સરકાર કેળાંનો ચાંદી જેવો ભાવ ગણે છે, નુકસાન 7500 કરોડનું ને સહાય 1 ટકો

ગાંધીનગર, 30 મે 2021

રાજ્ય સરકારના મહેસુલ વિભાગ દ્વારા 12 જાન્યુઆરી 2021ના રોજ એક લેખિત આદેશ કરેલો છે. જેમાં કેળના વૃક્ષની કિંમત રૂપિયા 1500 ગણી છે. સરકારના ભાવ ગણવામાં આવે તો ખેડૂતોને કેળામાં નુકસાન રૂપિયા 15 હજાર કરોડ થાય છે.

પણ સરકાર હેક્ટર દીઠ તમામને સહાય ચૂકવે તો પણ રૂપિયા 300 કરોડથી વધું ન થાય. 60 લાખના કેળાં ખતમ થઈ ગયા હોય તો, સરકારે સારી રીતે સરવે કર્યો ન હોવાથી કેળામાં 20-30 કરોડ રૂપિયાથી વધું ખેડૂતોને નહીં ચૂકવે. કેળાંના ખેતરનો સર્વનાશ થયો હોય તો 20-30 હજારથી વધું નથી આપતી.

ચાંદીના કેળાં

એક હેક્ટરે કેળ 2500 થી 4500 સુધી કેળ વાવી શકાય છે. આમ, એક હેકટરમાં વાવવામાં આવતી કેળ સરેરાશ 3500 થડ વાવી શકાય છે. તેની ગણતરી કરતાં એક થડના 1500 પ્રમાણે હેક્ટરે કિંમત 52.50 લાખ થાય છે. તેમ કિસાન કોંગ્રેસના ખેડૂત નેતા પાલભાઈ આંબલીયારે જણાવ્યું હતું. સરકારે કેળાને ચાંદીની કિંમતના બનાવી દીધા છે. ખરેખર તો ખેડૂતોને એક થડની આવક રૂપિયા 400થી વધું થતી નથી. પણ સરકાર તેના રૂપિયા 1500 ગણે છે.

થડનું ખર્ચ 125

આણંદના ખેડૂત કેતન પટેલ કહે છે કે, એક થડનું ખર્ચ 125 રૂપિયા છે. એક થડની આવક ભાવ રૂપિયા 500 થાય છે. આમ એક હેક્ટરે રૂપિયા 15થી 17.50 લાખ થાય છે.  તે હિસાબે ખેડૂતોને હેક્ટરે રૂપિયા 4.37 લાખ  વાસ્તવિક ખર્ચ ગણી શકાય છે.

એક લુમની આવક 300

ભરૂચના કેળાં પકવતાં ખેડૂત ધિરેન દેસાઈ કહે છે કે, એક થડ તૈયાર કરવામાં ખર્ચ રૂપિયા 100-110 ખર્ચ થાય છે. એક થડમાં એક લુમ નિકળે છે. એક 8 કિલોથી 50 કિલો લુમ આવે છે. 30 કિલો એક કેળનમાં સરેરાશ કેળાં પાકે છે. લુમના રૂપિયા 300 મળે છે.

હેક્ટરે 9 લાખની આવક

તે કહે છે કે, એકરે 1200 છોડ આવે છે. 3100-3500 છોડ હેક્ટરે આવે છે. હેક્ટરે રૂપિયા 9.30 લાખની આવક અને તેની સામે હેક્ટરે 2.50 લાખ ખર્ચ થાય છે. જેમ દેસાઈએ જણાવ્યું હતું.

સરકાર હેક્ટરે 33 હજાર રૂપિયા આપશે. ભરૂચમાં તમામ ખેડૂતોને કેળમાં નુકસાન છે. જેમાં 10 ટકાથી 80 ટકા સુધી નુકસાન થયું છે.

9 જિલ્લા તારાજ

જ્યાં વાવાઝોડાની અસર હતી એવા 9 જિલ્લા ભાવનગર, વલસાડ, નવસારી, સુરત, નર્મદા, ભરૂચ, વડોદરા, સોમનાથ, જૂનાગઢ છે. 9 જિલ્લામાં 57518 હેક્ટરમાં કેળાના બગીચા છે. જેમાં 30 હજાર હેક્ટરમાં નુકસાન થયું છે. 4.5 કરોડ થડને નુકસાન થયું છે. તો સરકારના ભાવ પ્રમાણે 1500 એક થડના ગણતાં 6750 કરોડ રૂપિયાનું નુકસાન માત્ર કેળામાં આવપવું પડે તેમ છે.

વાસ્તવીક નુકસાન 2 હજાર કરોડ

સરકારના ધોરણો ન ગણીએ અને ખેડૂતોને એક થડના રૂપિયા 400ની નુકસાની ગણીએ તો 4.5 કરોડ થડના રૂપિયા 1800-2000 કરોડનું નુકસાન ગણાય છે.

કેળાનું 35 ટકા ઉત્પાદન ઘટી જશે

કેળાના 5 ફૂટ લાંબા પાન ફાટી ગયા હોય તે ઉત્પાદન 60 ટકા ભાવ ઓછો મળશે. થડ હલી જતાં ઉત્પાદન 35 ટકા ઘટી જશે. આવા બગીચા 40 હજાર હેક્ટરમાં છે. જે રૂપિયા 5600 કરોડનું ભવિષ્યનું નુકસાન છે.

નુકાસન 7500 કરોડનું અને સહાય 30 કરોડની

એકંદરે કેળની ખેતીમાં 7500 કરોડ રૂપિયાનું ભારે નુકસાન છે. સરકાર માંડ 30 કરોડ આપશે. કેળમાં સરકાર એક હેક્ટરના 1 લાખ અને બે હેક્ટરની મર્યાદામાં વધુંમાં વધું 2 લાખ રૂપિયા મળશે. એવી વાતો કરે છે. પણ ખરેખર કેળાંના ખેતરનો સર્વનાશ થયો હોય તો 20-30 હજારથી વધું નથી આપતી.

50 લાખના કેળાં ખતમ, સરકાર આપશે 18 હજાર રૂપિયા

આરસી ફળદુએ એવોર્ડ આપેલો. તે અમરેલીના ખાંભાના ઘનશ્યામ પટેલ ખેડૂતની વાત સાંભળવા જેવી છે. 30 લાખ જેવી આવક થવાની હતી. જેમાં કંઈ હાથમાં ન આવ્યું. હેક્ટર દીઠ રૂપિયા 9.80 લાખ, 12 લાખ 8 લાખ એમ 3 પાક મળે તેમ હતી. એક હેક્ટરનો કોન્ટ્રાક્ટ આપેલો. વેપારી ન આવ્યા અને તમામ સાફ થઈ ગયું. પ્રગતિશીલ ખેડૂતનો એવોર્ડ મળેલા છે. બીજી કેળ 6 લાખમાં અડધો હેક્ટરમાં હતી. બધા મળીને રૂ.50 લાખની આવક થવાની હતી. હેક્ટરે ખાતર, બિયારણ, ટપક, મહેનત મળીને 3 લાખનો ખર્ચ એક હેક્ટર દીઠ થયો હતો.

એક હેક્ટર દીઠ માત્ર 18 હજાર મળશે.

કેળના વાવેતર 2020બાગાયત વિભાગ)
નુકસાનજિલ્લાનીકેળનુંકેળનુંવાવાઝોડા
24 મે 2021કૂલવાવેતરઉત્પાદનહેક્ટરે ટકા
વિજ્જોજમીનહેક્ટરમેટ્રિક ટનનુકસાન
સુરત251300869261382960%
નર્મદા113000924066232355%
ભરૂચ3149001228689687870%
ડાંગ56500311208
નવસારી106800318317665760%
વલસાડ16430010756100675%
તાપી14910012937758060%
દક્ષિણ ગુ.1663700129377580
અમદાવાદ48740014972
અણંદ1838001271082614320%
ખેડા2835009905614320%
પંચમહાલ17620041715888
દાહોદ2236007182
વડોદરા304700634443196335%
મહિસાગર122400502075
છોટાઉદેપુર2066006950483025
મધ્ય ગુ.1988200276171822630
બનાસકાંઠા69160018651
પાટણ36040000
મહેસાણા348100282
સાબરકાંઠા271600451925
ગાંધીનગર16020000
અરાવલી202700753180
ઉત્તર ગુજ.20346001405838
કચ્છ7335002685152777
સુરેન્દ્રનગર62100000
રાજકોટ53630039140040%
જામનગર3662003126
પોરબંદર1109005150
જૂનાગઢ3587005502653880%
અમરેલી538200229800680%
ભાવનગર45470017538410990%
મોરબી3470008307
બોટાદ19970000
સોમનાથ2170006953559090%
દ્વારકા22960013572
સૌરાષ્ટ્ર39793005980309574
ગુજરાત કૂલ9891500695374627523