથી વધુ વસતિના નગરનો અર્બન શહેરી વિસ્તારમાં સમાવેશ કરાયો છે. નગરમાં ચોરસ કિલોમીટર દીઠ ચારસો કે વધુ વ્યક્તિઓની ઘન વસ્તી હોવી જોઈએ.
2001 બાદ દેશમાં શહેરીકરણ ખૂબ ઝડપથી થયું છે. આર્થિક , સરકારી નીતિ, વેપાર ઉદ્યોગની બદલાતી તરાહ વગેરે જવાબદાર છે.
ભારત સરકારે 2021માં જે કરવી જોઈતી હતી તે વસતિ ગણતરી કરી નથી. વસતિ ગણતરી ન કરવી એ સરકાર માટે પણ સારી વાત નથી.
વસતી ગણતરીના શહેર
1991માં ભારતમાં 1700 નગરો હતાં. વર્ષ 2001માં 5161 નગરો ભારતમાં હતા. વર્ષ 2011માં તે વધીને 7935 થયા હતા. દસ વર્ષમાં 2774 ગામ વધીને નગરો થયા. કેટલાક સાવ નવા પણ નિર્માણ પામ્યા હતા. ઔદ્યોગિક વિસ્તારમાં આવું બનતું હોય છે.
વીસ વર્ષમાં શહેરીકરણનું પ્રમાણ અભૂતપૂર્વ હદે વધ્યું અને 2011થી 2025 સુધીના 15 વર્ષમાં ભારતમાં તે 12 કે 15 હજાર શહેર થયા હોવાનું અનુમાન મૂકી શકાય તેમ છે.
દુનિયાભરમાં પ્રાચીન અને મોટા શહેરો ઘટી રહ્યાં છે. નવાં અને નાનાં શહેરો વધી રહ્યાં છે. પણ ભારતમાં જૂના અને મોટાં શહેરો ઘટી રહ્યાં નથી. વધુ મોટા બની રહ્યા છે.
અમદાવાદ, સુરત, રાજકોટ 25 વર્ષમાં 3 ગણા મોટા થયા છે. આજ સુધીના ઇતિહાસમાં દુનિયામાં આટલી ઝડપે ભાગ્યે જ કોઇ શહેરો વધ્યા હશે.
નાના નગરો મોટા શહેરોની પડોશમાં કે સરહદો પર વધ્યા છે.
પક્ષો અને કંપનીઓ માટે મોટા શહેરો ફાયદાકાર
શહેરો જેટલા મોટા બને તે મોટી કંપનીઓ તેમ જ વેપાર વણજ માટે ફાયદાકારક છે. વસ્તી ગણતરીના દસ્તાવેજોમાં અનેક કંપનીઓને કામ આવે એવી માહિતીનો ખજાનો હોય છે.
ગામડાં કે શહેરોમાં વસતા લોકોનું પ્રમાણ, દેશના શહેરો, મોટા શહેરો, ગામડા વગેરેની સંખ્યા, ગામ કે શહેરમાં વસતા કુટુંબોની સંખ્યા, વીજ, ઈન્ટરનેટ, કૂકિંગ ગેસ, મોબાઈલ, વાઇફાઇ વગેરેનું જોડાણ, વાહનોની માલિકી વગેરે મહત્વની વિગતો ધંધા અને રાજકારણના માર્કેટિંગ માટે ધંધો વિસ્તારવા માટેનું ઓજાર બની જાય છે.
બીજી તરફ આઈટી ક્રાંતિ બાદ અનેક મધ્યમ કદના શહેર બેફામ વિસ્તર્યા છે. ત્યાં કામ અને મકાનો મળી રહે છે. યુગલો એકલા રહેવાનું પણ વધુ પસંદ કરવા માંડ્યા છે.
ભારતની માળખાકીય સવલતોના બાંધકામમાં આ ચૌદ વરસમાં નોંધપાત્ર વૃદ્ધિ થઇ છે. આધુનિક ટેકનોલોજી જેમ કે ઈન્ટરનેટ, ફાઈવ-જી, વાઈ-ફાઈ સેવાઓ પણ લગભગ સર્વત્ર પહોંચી ગયા છે.
મસ્કની સ્ટારલિંક કંપની સેટેલાઈટ અર્થાત આકાશમાં તરતા ઉપગ્રહોમાંથી સીધી સ્માર્ટ- ફોનમાં સેવા આપશે.
નવી વસ્તી ગણતરીના આંકડાઓમાં સેલફોન કનેકશનના આંકડા એકસો પંદર કરોડથી વધુ સંખ્યામાં હશે. દુનિયાની કંપનીઓ માટે આ એક કમાણી કરવાનો મોટો મધપૂડો છે.
10 વર્ષમાં 95 હજાર કિલોમિટરના રાષ્ટ્રીય ધોરીમાર્ગો બાંધવામાં આવ્યા છે. લોકોની, પ્રવાસીઓની અને નોકરિયાતો, કામદારો અને મજૂરોની હેરફેરનું પ્રમાણ વધારાના નવા વિક્રમસર્જક આંકડા પણ સામે આવશે.
દેશમાં 40 ટકા વસતી શહેરોમાં રહે છે. ગુજરાતમાં તે 50 ટકા ઉપર છે.
ખાલી થઇ ગયેલાં ગામડા વધુ ખાલી થશે. મજૂરો ન મળતાં ઊંચી મજૂરીના દરને કારણે ખેતપેદાશો વધુ મોંઘી થશે. લોકોને મોટા શહેરોનો મોહ છૂટતો નથી.
નવું સિમાંકન
વર્ષ 2008માં મંજૂરી મળ્યા બાદ ગુજરાતમાં નવું સીમાંકન અમલી બન્યુ છે. નવા સીમાંકન પહેલા કઇ બેઠકો હતી અને નવા સીમાંકન બાદ કઇ બેઠકો છે તેની વિગતો અહીં આપી છે. નવા સીમાંકન બાદ વિધાનસભાની સૌપ્રથમ વાર ચૂંટણી યોજાઇ, આ પહેલા ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2009 નવા સીમાંકન મુજબ યોજાઇ હતી. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012 સૌ પ્રથમવાર નવા સીમાંકન મુજબ યોજાઇ રહી હતી. ત્યારે રાજકીય સમીકરણો બદલાતા તમામ રાજકીય પક્ષો મતો આકર્ષવાની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
1 કચ્છ
પૂર્વ સીમાંકન 1 અબડાસા 2 માંડવી 3 ભુજ 4 મુન્દ્રા (SC) 5 અંજાર 6 રાપર
સીમાંકન પછી 1 – અબડાસા 2 – માંડવી 3 – ભુજ 4 – અંજાર 5 – ગાંધીધામ 6 – રાપર
2 સુરેન્દ્રનગર
પૂર્વ સીમાંકન 7 દસાડા (SC) 8 વઢવાણ 9 લીંબડી 10 ચોટીલા 11 હળવદ 12 ધ્રાંગધ્રા
સીમાંકન પછી 60 – દસાડા (SC) 61 – લીંબડી 62 – વઢવાણ 63 – ચોટીલા 64 – ધ્રાંગધ્રા
3 રાજકોટ
પૂર્વ સીમાંકન 13 મોરબી 14 ટંકારા 15 વાંકાનેર 16 જસદણ 17 રાજકોટ-1 18 રાજકોટ-2 19 રાજકોટ ગ્રામ્ય (SC) 20 ગોંડલ 21 જેતપુર 22 ધોરાજી 23 ઉપલેટા
સીમાંકન પછી: 65 – મોરબી, 66 – ટંકારા, 67 – વાંકાનેર, 68 – રાજકોટ પૂર્વ, 69 – રાજકોટ પશ્ચિમ, 70 – રાજકોટ દક્ષિણ, 71 – રાજકોટ ગ્રામ્ય (SC) 72 – જસદણ, 73 – ગોંડલ, 74 – જેતપુર, 75 – ધોરાજી
4. જામનગર
સીમાંકન પહેલા: 24 જોડિયા, 25 જામનગર, 26 જામનગર ગ્રામ્ય (SC) 27 કાલાવડ, 28 જામજોધપુર, 29 ભાણવડ, 30 ખંભાળિયા, 31 દ્વારકા
સીમાંકન પછી: 76 – કાલાવડ (SC) 77 – જામનગર ગ્રામ્ય, 78 – જામનગર ઉત્તર, 79 – જામનગર દક્ષિણ, 80 – જામજોધપુર, 81 – ખંભાળિયા, 82 – દ્વારકા
5. જૂનાગઢ
સીમાંકન પહેલા: 34 માંગરોળ, 35 માણાવદર, 36 કેશોદ (SC) 37 તાલાલા 38 સોમનાથ 39 ઉના 40 વિસાવદર 41 માળીયા 42 જૂનાગઢ 47 કોડીનાર
સીમાંકન પછી 85 – માણાવદર 86 – જૂનાગઢ 87 – વિસાવદર 88 – કેશોદ 89 – માંગરોળ 90 – સોમનાથ 91 – તાલાલા 92 – કોડીનાર (SC) 93 – ઉના
6 અમરેલી
સીમાંકન પહેલા 43 બાબરા 44 લાઠી 45 અમરેલી 46 ધારી 48 રાજુલા 53 કુંડલા
સીમાંકન પછી 94 – ધારી 95 – અમરેલી 96 – લાઠી 97 – સાવરકુંડલા 98 – રાજુલા
7 ભાવનગર
સીમાંકન પહેલા 49 બોટાદ 50 ગઢડા (SC) 51 પાલિતાણા 52 સિહોર 54 મહુવા 55 તળાજા 56 ઘોઘા 57 ભાવનગર (ઉત્તર) 58 ભાવનગર (દક્ષિણ).
સીમાંકન પછી 99 – મહુવા 100 – તળાજા 101 – ગારીયાધાર 102 – પાલિતાણા 103 – ભાવનગર ગ્રામ્ય 104 – ભાવનગર પૂર્વ 105 – ભાવનગર પશ્ચિમ 106 – ગઢડા (SC) 107 – બોટાદ
8 અમદાવાદ
પૂર્વ સીમાંકન 59 ધંધુકા 60 ધોળકા 61 બાવળા (SC) 62 મંડળ 63 વિરમગામ 64 સરખેજ 65 દસ્ક્રોઇ 67 સાબરમતી 68 એલિસ બ્રિજ 69 દરિયાપુર કાઝીપુર 70 શાહપુર 71 કાલુપુર 72 અસારવા શહેર 74 ખાડિયા (એસસી) 73 76 જમાલપુર 77 મણિનગર 78 નરોડા
સીમાંકન પછી 39 – વિરમગામ 40 – સાણંદ 41 – ઘાટલોડિયા 42 – વેજલપુર 43 – વટવા 44 – એલિસબ્રીજ 45 – નારણપુરા 46 – નિકોલ 47 – નરોડા 48 – ઠક્કર બાપા નગર 49 – બાપુનગર 50 – અમરાઈવાડી 51 – દરિયાપુર 52 – જમાલપુર-ખાડિયા 53 – મણિનગર 54 – દાણીલમવા 56 – દાણીલમાર5 (SC) 57 – દસ્ક્રોઇ 58 – ધોળકા 59 – ધંધુકા
9 ગાંધીનગર
પૂર્વ સીમાંકન 66 દહેગામ 79 ગાંધીનગર 80 કલોલ 84 માણસા
સીમાંકન પછી 34 – દહેગામ 35 – ગાંધીનગર દક્ષિણ 36 – ગાંધીનગર ઉત્તર 37 – માણસા 38 – કલોલ
10 મહેસાણા
10 મહેસાણા પૂર્વ સીમાંકન 81 કડી 82 જોટાણા (SC) 83 મહેસાણા 85 વિજાપુર 86 વિસનગર 87 ખેરાલુ 88 ઊંઝા
સીમાંકન પછી 20 – ખેરાલુ 21 – ઊંઝા 22 – વિસનગર 23 – બેચરાજી 24 – કડી (SC) 25 – મહેસાણા 26 – વિજાપુર
11 બનાસકાંઠા
સીમાંકન પહેલા 95 વાવ 96 દિયોદર 97 કાંકરેજ 98 ડીસા 99 ધાનેરા 100 પાલનપુર 101 વડગામ (SC) 102 દાંતા
સીમાંકન પછી 7 – વાવ 8 – થરાદ 9 – ધાનેરા 10 – દાંતા (ST) 11 – વડગામ (SC) 12 – પાલનપુર 13 – ડીસા 14 – દિયોદર 15 – કાંકરેજ
12 સીમાંકન પહેલા સાબરકાંઠા 103 ખેડબ્રહ્મા (ST) 104 ઇડર (SC) 105 ભિલોડા 106 હિંમતનગર 107 પ્રાંતિજ 108 મોડાસા 109 બાયડ 110 મેઘરજ
સીમાંકન પછી 27 – હિંમતનગર 28 – ઇડર (SC) 29 – ખેડબ્રહ્મા (ST) 30 – ભિલોડા (ST) 31 – મોડાસા 32 – બાયડ 33 – પ્રાંતિજ
13 પંચમહાલ પૂર્વ સીમાંકન 111 સંતરામપુર 117 રાજગઢ 118 હાલોલ 119 કાલોલ 120 ગોધરા 121 શહેરા 122 લુણાવાડા
સીમાંકન પછી 122 – લુણાવાડા 123 – સંતરામપુર (ST) 124 – શહેરા 125 – મોરવા હડફ (ST) 126 – ગોધરા 127 – કાલોલ 128 – હાલોલ 14 કૈરા
14 ખેડા
સીમાંકન પહેલા 124 બાલાસિનોર 125 કપડવંજ 126 થાસરા 128 કાથલાલ 129 મહેમદાવાદ 130 મહુધા 131 નડિયાદ 132 ચકલાસી 137 માતર
સીમાંકન પછી 115 – માતર 116 – નડિયાદ 117 – મહેમદાવાદ 118 – મહુધા 119 – ઠાસરા 120 – કપડવંજ 121 – બાલાસિનોર
15 બરોડા
સીમાંકન પહેલા 141 છોટા ઉદેપુર (ST) 142 જેતપુર 143 નસવાડી (ST) 144 સંખેડા (ST) 145 ડભોઈ 146 સાવલી 147 બરોડા શહેર 148 સયાજીગંજ 149 રાવપુરા 150 વાઘોડિયા 151515 કરજણ (SC)
સીમાંકન પછી 135 – સાવલી 136 – વાઘોડિયા 137 – છોટા ઉદેપુર (ST) 138 – જેતપુર (ST) 139 – સંખેડા (ST) 140 – ડભોઈ 141 – વડોદરા સિટી (SC) 142 – સયાજીગંજ 143 – અકોટા 144 – રાવપુરા -145 – રાવપુરા -147 – પ. કરજણ
16. બ્રોચ
પૂર્વ સીમાંકન 154 જંબુસર 155 વાગરા 156 બ્રોચ 157 અંકલેશ્વર 158 ઝગડિયા (ST)
સીમાંકન પછી 150 – જંબુસર 151 – વાગરા 152 – ઝગડિયા (ST) 153 – ભરૂચ 154 – અંકલેશ્વર
17. સુરત
પૂર્વ સીમાંકન 161 નિઝર (ST) 162 માંગરોલ (ST) 163 સોનગઢ (ST) 164 વ્યારા (ST) 165 મહુવા (ST) 166 બારડોલી (ST) 167 કામરેજ (ST) 168 ઓલપાડ 169 સુરત શહેર (ઉત્તર) 170 સુરત શહેર (પૂર્વ) 171 સુરત શહેર (પશ્ચિમ) 172 ચોર્યા
સીમાંકન પછી: 155 – ઓલપાડ 156 – માંગરોળ (ST) 157 – માંડવી (ST) 158 – કામરેજ 159 – સુરત પૂર્વ 160 – સુરત ઉત્તર 161 – વરાછા રોડ 162 – કરંજ 163 – લિંબાયત 164 – ઉધના – મજરા – 16મજુરા – 16 નગર પશ્ચિમ 168 – ચોર્યાસી 169 – બારડોલી (SC) 170 – મહુવા (ST) 171 – વ્યારા (ST) 172 – નિઝર (ST)
)
18 વલસાડ
સીમાંકન પૂર્વ 178 વલસાડ 179 ધરમપુર (ST) 180 મોટા પોંઢા (ST) 181 પારડી (ST) 182 ઉમરગાંવ (ST)
સીમાંકન પછી 178 – ધરમપુર (ST) 179 – વલસાડ 180 – પારડી 181 – કપરાડા (ST) 182 – ઉમ્બરગાંવ (ST)
19 ડોંગ
પૂર્વ સીમાંકન 177 ડાંગ-બાંસદા (SC)
સીમાંકન પછી 173 – ડાંગ (ST)
20 પોરબંદર
સીમા
પૂર્વ 32 પોરબંદર 33 કુતિયાણા
સીમાંકન પછી 83 – પોરબંદર 84 – કુતિયાણા
21 પાટણ પૂર્વ સીમાંકન 89 સિદ્ધપુર 90 વાગડોદ 91 પાટણ 92 ચાણસ્મા 93 સમી 94 રાધનપુર
સીમાંકન પછી 16 – રાધનપુર 17 – ચાણસ્મા 18 – પાટણ 19 – સિદ્ધપુર
22 દોહાદ
સીમાંકન પહેલા 112 ઝાલોદ (ST) 113 લીમડી (ST) 114 દોહાડ (ST) 115 લીમખેડા (ST) 116 દેવગઢ બારિયા 123 રણધિકપુર (ST)
સીમાંકન પછી 129 – ફતેપુરા (ST) 130 – ઝાલોદ (ST) 131 – લીમખેડા (ST) 132 – દાહોદ (ST) 133 – ગરબાડા (ST) 134 – દેવગઢબારિયા
23 આણંદ
પૂર્વ સીમાંકન 127 ઉમરેઠ 133 આણંદ 134 સારસા 135 પેટલાદ 136 સોજીત્રા (SC) 138 બોરસદ 139 ભાદરણ 140 ખંભે
સીમાંકન પછી 108 – ખંભાત 109 – બોરસદ 110 – આંકલાવ 111 – ઉમરેઠ 112 – આણંદ 113 – પેટલાદ 114 – સોજીત્રા
24 નર્મદા
પૂર્વ સીમાંકન 159 દેડિયાપાડા (ST) 160 રાજપીપળા (ST)
સીમાંકન પછી 148 – નાંદોદ (ST) 149 – ડેડિયાપાડા (ST)
25 નવસારી
પૂર્વ સીમાંકન 173 જલાલપોર 174 નવસારી (ST) 175 ગણદેવી 176 ચીખલી (ST)
સીમાંકન પછી: 174 – જલાલપોર
175 – નવસારી
176 – ગણદેવી (ST)
177 – વાંસદા (ST)
26 તાપી
પૂર્વ સીમાંકન: 161 નિઝર (ST)
164 વ્યારા (ST)
સીમાંકન પછી: 171 વ્યારા
172 નિઝર
ગુજરાતી
English





