જિયોમાં 2.32 ટકા હિસ્સો ખરીદશે
મુંબઈ, 8 મે, 2020
અમેરિકાની સોફ્ટવેર અને ટેકનોલોજી કંપની વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સ મુકેશ અંબાણીની જિયો કંપનીનો હિસ્સો ખરીદી લેશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (“રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ”) અને જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ (“જિયો પ્લેટફોર્મ્સ”)એ જાહેરાત કરી હતી કે, વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સ (“વિસ્ટા”) જિયોનો રૂ.11,367 કરોડમાં 2.32 ટકા હિસ્સો ખરીદશે.
જિયો પ્લેટફોર્મ્સમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ફેસબુક પછી વિસ્ટાએ ખરીદી કરી છે. જિયો પ્લેટફોર્મ્સે ત્રણ અઠવાડિયાથી ઓછા ગાળામાં અગ્રણી ટેકનોલોજી રોકાણકારોએ રિલાયંસની જિયો કંપનીનો કુલ રૂ. 60,596.37 કરોડનો હિસ્સો ખરીદી લેવામાં આવ્યો છે.
388 મિલિયનથી વધારે સબસ્ક્રાઇબરને કનેક્ટિવિટી પ્લેટફોર્મની સેવા આપતી રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડ એ જિયો પ્લેટફોર્મની સંપૂર્ણ માલિકીની પેટાકંપની તરીકે જળવાઈ રહેશે.
વિસ્ટા સોફ્ટવેર, ડેટા અને ટેકનોલોજી અનેબલ્ડ કંપનીઓમાં રોકાણ કરે છે. વિસ્ટાએ વિવિધ કંપનીઓમાં કુલ 57 અબજ ડોલરથી વધારેનું રોકાણ કર્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે એની કંપનીઓનું નેટવર્ક સંયુક્તપણે દુનિયામાં એને 5મી સૌથી મોટી એન્ટરપ્રાઇટ સોફ્ટવેર કંપની બનાવે છે. ભારતમાં વિસ્ટાની પોર્ટફોલિયોની કંપનીઓ 13,000થી વધારે કર્મચારીઓ સાથે નોંધપાત્ર કામગીરી ધરાવે છે.
બ્રોડબેન્ડ કનેક્ટિવિટી, સ્માર્ટ ઉપકરણો, ક્લાઉન્ડ અને એજ કમ્પ્યુટિંગ, બિગ ડેટા એનાલીટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, ઓગમેન્ટેડ અને મિક્સ્ડ રિયાલિટી અને બ્લોકચેઇન જેવી અદ્યતન ટેકનોલોજીનું પીઠબળ પ્રાપ્ત છે.
જિયોનો હિસ્સો વેંચ્યા બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનાં ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, “પાર્ટનર તરીકે વિસ્ટાને આવકારવાની ખુશી છે. રોબર્ટ અને બ્રાયનના પરિવારો ગુજરાતમાંથી છે. આ બંને ગ્લોબલ ટેકનોલોજી લીડર છે.”
આ રોકાણ પર વિસ્ટાના સ્થાપક, ચેરમેન અને સીઇઓ રોબર્ટ એફ સ્મિથે Robert F Smith vista કહ્યું હતું કે, “અમે ડિજિટલ સોસાયટીની સંભવિતતામાં માનીએ છીએ, જે જિયોએ ભારત માટે ઊભી કરી છે. જિયોની આંતરરાષ્ટ્રીય સ્તરની લીડરશિપ ટીમ સાથે પથપ્રદર્શક બનવાના મુકેશ અંબાણીના વિઝન સાથે કંપનીએ શરૂઆતથી જ ડેટા રિવોલ્યુશન કર્યું છે અને એને આગળ વધાર્યું છે. અમને ભારતમાં કનેક્ટિવિટીમાં અભૂતપૂર્વ વૃદ્ધિ પ્રદાન કરતા જિયો પ્લેટફોર્મ્સમાં જોડાવાની ખુશી છે, જે દુનિયાનાં સૌથી વધુ ઝડપથી વિકસતા ડિજિટલ અર્થતંત્રો પૈકીના એક ભારતીય અર્થતંત્રને વેગ આપવા આધુનિક કન્ઝ્યુમર, સ્મોલ બિઝનેસ અને એન્ટરપ્રાઇઝ સોફ્ટવેર પ્રદાન કરે છે.”
રોબર્ટ ફ્રેડરિક સ્મિથ (જન્મ 1 ડિસેમ્બર, 1962) એક અમેરિકન અબજોપતિ ઉદ્યોગપતિ, રાસાયણિક ઇજનેર અને રોકાણ બેન્કર છે. વિસ્તા ઇક્વિટી પાર્ટનર્સના સ્થાપક, અધ્યક્ષ અને સીઈઓ છે. 2018 માં, સ્મિથને ફોર્બ્સ દ્વારા અમેરિકાના 163 માં સૌથી ધનિક વ્યક્તિ તરીકે સ્થાન આપવામાં આવ્યું.
ફોર્બ્સ 2018ની વિશ્વની અબજોપતિઓની યાદીમાં તેઓ 6.7 billion અબજ ડોલરની સંપત્તિ સાથે 480 માં સ્થાને છે. વેનિટી ફેરની નવી સ્થાપનાની સૂચિમાં સ્મિથનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.