રાજકોટ, 30 જૂન 2020
ભાજપ શાસનમાં વિરોધ કરવાનો પણ અધિકાર નથી . સતત પેટ્રોલ ડીઝલના ભાવ વધારાના વિરોધમાં 30 જૂન 2020ના રોજ મોટરસાઇકલનું પેટ્રોલ પરવડતુ ન હોવાથી ઘોડા પર સવારી કાઢી હતી. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના મત વિસ્તાર રાજકોટમાં ડો.રાજદીપ જાડેજાના ઘોડાને અટકાવી દીધો હતો. પહેલા તો ઘોડાને પોલીસ દ્વારા માર માર્યો હતો. પછી પોલીસે ગાળો આપી હતી. ઘોડેસવારને નીચે ઉતરી દેવામાં આવ્યા હતા. ઘોડાને એ. સી. પી. રાઠોડે ઘોડાને મારી રહ્યા છે.સાથે ગાળો પણ બોલી રહ્યા છે.
ડો.રાજદીપને પકડીને ગાળો આપી હતી. પોલીસની જીપમાં મારમારી બેસાડી દેવામાં આવ્યા હતા.
વિડિયોમાં કૉંગ્રેસના આગેવાન ડો.રાજદીપ જાડેજાની પોલીસએ અટકાયત કરી હતી. ઘોડાને એ. સી. પી. રાઠોડે રાજદીપને જ્યારે ગાળો આપવામાં આવી ત્યારે એટલું જ કીધું કે સાહેબ ગાળ ના બોલો. રાઠોડ કહે છે કે, ગાળો આપી તો શું થઈ ગયું? હજી ગાળોતો બોલાસે જ. પી આઈ. વી કે ગઢવી, પી.એસ.આઇ જેબલિયા તેમની સાથે હતાં. તાનાસાહીની ભાજપ સરકાર છે. તેના પોલીસ અધિકારીઓ પ્રજા પર અત્યાચાર કરી રહ્યા છે. કોરોનામાં હજારો લોકો પર પોલીસનો અત્યાર ગુજરાતમાં થયો હતો. વિજય રૂપાણીની સરકાર બેરહેમ સરકાર બની ગઈ છે. કોઈ સંવેદના નથી. પોલીસનો અત્યાર વધી ગયો છે.