ગાંધીનગર, 23 જૂન 2021
ગુજરાતમાં સારા વરસાદથી ખેડૂતો ભીમ અગિયારસથી વાવણી શરૂં કરી છે. 58 લાખ ખેડૂતોમાંથી મોટાભાગના ખેડૂતો 95 લાખ હેક્ટર જમીનમાં વાવણી કરતાં પહેલાં બિજામૃત્તનો ભરપુર ઉપયોગ કરતાં જોવા મળે છે. જેનાથી જંતુનાશક દવા, ખાતરનો ઉપયોગ ઓછો થાય છે અને ઉત્પાદનમાં સારો એવો વધારો થાય છે.
આ વખતે મોંઘા કેમીકલ વાળા બીજ પટનો ઉપયોગ કરવાના બદલે 0 ખર્ચમાં બીજ સંસ્કાર એટલે બિજામૃત્તનો ઉપગોય વધ્યો છે. બીજામૃત બીજ માટે અમૃતની જેમ કામ કરે છે. બિયારણ પર તેનો પટ ચળાવવામાં આવે છે. કોઈપણ પાકની વાવણી કરતાં પહેલા તેના બિયાણ માટે સારવાર તરીકે બીજામૃતનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં બિયારણને પટ આપી કે બિજામૃત્તમાં પલાળી રાખી બીજા દિવસે પાણી સૂકવી અને પછી વાવણી કે રોપણી કરવામાં આવી રહી છે.
બીંયાને છોડના પ્રારંભિક તબક્કે પાકને જંતુઓ અને રોગો સામે રક્ષણ આપે છે. બીજની અંકુરણ ક્ષમતામાં વધારો થાય છે. બીજનું આરોગ્ય સારું તો ઉગાવો સારો થાય છે. ઉગાવો સારો થાય તો છોડ સારો થાય છે. રોગ લાગતો નથી. છોડનું સ્વસ્થ વધે છે. કોમળ મૂળને ફૂગથી રક્ષણ મળે છે. અંકુરિત બીના મૂળને નુકસાનકારક બેક્ટેરિયાથી રક્ષણ પૂરું પાડે છે.
જીવમૃતમાં વપરાતાં તત્વોથી બનાવવામાં આવે છે. સારવાર છે. તે જમીન કે હવા દ્વારા થતાં રોગ સામે બી અને છોડને રક્ષણ આપે છે.
બનાવવાની પ્રક્રિયા
બીજામૃત બનાવવી એ ખૂબ જ સરળ પ્રક્રિયા છે અને તે એક જ દિવસમાં તૈયાર થઈ જાય છે. દેશી ગાયના છાણ, ગૌમૂત્ર, ચૂનો, માટી, ગોળ, કાચા દૂધનો ઉપયોગ થાય છે. બીજમૃતનો ઉપયોગ કરવાથી પાકને રોગો થતો નથી. સુભાષ પાલેકર પદ્ધતિની 0 બજેટ ખેતી છે.
બનાવવાની રીતમાં ક્રમ પ્રમાણે બધું એકઠું કરીને તેને કપડાંથી ઢાંકી 24 કલાક છાંયામાં રાખી બે કે 3 વખત હલાવી બિયાણને તેમાં પલાળીને પટ આપીને પછી વાવણી કરવામાં આવે છે.
બિજામૃત્ત – 1
10 લિટર પાણી
1 કિલો દેશી ગાયનું છાણ
1 લિટર ગૌ મૂત્ર
10 ગ્રામ હિંગ
50 ગ્રામ ચૂનો
250 એમ એલ દેશી ગાયનું દૂધ
100 કિલો બીજ માટે બિજામૃત્ત – 2
પાણી – 10 લિટર,
દેશી ગાયનું મૂત્ર -3 લિટર,
દેશી ગાયનું છાણ – 2 કિલો,
ચૂનો -50 ગ્રામ (પાતળી ફોતરી વાળા કઠોળ માટે વાપરવું નહીં)
ખેતરની એક મુઠ્ઠી માટી નાંખવામાં આવે છે.
ગોળ ભેળવવામાં આવે તો તેની પોષણ મૂલ્ય વધી જાય છે.
100 કિલો ડાંગર બીજ માટે બીજામૃત્ત – 3
1. દેશી ગાય કે ભેંસનું છાણ 5 કિલો
2. દેશી ગાયનો પેશાબ 5 લિટર
3. કાચું દૂધ 500 મિલી
4. સાદું પાણી 5 લિટર
5. ચૂનો: 250 ગ્રામ
બીજામૃતમાં પોષક અને માઇક્રોબ આટલા પ્રમાણમાં હોય છે.
માત્રા-ક્વોન્ટીટી પીપીએમ
1. પીએચ: (પીએચ) 7.8 થી 8.2
2. નાઇટ્રોજન 40
3. ફોસ્ફરસ 160
4. પોટાશ 255
5. કોપર 0.5
6. આયર્ન 15.5
7. ઝિંક 3
8. મેંગેનીઝ 3.5
9. ફૂગ 10.5 * 103 સીએફયુ / મિલી.
10. બેક્ટેરિયા 15.4 * 105 સીએફયુ / મિલી.
બીજામૃતનો ઉપયોગ
બીજમૃત મોટાભાગે અનાજ, ડાંગર, ઘઉં, મકાઈ, બાજરી, કઠોળ, તેલીબિયાં વગેરેનાં પાકની બીજ ઉપચાર માટે વપરાય છે. ડાંગરના બીજને અંકુરણ માટે બીજામૃતમાં જરૂરી માત્રામાં ભળી દો.
ચૂનાનો ઉપયોગ
ડાંગર જેવા બરછટ અને મજબૂત ભૂસિયા બીજ માટે ચૂનાનો ઉપયોગ કરો. પાતળા અને નરમ ત્વચાવાળા બિયારણો જેમ કે મગ, ચણા, સરસવ જેવા દાણા માટે ચૂનાનો ઉપયોગ ન કરો.
ગોળનો ઉપયોગ
બીજામૃતને વધુ શક્તિશાળી અને અસરકારક બનાવવા માટે ગોળનો ઉપયોગ કરી શકો છો. ગોળ એ બધા પોષક તત્વો જેવા કે કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, સલ્ફર, આયર્ન, મેંગેનીઝ ધરાવે છે. બીજ પર આવરણ ચઢાવવામાં આવે છે.
કરોડો બેક્ટેરિયા
દેશી ગાયના એક ગ્રામના છાણમાં 300 થી 500 કરોડ સુક્ષ્મજીવો-બેક્ટેરિયા જોવા મળે છે. બીજામૃત્ત સૂક્ષ્મજીવાણુઓની સંખ્યામાં વધારો કરવા માટે ગોળ ઉમેરવામાં આવે છે. ખેતરમાં કરોડો સૂક્ષ્મ જીવો જમીનમાં છોડ માટે ખોરાક બનાવે છે. જેથી કોઈ બાહ્ય સામગ્રીની જરૂર ન પડે.
પોષણ
છોડના પોષણ માટે જરૂરી તમામ 16 તત્વો પ્રકૃતિમાં ઉપલબ્ધ છે. તેમને છોડના આહારમાં રૂપાંતરિત કરવાની ક્રિયા જમીનમાં મળતા કરોડો સૂક્ષ્મજીવો દ્વારા કરવામાં આવે છે. છોડ તેના પોષણ માટે જમીનમાંથી આવશ્યક પોષક તત્વો લે છે.
વળી જંતુનાશક તુલસી, લીમડો, કરંજ, જામફળ, લસણ, મરચા અને તમાકુ જંતુનાશકોનો ઉપયોગ છોડ મોટો થાય પછી કરવામાં આવે છે.