અમદાવાદના મેયર બિજલ પટેલ અવારનવાર કોઈ વિવાદમાં ચર્ચામાં આવતાં જ રહે છે. નારોલ અગ્નિકાંડની ઘટનાને સામાન્ય ગણાવતાં લોકોએ તેમની ઝાટકણી કાઢી હતી. અને હવે ફરી એકવાર અમદાવાદના મેયર બિજલ પટેલ ટ્વીટર પર ગંદી રીતે ટ્રોલ થયા છે. ચાર નવી શબવાહિની ખરીદી હોવાની ટ્વીટ કરતાં લોકોએ મેયરની ઝાટકણી કાઢી હતી. અમદાવાદના મેયર બિજલ પટેલ ટ્વીટ કરીને શહેરીજનોને જાણકારી આપતાં લખ્યું કે, અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા મારા બજેટમાંથી નવી ખરીદવામાં આવેલ 4 શબ વાહિની આજથી કાર્યાન્વિત કરવામાં આવી છે,શહેરીજનોને ઝડપથી આ સેવા મળી શકે તે હેતુથી આ નિર્ણય કરવામાં આવ્યો છે. બસ પછી તો શું હતું, લોકોને મેયર બિજલ પટેલની આ વાત પસંદ આવી ન હતી. અને તેઓએ બિજલ પટેલને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. જુઓ લોકોની પ્રતિક્રિયા:
ઉદઘાટન કરવા કોઈ મંત્રી આવશે કે આત્મનિર્ભર બનવા નાં છો તમે?
શબવાહિની નાં વધામણાં હોતા હશે કોઈ દિવસ?
મારા બજેટ માંથી તો એવી રીતે લખે છે કે નોકરીમાં ઓવર ટાઈમ કરી ને પૈસા કમાઈ ને ખર્ચ્યા હોય.
— Nital Khatri (@nitalkhatri) November 26, 2020
મૅડમ તમારુ બજેટ કોરોના સામે ની જંગ મા વાપરો આ શબ વાહિની ખરીદવાની જરૂર જ નહી પડે.
બજેટ માંથી સિવિલ હોસ્પિટલ મા સુવિધા ઉપલબ્ધ કરાવો— Chirag Patel (@ChiragP97560456) November 26, 2020
આ સેવાનો લાભ કોઈપણ શહેરીજનને ના મળે એવી પ્રાર્થના કરો.
શબ વાહિની છે એમ્બુલંસ નહી જો સેવા ઝડપથી આપવા માગો છો..— Ronit Barot (@ronit_barot) November 26, 2020
બજેટ તમારું પણ પૈસા તો અમારા જ છે ને, તમે થોડા ક્યાંય કમાવા જાવ છો..
— RajBhadarka (@RajBhadarka) November 25, 2020