માણસોના ડોક્ટર કરતાં ગુજરાતના પશુના ડોક્ટરો શ્રેષ્ઠ સાબિત થયા, 5 કરોડ પશુઓને રસી આપી

ગાંધીનગર, 29 મે 2021

ગુજરાતમાં ગાય 1 કરોડ, ભેંસ 1 કરોડ, ઘેટા 20 લાખ, બકરાં 50 લાખ છે. જેને ગળસુંઢો, ગાંઠીયો તાવ, બ્રવેક્ષ કે બ્રુસેલા, ખરવા મોવાસા, હડકવા, પીપીઆર છે. રોજ 2 કરોડ લિટર દૂધ આ પશુઓ આપે છે. રોગ ન થાય અને રોગ વાળું દૂધ લોકો ન પીવે તે માટે રસી અપાય છે. તે રસી આપેલા પશુઓનું દૂધ પીવામાં આવે છે. ગુજરાતમાં ઇ.સ. 2020માં 5 કરોડ પશુ અને પક્ષીઓને રસી આપી દેવામાં આવી છે.

આમ ગુજરાતમાં 2 હજારનો સ્ટાફ ધરાવતાં પશુ પાલન વિભાગના તબિબો માણસોના આરોગ્ય વિભાગના લાખોના સ્ટાફ કરતાં સવાયા પૂરવાર થયા છે. જો 5 કરોડ પશુઓને રસી ન આપી હોત તો તેમનું રોગીષ્ઠ દૂધ, માંસ અને ઈંડા ખાઈને લોકો બિમાર પડ્યા હોત.

શંકર ગાયનું 42 લાખ ટન દૂધ લોકો પીવે છે

રોજ 2 કરોડ લિટર દૂધ આ પશુઓ આપે છે. બનાસ ડેરી સૌથી વધું 60 લાખ કિલો દૂધ મેળવે છે. સૌથી ઓછું દૂધ જામનગરમાં 50 હજાર લિટર રોગનું પેદા થાય છે. શંકર ગાય 9 લીટર અને દેશી ગાય 4.46 લિટર દૂધ આપે છે. શંકર ગાયનું 42 લાખ ટન, દેશી ગાયનું 32 લાખ ટન , ભેંસનું 75 લાખ ટન, બકરીનું 3.30 લાખ ટન દૂધ 2020માં પેદા થયું હતું. જે તમામ પશુઓને રસી આપેલી હતી. જે રસી ધરાવતું દૂધ ગુજરાતના લોકો પીવે છે. એ રીતે મરઘીઓને રસી આપવામાં આવે છે જેના વર્ષે 200 કરોડ ઈંડા પેદા થાય છે.

60 લાખ પક્ષીઓને 10 જેટલાં રોગો માટે રસી આપવામાં આવી છે.

1800 હોસ્પિટલો અને દવાખાના છે. જેમાં પશુઓમાં ફેલાતા રોગનું સંશોધન કરવા માટે 18 એકમો છે. પણ માણસના રોગ માટે નથી. તે માટે આઉટસોર્સથી 900 તબિબો રાખેલા છે. પશપાલન ખાતાનો કુલ 4 હજાર લોકોનો સ્ટાફ છે.

કરા રોગના કેટલી રસ આપવામાં આવી

3 કરોડ ડોઝ રોગપ્રતિકારના

એફએમડી રસીમાં એન્ટિજેન એ સક્રિય ઘટક છે, તે પદાર્થ જે રોગપ્રતિકારક પ્રતિભાવને ઉત્તેજિત કરે છે. કારણ કે એફએમડીમાં આ પ્રકારની વ્યાપક સંભવિત આર્થિક અસર હોય છે, તેથી સરકારો સામાન્ય રીતે રોગ-નિયંત્રણના પ્રયત્નો અને રસીના પ્રોગ્રામ કરેલ ઉપયોગનું સંચાલન કરે છે. સરકારની માલિકીની કંપનીઓ બનાવે છે.

એચએસ રસીના 85 લાખ ડોઝ

હેમોરોજિક સેપ્ટીસીમિયા (એચએસ) ગળસુંધો રોગ પશુઓ માટે મહત્વનો રોગ છે, જે પેશ્ટેરેલા મલ્ટોસિડા (6: બી) દ્વારા થાય છે. આ રોગ સામે રસીકરણ વ્યાપકપણે પ્રચલિત છે. સાદા બ્રોથ બેક્ટેરિયા, અથવા ફટકડીના અવરોધ અને એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ જેલ રસી વર્ષમાં બે વાર આપવામાં આવે છે. 6 મહિનાની પ્રતિરક્ષા આપે છે. 85 લાખ પશુઓને રસ એક વર્ષમાં આપવામાં આવી છે.

બ્લેકવાર્ટર રસી

બ્લેકવાર્ટર (બીક્યુ) રસીનો ઉપયોગ પશુ, ભેંસ, ઘેટાં અને બકરામાં ક્લોસ્ટ્રિડિયમ ચોવોઇના ચેપથી થતાં બ્લેકવાઈટર રોગને નિયંત્રણમાં રાખવા પ્રોફીલેક્ટીક પગલાં માટે થાય છે. બ્લેક ક્વાર્ટર રોગ સામે પ્રોફીલેક્ટીક રસી છે. ગુજરાતમાં 5 લાખ પશુને આપવામાં આવી છે.

ઈટી 15 લાખ ડોઝ

ENTEROTOXAEMIA (ET) રસી એ ઘેટાં અને બકરાઓમાં ક્લોસ્ટ્રિડિયમ વેર્ફેરેશન પ્રકાર ડી ચેપને લીધે, એન્ટોટોક્સેમિયા રોગને નિયંત્રિત કરવા પ્રોફીલેક્ટીક પગલાં માટે વપરાય છે, જેને ‘પલ્પ મૂત્રપિંડ રોગ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

દર વર્ષે આપવામાં આવે છે. કેટલીકવાર સોજો આવે છે. 15 લાખ ઘેટા અને બકરાને આપવામાં આવી છે.

F1-Strain

રાણીખેત રોગની રસી છે. 10 લાખ આપવામાં આવી છે. રાણીખેત રોગ ‘એફ’ તાણ એ લેન્ટોજેનિક તાણ છે. આ રસી જીવંત નબળા રણીખેત રોગ ‘એફ’ સ્ટ્રેઇન વાયરસ વહન કરે છે જે એસપીએફ ચિકન ઇંડામાં ફેલાય છે અને સ્થિર સૂકા સ્વરૂપમાં ઉપલબ્ધ છે. વાયરસ હોય છે. બીજી રસી સાથે 5 જિલ્લામાં 60 લાખ મરઘાઓને રસી આપવામાં આવી છે .

કૃત્રિમ વીર્ય દાન

80 લાખ પશુઓને કૃત્રિમ રીતે ગર્ભધાન કરાવવામાં આવે છે એ કામ તો અલગ. જેમાં ભાજપ સરકાર પવિત્ર શુદ્ધ ગાય માતા માને છે એવી લાખો ગાયોને કૃત્રિમ રીતે વીર્ય આપીને ગર્ભવતી બનાવવામાં આવે છે.

વેક્સીનના
જિલ્લો ડોઝ
અપાયા
સુરત 2276123
નર્મદા 488842
ભરૂચ 812012
ડાંગ 249577
નવસારી 1437451
વલસાડ 1249306
તાપી 1375011
દક્ષિણ ગુ.
અમદાવાદ 1714503
અણંદ 2506334
ખેડા 2384620
પંચમહાલ 2566540
દાહોદ 2329571
વડોદરા 1138935
મહિસાગર 2516986
છોટાઉદેપુર 1395860
મધ્ય ગુ.
બનાસકાંઠા 6171027
પાટણ 1155553
મહેસાણા 1513212
સાબરકાંઠા 1967233
ગાંધીનગર 1418622
અરાવલી 2007400
ઉત્તર ગુજ.
કચ્છ 2260369
સુરેન્દ્રનગર 1705892
રાજકોટ 1266888
જામનગર 833950
પોરબંદર 466681
જૂનાગઢ 892648
અમરેલી 968594
ભાવનગર 1544430
મોરબી 921333
બોટાદ 260334
સોમનાથ 673844
દ્વારકા 611668
સૌરાષ્ટ્ર
ગુજરાત કૂલ 51081349