વડોદરા RTO ખાતે વિવિધ સેવાઓનો પ્રારંભ આવતી કાલથી થશે

વડોદરા,

વડોદરા શહેર – જિલ્લાના ડ્રાઇવીંગ લાયસન્સ મેળવવા ઇચ્છતા અરજદારો તેમજ મોટર વાહન સબંધિત વિવિધ સેવાઓ ઇચ્છતી મોટરીંગ પબ્લીકને માટે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ( RTO )  વડોદરા દ્વારા તા.04/06/2020 ના રોજથી વિવિધ કામગીરી શરૂ કરવામાં આવશે. આર.ટી.ઓ.સબંધિત કામગીરી માટેની વેબસાઇટ www.parivahan.gov.in પર મુલાકાત લઇ પોતાને સબંધિત કામગીરીની ઓનલાઇન એપ્લીકેશન કરી જરૂરી ફી પણ ઓનલાઇન ભરપાઇ કરી કેસલેસ સિવાયની કામગીરીમાં ઓનલાઇન એપોઇમેન્ટ ઉપલબ્ધ હોઇ તે મેળવી એપોઇમેન્ટની હાર્ડ કોપી અથવા સોફ્ટકોપી તેમજ કામગીરી સબંધિત જરૂરી દસ્તાવેજો સાથે આર ટી ઓ કચેરી ખાતે જણાવેલ સમયના 15 મીનીટ પહેલા ઉપસ્થિત થવાનું રહેશે.

જે અરજદારોના શિખાઉ લાયસન્સ  તા. 21-03-2020 થી તા. 31-07-2020 સુધી જે અરજદારોના લાયસન્સની સમયમર્યાદા પૂર્ણ થયેલ હોય અથવા પુર્ણ થનાર હોય તેવા અરજદારો તા. 31-07-2020 સુધી એપોઇમેન્ટ મેળવી ડ્રાઇવીંગ લાયસન્સનો ટેસ્ટ આપવા અંગેની કાર્યવાહી પૂર્ણ કરવી. તેના માટે કોઇ વધારાની ફી અરજદાર કક્ષાએથી ભરવાની રહેશે નહીં .

FT RMA (આંતર રાજ્ય વાહન માલિકી તબદીલી) તથા STI (વાહનની યાંત્રી ક/ ઇંધણમાં ફેરફાર), બિનવપરાશ, પરમીટ, રજીસ્ટ્રેશન રદ, FRC, પોસ્ટથી પરત આવેલ RC બુક, ડ્રાઇવીંગ લાયસન્સમાં એન્ડોર્સમેન્ટ LLR માટે , ડ્રાઇવીંગ લાયસન્સનું રી – ટેસ્ટ સાથે રીન્યુઅલ માટે LLR મેળવવા જેવી સેવાઓ માટે એપોઇમેન્ટ મેળવવાની રહેશે નહી . વાહનોના ફિટનેશ રીન્યુઅલ માટે અલાયદી સુચના જાહેર કરવામાં આવશે .