વડોદરાની દિપલ મહેતા કોરિયામાં સતત બીજા વર્ષે ભારતીય કલ્ચર અને આર્ટસ એમ્બેસેડર તરીકે નિયુક્ત

(દિપક ગોહિલ દ્વારા)

વડોદરા,તા.૧૩

વડોદરાના તરસાલી વિસ્તારમાં રહેતી દિપલ મહેતા ૨૦૧૮થી કોરિયામાં રહે છે અને કોરિયામાં કોરિયા ઈન્ટરનેશનલ કલ્ચર અને એજ્યુકેશન કાર્યક્રમ અંતર્ગત ૧૦૦થી વધુ દેશના લોકો પોતાની પરંપરા અને સંસ્કૃતિ રજૂ કરવામાં આવે છે.

આ કાર્યક્રમ અંતર્ગત દિપલ મહેતાએ ભરતનાટયમ દ્વારા ભારતીય સંસ્કૃતિને કોરિયામાં પ્રદર્શિત કરવામાં આવી હતી. તે વિશે દિપલ મહેતાએ વધુમાં જણાવ્યું કે, કલ્ચર સ્પોટ્‌સ અને ટુરિઝમ ગર્વમેન્ટ ઓફ સાઉથ કોરિયા દ્વારા મને સતત બીજા વર્ષે ભારતીય કલ્ચર અને આર્ટસની એમ્બેસેડર બનાવી છે. જે અંતર્ગત હું એન બીજા દેશના એમ્બેસેડરો કોરિયાના પ્રથમ મહિલાને મળ્યા હતા. કોરિયાના લોકો ભારતમાં એટલે ફરના નથી આવતા કારણ કે, લોકોમાં એવી માન્યતા છે કે ભારતમાં ક્રાઈમ રેશિયો એટલો બધો વધારે છે કે મહિલા ટૂંકા કપડા પહેરીને બહાર નથી જઈ શકતી.

જા મહિલા આ પ્રકારના કપડાં પહેરે તો તેનો બળાત્કાર થવાની શક્યતા વધી જાય છે. જે માન્યતાને મે ઘણાં પ્રયત્ને તોડી છે. લોકો ઈન્ટરનેટના માધ્યમથી આ પ્રકારના સમાચાર વાંચીને ભારતની છબીને બગાડે છે.

રશિયાના લોકોએ એવું લાગે છે કે ભારતમાં સાપની સંખ્યામાં મોટા પ્રમાણમાં છે. જે ગેરમાન્યતાને પણ મે બે વર્ષમાં તોડી છે. લોકોને મે સમજાવ્યું કે ભારતમાં ૨૧ ભાષા છે અને ૧૬૦૦ અન્ય બોલચાલની ભાષા છે. આ અને આવી અનેક ભારતની લગતી ખોટી માન્યતા એક એમ્બેસેડરની જવાબદારી સમજીને મે તોડી છે.

હું કોરિયામાં ડ્રામા કરું છુ અને ફિલ્મ પ્રોડક્શન પણ કરું છુ. મને અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, રશિયન, હિબ્રો,ફ્રેન્ચ, કોરિયન અને જાપાનીસ ભાષા આવડે છે. ભારતીય ટુરિઝમ વિભાગ દ્વારા રશિયામાં ટુરિઝમને પ્રમોટ કરવાની જરૂર છે. જે માટે હું આવનાર સમયમાં ભારતીય ટુરિઝમ સાથે સંપર્ક કરી કોરિયામાં ટુરિઝમનો પ્રચાર કરીશ. આ સાથે દેશના અનેક યુવાનોને ફિલ્મ અને ડ્રામા ક્ષેત્રે પ્લેટફોર્મ આપવા માટે પ્રયત્ન કરવામાં આવશે.

કોરિયામાં કોરોનાનો કહેર જરાય નથી

કોરિયા પાસે મેડિકલ સુવિધા સારી છે માટે અહિયા કોરોનાના એકપણ દર્દી નથી. શરૂઆતમાં અનેક કેસ હતા પણ ઝડપી સારવારના કારણે હવે લોકો સુરક્ષિત છે. ભારતમાં લોકો દોષનો ટોપલો સરકાર પર નાખે છે. તેવુ વાતાવરણ અહીયા નથી. લોકો સરકારના આદેશનું પાલન કરીને પોતાને અને દેશના લોકોને સુરક્ષિત રાખે છે. અહિંયા લોકોને શરદી કે ખાંસી થાય તો લોકો તરત માસ્ક પહેરીને ફરવા લાગે છે. કોરોના પહેલા અહિંયા માસ્કનું ચલણ જાવા મળે છે.

કોરિયન સરકારે આર્ટસ, કલ્ચર અને સ્પોર્ટસના એમ્બેસેડર તરીકે વડોદરાના તરસાલી વિસ્તારની દિપલ મહેતાની નિયુક્તી કરી છે. ઉલ્લેખનીય છે કે દિપલ છેલ્લા ત્રણ વર્ષથી કોરિયામાં રહીને ફિલ્મ પ્રોડક્શનનું કામ કરી રહી છે.

Facebook- દિપક ગોહિલ