વાંકાનેરમાં ભાજપના 18 અંગ વાંકા, મોરબીથી દિલ્હી સુધીનું રાજકારણ
વાંકાનેર નગરપાલિકા સરકારે કેમ સુપરસિડ કરવી પડી
वांकानेर वांका में भाजपा के 18 अंग, मोरबी से दिल्ली तक राजनीति
वांकानेर नगरपालिका सरकार को क्यों हटाना पड़ा?
Wankaner – BJP politics from Morbi to Delhi
Why did the Wankaner municipality government have to be suspand?
ગાંધીનગર, 9 ઓગસ્ટ 2022
દિલીપ પટેલ
6 ઓગષ્ટ 2022માં શહેરી વિકાસ વિભાગ દ્વારા વાંકાનેર નગરપાલિકાને સુપર સીડ કરવામાં આવી છે. પ્રમુખ સહિતના પદાધિકારીઓની ચેમ્બરોને સીલ કરવામાં આવી હતી. રેકર્ડ બુક અને ઠરાવ બુક સહિતનું સાહિત્ય કબજે કરવામાં આવ્યું હતું. નેતાઓની ઓફિસ સીલ કરી હતી. ભાજપના આંતરિક વિવાદ અને વિખવાદના કારણે જે તે સમયે ભાજપમાં બળવો થયો હતો.
6 વોર્ડમાં મળી 24 સભ્યો ભાજપે ઉભા રાખેલા તે તમામને જીતુ સોમાણીના નેતૃત્વ હેઠળ ચૂંટણી લડાઈ હતી. તમામ સભ્યો સારી લીડ સાથે ચૂંટાય આવ્યા હતા. ફરી ભાજપને સત્તા મળી હતી. જીતુ સોમાણીને પ્રમુખ પદ ઉપર બેસાડવા પ્રજાએ ચૂકાદો આપ્યો હતો. પણ ભાજપે તેની વિરૂદ્ધ નામો આપ્યા હતા. તેથી બળવો થયો હતો.
નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના સભ્યોને નાણાકીય બાબતને લઈને જૂન 2022માં સુપરસીડ કરવા માટે કારણદર્શક નોટિસો આપવામાં આવી હતી. રાજકીય કાવાદાવા શરૂ થયા હતા. સત્તાને ઉથલાવવા માટેના પ્રયત્નોમાં શહેરી વિકાસ વિભાગ દ્વારા હાથ ધરાયા હતા. મોરબી જિલ્લા ભાજપના પદાધિકારીઓ વચ્ચે ખટરાગ પેદા થયો હતો ત્યાર બાદ વિવાદ વકરતો રહ્યો હતો.
બધી નગરપાલિકાઓ કબજે કરવા માટે પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ રાજ્યની 51 નગર પાલિકાઓની મુદત પૂર્ણ થઈ હોવા છતાં તેની ચૂંટણી સમયસય નહીં કરીને વહિવટદારો નિયક્ત કર્યા હતા. વહીવટી વડા તરીકે ફરજ બજાવતા ચીફ ઓફિસર હતા. જેનાથી ભાજપને ફાયદો થયો હતો. 81 નગરપાલિકામાંથી 75 ભાજપે જીતી હતી.
ચૂંટાયેલા સભ્યો અને ભાજપના આગેવાન જીતુ સોમાણી દ્વારા નગરપાલિકાને સુપર સીડ થતી અટકાવવા માટે પ્રયત્નો કર્યા હતા. વાંકાનેરના ચીફ ઓફિસરની બદલી કરાઈ ત્યાર બાદ નગરપાલિકાને ઉથલાવી દેવાયા છે. અગાઉના અધિકારી ખોટું કરવા માંગતા ન હતા. તેમની બદલી પંચમહાલ કરાઈ છે.
વાંકાનેરમાં સર્વ જ્ઞાતિનું વિશાળ સંમેલન રાખવામાં આવ્યું હતું. રાજપર ગામ ખાતે રઘુવંશી સમાજનું વિશાળ સંમેલન રાખવામાં આવ્યું હતું.
વાંકાનેર નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર સંદિપ ઝાલા હતા.
આગામી 6 મહિના સુધી સામાન્ય ચૂંટણી યોજાય ત્યાં સુધી વહીવટદાર રહેશે.
વાંકાનેર નગરપાલિકાને સરકાર દ્વારા સુપર સીડ કરવામાં આવતા ભાજપના હોદેદારો રાજભા ઝાલા દ્વારા વાંકાનેરના માર્કેટ ચોકમાં આતિશબાજી કરવામાં આવી હતી. એકમેકના મોઢા મીઠા કરવામાં આવ્યા હતા. અપક્ષની બોડીનું કુશાસન સરકારના ધ્યાને આવ્યું હોવાનું ભાજપે કહ્યું હતું.
બીજી બાજુ મોરબી નગરપાલિકામાં ભ્રષ્ટાચારનો ઓડિયો જાહેર થયો હોવા છતાં મોરબી પાલિકા સામે ભૂપેન્દ્ર પટેલની સરકારે કોઈ પગલા લીધા નથી. જ્યારે વાંકાનેરમાં પગલાં લીધા છે. વાંકાનેર નગરપાલિકાને સત્તાના જોરે સુપર સીડ કરી હતી.
બે નેતાની લડાઈ
વાંકાનેર નગરપાલિકાને રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયાના ઇશારે સુપર સીડ કરવામાં આવી હોવાના પૂર્વ નગરપતિ જીતુ સોમાણીના આક્ષેપ છે. સોમાણી હવે મોહન કુંડારિયા, જિલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભ દેથરીયા વિરુદ્ધ ખુલ્લેઆમ આવી ગયા છે. અને જીતુ સોમાણી વચ્ચે લડાઈ છે. જેની સીધી અસર મોરબી અને વાંકાનેર વિધાનસભાની બેઠક પર ભાજપે હાર ખમવી પડે તેમ છે.
વાંકાનેરમાં ભાજપના બે બળીયા વચ્ચે હવે બથોબથની લડાઇ જામી છે. સાંસદ મોહન કુંડારિયા અને પૂર્વ નગરપતિ જીતુ સોમાણી વચ્ચે સમાધાન થતું નથી. તેથી રાજકીય વાવાઝોડુ પણ ત્રાટક્યું છે. અહંકારની લડાઇના કારણે પક્ષની સ્થિતિ વધુ કથળી રહી છે. જીતુ સોમાણી રાજકોટના સાંસદ મોહન કુંડારિયા સામે બેફામ આક્ષેપો કરી રહ્યા છે. આ સ્થિતિ પક્ષને નુકાસન કરે છે.
મારી કોઇ જ ભૂમિકા નથી, સરકારે તેની રિતે કાર્યવાહી કરી છે એમ મોહન કુંડારિયા કહે છે. રઘુવંશી સમાજનો વિરોધી નથી, જીતુ સોમાણી પોતાની રીતે વાતો ઉપજાવી કાઢે છે. પાલિકાના ચીફ ઓફિસર દ્વારા સરકારમાં જે રિપોર્ટ કરવામાં આવ્યો હતો. તેમાં તથ્ય દેખાતા શહેરી વિકાસ વિભાગ દ્વારા વાંકાનેર નગર પાલિકાને સુપર સીડ કરવામાં આવી છે. સરકારની કામગીરીમાં હું કોઇ દખલગીરી કરી શકુ નહીં. સુપર સીડની નોટિસ મળી હતી, સત્તાધિશો કોર્ટમાં ગયા હતા. અલગ-અલગ ત્રણવાર હાજર રહેવા મુદ્ત અપાય છતા, તેઓ કેમ અદાલત સમક્ષ હાજર ન થયા તે પણ મોટો પ્રશ્ર્ન છે.
સામાજિક આગેવાન જીતુ સોમાણીએ રાજકોટના સાંસદ મોહન કુંડારિયા ગંભીર આક્ષેપ કરીને કહ્યું હતું કે, ભાજપ રઘુવંશી સમાજને ખતમ કરી નાખવા માંગે છે. એટલા જ માટે ભ્રષ્ટાચાર મુક્ત પાલિકા હોવા છતાં પણ આ પાલિકાને સુપર સીડ કરવામાં આવી છે. મોરબી પાલિકામાં છડે ચોક ટકાવારીની ચર્ચા કરવામાં આવી રહી હોય તેવો વિડીયો વાઇરલ થયો હતો. તો પણ ત્યાં કોઈ પગલાં ભાજપના આગેવાનો કે પછી સરકાર દ્વારા લેવામાં આવેલા નથી.
વાંકાનેરમાં વર્ષોથી ભાજપનો ગઢ બનાવનારા જીતુ સોમાણી રહ્યાં હતા. પણ પાલિકાની ચૂંટણી પછી ભાજપના સ્થાનિક આગેવાનો સોમાણી સામે પડી ગયા હતા. પાલિકાને સુપર સીડ કરવા માટેના બીજ રોપાઈ ગયા હતા.
સોમાણીના 15 મુદ્દાના આરોપો, ભાજપનું ખરું યુદ્ધ.
જીતુભાઇ સોમણીએ પત્રકાર પરિષદમાં જાહેર કરેલા 15 મુદાઓ :-
- નગરપાલીકાના સભ્યોની ખરીદ વેચાણ કરવા મોહન કુંડારીયા દ્વારા કરેલા પ્રયત્ન પછી પણ એની સાથે કોઈ ન રહેતા આ સુપરસીડ કરવાનું ષડયંત્ર રચ્યું છે.
- ગુજરાતની 162 નગરપાલીકાઓમાં સૌથી પારદર્શક અને પ્રમાણીક વહીવટ વાંકાનેર નગરપાલીકાનો છે.
- અમોને આપેલી નોટીસ કોઈપણ કારણ વગર નગરપાલીકાની બોડીને ડીસ્કવોલીફાઈડ કરવાના ઈરાદે આપેલ છે.
- આ નોટીસથી મારી કારર્કીદી પુરી કરવા અને મને દબાવવા માટેનું એક ષડયંત્ર છે.
- છેલ્લા 35 વર્ષથી વાંકાનેર નગરપાલીકા પારદર્શક અને પ્રમાણીકપણે ચાલે છે. પ્રજાનો મારા ઉપર સંપુર્ણ ભરોસો છે. જે મે જાળવી રાયખો છે. જયારે વાંકાનેરની જનતા છેલ્લા 15 વર્ષથી વિપક્ષ મુકત નગરપાલીકા છે.
- મોહન કુંડારીયાએ 2017માં ખુલ્લેઆમ મને હરાવવાનો પ્રયત્ન કર્યો. જયારે 2017 ની વિધાનસભાની ચુંટણીમાં મને ટીકીટ ના મળે તે માટે મોહનલાલે ખુબજ પ્રયત્ન કર્યા હતા.
- નરેન્દ્રભાઈ મોદી તથા અમીતભાઈ શાહ દ્વારા મારાપર વિશ્વાસ કરવામાં આવ્યો અને મને વાંકાનેર વિધાનસભાની ટીકીટ હતી. મોહનલાલે અપક્ષ ઉમેદવાર ઊભો રખાવી મને હરાવ્યો હતો. મોહનલલાને સૂચવેલા નામને ટિકિટ ન મળતાં તેને અપક્ષ ઉભો રાખ્યો અને ચૂંટણી લડવા માટે આર્થિક મદદ કરી હતી. પક્ષે તેમને સસ્પેન્ડ કર્યા હતા. કુંડારિયાએ વગ વાપરીને ભાજપમાં પુનઃ લાવ્યા હતા. પાર્ટીનો હોદો અપાવ્યો હતો. ભાજપ સામે બળવો કરનારા આજે હોદા ઉપર છે. તેમને જીલ્લા પંચાયતની ચુંટણીમાં ટીકીટ પણ અપાવી હતી.
- સાંસદ મોહન કુંડારીયા અને તેના દરેક કર્મના ભાગીદાર દુર્લભજી દેથરીયાએ સાથે મળીને નગરપાલીકા સુપરસીડ કરવાનું કાવતરું રચ્યું છે. જેમાં પ્રદેશ નેતાગીરીને ગેરમાર્ગે દોરી C.M.O. ઓફીસમાંથી નગરપાલીકાને સુપરસીડ કરવાની સુચના આપી છે.
- મોહન કુંડારીયા અને દુર્લભજી દેથરીયા ભલે મને ભાજપમાંથી દુર કરવા મથી રહયા છે. વાંકાનેર વિધાનસભાના મતદારોના દિલમાંથી મને દુર નહી કરી શકે.
- બાકીની વિગત આગામી તારીખ વાંકાનેરમાં જંગી જન સંમેલન કરી જાહેર કરીશું.
- હું C.M. સાહેબને વિનંતી કરૂ છું કે મોહનભાઈ કુંડારીયા આપશ્રીને ગેરમાર્ગે દોરી રહયા છે.
- જો નગરપાલીકા સુપરસીડ ખોટી રીતે કરાઈ છે. કાયદાનો ભંગ છે.
- કુંડારિયાના હાથમાંથી મોરબી જતું રહ્યું હતું. મોરબી માર્કેટીંગ યાર્ડની વેપારી પેનલની ચુંટણીમાં હારી ગયા છે.
- મોહન કુંડારીયાના કારણે વાંકાનેર વિધાનસભા મળશે નહીં.
- મોરબી શહેરની અંદર ગેરકાયદેસર બાંધકામથી માંડીને કૌભાંડો કરવામાં આવી રહ્યા છે. તે મુદે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ દ્વારા ભ્રષ્ટાચાર સામે પગલાં લેવામાં આવે તેવી માંગ છે.
સૂત્ર – હમ લડેંગે, યા મરેંગે. મરતે દમ તક લડેંગે. દેખતે હૈ જીત કીસકી હોતી હૈ. સત્યકી યા અસત્યકી.
ભ્રષ્ટાચાર
મોરબી પાલિકાના મહિલા પ્રમુખના પતિ અને મહિલા ચેરમેનના પતિ ટકાવારીની વાત કરતો વિડીયો ભ્રષ્ટાચારનો મોટો પુરાવો છે. તો મોરબી પાલિકાને સુપર સિડ કેમ કરવામાં આવતી નથી તેવો અણીદાર સવાલ તેને કર્યો હતો. મોરબીના ધારાસભ્ય અને પંચાયત પ્રધાન બ્રિજેશ મેરજા છે.
વાંકાનેર પાલિકાના મતદારોમાં એક જ સવાલ છે કે અમારા મતનું મૂલ્ય શુ ? રાજકીય ઝઘડામાં એક જ વર્ષની અંદર નવે સરથી ચૂંટણી આવશે અને પ્રજાના પૈસા વેડફી નવી ચૂંટણી યોજાશે અને ફરી ખટરાગ થશે તો ફરી વહીવટદાર, ફરી ચૂંટણી ? આ કેટલે અંશે વ્યાજબી ?
નોટીસમાં શું હતું
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે કારણદર્શક નોટિસ આપી હતી. જેમાં પ્રમુખે સત્તાથી બહાર જઈને અનેક કામ કર્યા છે. તેને બહાલી આપી ગેરકાયદેસર હુકમો કર્યા છે.
પ્રમુખે સત્તા બહારના જે કામો કર્યા છે. તેનો જવાબ રજૂ કરવા કહાવાયું હતું.
કર્મચારીને તાત્કાલિક છુટા કરી દેવામાં આવ્યા છે. રજાઓ નામંજૂર કરવામાં આવી છે. ચીફ ઓફિસરને લેવાના થતા નિર્ણયો પ્રમુખે પોતે લીધા હતા. આ ઉપરાંત નાણાકીય હિસાબો પણ વ્યવસ્થિત નથી. ભંડોળનો પણ પૂરો ઉપયોગ વિકાસ કામો માટે થયો નથી. આ સહિતના કુલ 14 મુદ્દાઓ નોટિસમાં દર્શાવવામાં આવ્યા હતા. તે માટે સામાન્યસભા બોલાવીને તેનો ખુલાસો કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. જેનો જવાબ આપવામાં નહિ આવતા પાલિકા સુપરસીડ કરવામાં આવી હતી.
નગરપાલિકા અધિનીયમ 1963 અન્વયે ફરજ બજાવવામાં નિષ્ફળ રહેલ હોય, પાલિકાને કલમ 263(1) હેઠળ કારણ દર્શક નોટિસ આપવામાં આવી હતી. જ્યાં સુધી ચૂંટણી ન યોજાય ત્યાં સુધી જે તે નગરપાલિકાના વહીવટી વડા ફરજ બજાવશે, કોઈ નીતિવિષયક નિર્ણય લઈ શકે નહીં
વર્ષ 2013થી રૂ.54 કરોડ અનુદાન સરકારે આપેલું હતું. જેમાંથી ફક્ત રૂ.10 કરોડ ખર્ચ કરાયું હતું. કર્મચારીઓ ને અચોકસ મુદતની હડતાલ માટે નગરપાલિકાનું ગ્રાઉન્ડ પ્રમુખે આપ્યું હતું.
પાંચ ટર્મથી સતત બહુમતી મેળવતો હતો. છતાં વાંકાનેર ક્યારેય સારી સુવિધા મેળવી શક્યું ન હતું. ભાજપના રાજકીય દાવપેચમાં શહેરમાં પ્રાથમિક સુવિદ્યાઓ સહિત અનેક કામો અકટી ગયા હતા. સરકાર કોઈ સહકાર આપતી ન હતી. તેથી રસ્તાઓ , પાણી તથા ગટર સહિતના વિવિધ પ્રકારની મુશ્કેલીઓ શહેરીજનો ભોગવી રહ્યા છે.
ઇતિહાસ
ફેબ્રુઆરી 2021માં યોજાયેલી સ્થાનિકસ્વરાજની ચૂંટણીઓમાં ગુજરાતમાં ભાજપે તમામ 31 જિલ્લા પંચાયતો, 81 નગરપાલિકામાંથી 75 અને 321 તાલુકા પંચાયતોમાંથી 196માં ભાજપે જીત મેળવી હતી.
મોરબી નગરપાલિકાની તમામ 52 બેઠક અને વાંકાનેર નગરપાલિકામાં 28 બેઠકોમાંથી 24માં ભાજપ જીત્યો હતો. કોંગ્રેસ એક પણ બેઠક મેળવી શકી ન હતી. વાંકાનેર તાલુકા પંચાયતમાં આઝાદી પછી પ્રથમ વખત ભાજપનું શાસન આવ્યું હતું.
મોરબી કોંગ્રેસના નેતાઓને ભાજપમાં પક્ષાંતર કરાવાયા હતા. તેમને ટિકિટ આપવામાં આવી હતી. જેમાં પૂર્વ પાલિકા પ્રમુખ કેતન વિલપરાને વોર્ડ 10 માંથી ભાજપે ટિકિટ આપી હતી. મોરબી જીલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસ આગેવાન કિશોર ચીખલીયાનું ભાજપે પક્ષાંતર કરાવ્યું હતું. તેમના પત્ની અસ્મિતા કિશોર ચીખલીયાને દહીંસરા ગામેથી ટિકિટ આપી હતી. તેમની જીત થઇ છે.
ગુજરાતમાં એક નગરપાલિકા એવી હતી, મોરબી જિલ્લાની વાંકાનેર શહેરની નગરપાલિકા કે જ્યાં ભાજપ જિત્યો અને છતાં સત્તા તેની ન હતી. સાત વોર્ડમાં 28 બેઠકમાંથી 24 બેઠકો ભારતીય જનતા પક્ષના ઉમેદવારો જીત્યા હતા. બાકીની ચાર બેઠકો બહુજન સમાજ પાર્ટી (બસપા)ને મળી હતી.
વાંકાનેર ભાજપ દ્વારા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ પદના નામ માટે નગરસેવકોની બેઠક થઈ હતી. જેમાં નવા પ્રમુખપદ મહિલા માટેનું હોય જેમાં જયશ્રીબેન જયસુખલાલ સેજપાલ અને ઉપપ્રમુખ પદ માટે ધર્મેન્દ્ર ગેલુભા જાડેજાનું નામ સર્વ સંમતીથી નક્કી થયેલું હતું. તમામ સભ્યોએ સહી કરી આ બન્ને નામ સાથેનો સંમતી પત્ર શહેર ભાજપના પ્રમુખ દીનુ વ્યાસને આપ્યો હતો. પત્ર દિનુભાઈ વ્યાસે પાર્લામેન્ટ્રી બોડને આપ્યો હતો. નામો નક્કી થયા તેના બદલે જૂદા નામો સી આર પાટીલે આપ્યા હતા. તેથી બળવો થયો હતો.
વાંકાનેર નગરપાલિકાના ઉપપ્રમુખ ધર્મેન્દ્ર જાડેજા હતા.
વાંકાનેર નગરપાલિકા પાછલાં 25 વર્ષથી ભાજપનો ગઢ રહી હતી. સભ્યોની નારાજગીના કારણે ભારતીય જનતા પક્ષના ચૂંટાયેલા સભ્યો પૈકી કોઈ પ્રમુખ-ઉપપ્રમુખનું પદ મેળવી શક્યા ન હતી.
ભાજપે અલગ નામો સૂચવ્યા હતા. જેના કારણે ચૂંટાયેલા તમામ સભ્યોની લાગણી દુભાઈ હતી. પોતાના દ્વારા મોકલાવાયેલાં નામો ન સ્વીકારાતા નારાજ થયેલા 16 સભ્યોએ ભાજપમાંથી રાજીનામા આપી દીધા હતા અને પક્ષના મેન્ડેટને ફગાવી દીધા હતા.
ભાજપમાંથી રાજીનામું આપનાર 16 સભ્યોમાંથી 11 સભ્યોએ ભાજપના આદેશની વિરુદ્ધ મતદાન કર્યું હતું. જ્યારે પાંચે ભાજપ તરફી જ મતદાન કર્યું હતું.
બહુજન સમાજ પાર્ટીના ચૂંટાયેલા 4 સભ્યો અને ભાજપના 11 સભ્યોએ બળવાખોર જૂથનું સમર્થન કરી તેમના પક્ષે મતદાન કર્યું હતું. ચૂંટાઈ આવેલા સભ્યોના પક્ષમાં 15 મત પડ્યા હતા જ્યારે તેની સામેના પક્ષે દસ મત પડ્યા હતા. પક્ષના અન્યાયની સામે સભ્યો એક થયા અને ભાજપ અને બસપાના સભ્યોએ એકસાથે મળીને અપક્ષ ઉમેદવાર જયશ્રીબહેન સેજપાલને પ્રમુખ અને ઉપપ્રમુખ ધર્મેન્દ્ર જાડેજાને બનાવી દીધા હતા.
ભાજપે 25 વર્ષમાં પહેલી વખત વાંકાનેરની નગરપાલિકામાં સત્તા ગુમાવવી પડી હતી.
ચૂંટણી અધિકારીને પાર્ટીના વ્હિપનો અનાદર કરી તેની વિરુદ્ધ મતદાન કરાયું હોવાની કોઈ ફરિયાદ મળી ન હતી.
મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભ દેથરિયા અને શહેર ભાજપ પ્રમુખ જિતુ સોમાણીએ સમજાવ્યા પણ સમજ્યા નહીં. શહેર ભાજપમાં રહેલી આંતરિક ખટપટ દૂર કરવા સોમાણી નિષ્ફળ રહ્યા હતા.
પક્ષના વફાદાર કાર્યકરો હતાશ થયા હતા. ભાજપના અમુક લોકોના વ્યક્તિગત લાભ માટે નામો અપાયા હતા. જેનો બદલો ભાજપે નગરપાલિકાની સત્તા ગુમાવીને ચૂકવવો પડ્યો હતો.
શિસ્તભંગ અંગેનાં પગલાં લઈ, પક્ષાંતર ધારા હેઠળ ગેરલાયક ઠેરવવા માટેની ફરિયાદ કરી હતી. બળવો કરનાર સભ્યોનાં રાજીનામાં સ્વીકાર્યાં ન હતી.
પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલ સામે આ બળવો હતો. એક તરફ પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ અને તે સમયના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી એવું કહી રહ્યા છે કે, ભાજપમાં કોઈ વિખવાદ અને જૂથવાદ નથી. પરંતુ મોરબી ભાજપમાં વિખવાદના કારણે પક્ષે ગુમાવવી પડી છે.
જનતા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને રાજકીય પક્ષો નાણાં કે હોદ્દાની લોભ-લાલચ આપી પોતાના પક્ષમાં લઈ લેવા અને શાસક પક્ષની સરકાર તોડી પાડવા માટે પ્રયત્નો કરી શકે છે.
ભૂતકાળમાં આવાં ઘણાં ઉદાહરણો જોવા પણ મળ્યાં છે.
ચૂંટાયા પછી પક્ષ બદલનારા લોકો પર નિયંત્રણ લાવવા માટે કાયદો વર્ષ 1985માં રાજીવ ગાંધીની સરકાર દ્વારા લાવવામાં આવ્યો હતો. જેનો સમાવેશ ભારતના બંધારણના દસમા પરિશિષ્ટમાં કરવામાં આવ્યો છે. 1 માર્ચ, 1985ના રોજથી તે સમગ્ર દેશમાં લાગુ કરાયો છે. ચૂંટાયા બાદ પોતાના પક્ષમાંથી સ્વેચ્છાએ અલગ થઈ જાય તો તેની સામે પક્ષાંતર ધારા હેઠળ કાર્યવાહી થઈ શકે છે.
ભારતના સર્વોચ્ચ ન્યાયાલયના હુકમ અનુસાર પ્રિસાઇડિંગ ઑફિસર પક્ષાંતર ધારા અંતર્ગત કોઈ પણ રાજનેતા પર ચૂંટણી લડવા બાબતે પ્રતિબંધ ન મૂકી શકે.
બસપાના રાજીનામાં
કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકતા બિલ લાવતાં બહુજન સમાજવાદી પાર્ટીના ચાર સદસ્યોએ બિલના વિરોધમાં વાંકાનેર નગરપાલિકામાંથી રાજીનામાં આપ્યા હતા. વોર્ડ નં 04ના બહુજન સમાજવાદી પાર્ટીમાંથી ચૂંટાયેલા જાકીર બલોચ, શરીફાબેન રાઠોડ, સલીમ મેસાણીયા અને વિજયાબેન સારેસા એમ ચાર સદસ્યોએ રાજીનામાં આપ્યું છે. માયાવતીએ રાજ્યસભામાંથી વોકઆઉટ કરીને આડકતરી રીતે ભાજપાને આ બિલમાં સમર્થન કર્યું હતું. જેનો વિરોધ વાંકાનેરમાં થયો હતો. બસપા સુપ્રીમો માયાવતીથી નારાજગી દર્શાવી પક્ષના ઉપપ્રમુખને રાજીનામાં સોપી દીધા હતા.
હુમલો
માર્ચ 2022માં વાંકાનેર નગરપાલિકા કાઉન્સિલર પર હુમલો થયો હતો. જાકીર બ્લોચ, સાહેદ સબિરભાઈ બ્લોચ અને ગફારભાઈ હાસમભાઈ કાબરા 9 શખ્સોએ સમાધાનના બહાને બોલાવી હુમલો કરાયો હતો. જાકીરભાઈને મોટી ઈજાઓ પહોંચી હતી.
બોટાદમાં આવું જ થયું
જૂન 2022માં 44 સભ્યો વચ્ચે બોટાદ નગરપાલિકામાં વિખવાદો થયા હતા. પ્રાંત અધિકારીએ બોટાદ નગરપાલિકાને સુપરસીટ કરી હતી. બોટાદ નગરપાલિકામાં કુલ 44 સભ્યોમાંથી 40 સભ્યો ભાજપના હતા. 4 સભ્યો કોંગ્રેસના હતા. ભાજપના સભ્યોના આંતરિક વિખવાદ અને જૂથવાદના કારણે નગરપાલિકાના વોર્ડ નંબર 10ના સભ્યને શિસ્તભંગ બદલ ભાજપ દ્વારા પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા. ત્યાર બાદ નગરપાલિકાના તે સમયના પ્રમુખ રાજેશ્રી વોરા સહિત તમામ સમિતિના ચેરમેનોના પણ રાજીનામાં લઈ લેવામાં આવ્યાં હતા. નવા પ્રમુખના મેન્ડેડ સામે ભાજપના સભ્ય અલ્પા સાબવા દ્રારા ઉમેદવારી કરી હતી. તેમણે બહુમતી હાંસલ કરી જીત મેળવી હતી. રાજેશ્રી બોટાદ નગરપાલિકાના પ્રમુખ બન્યા હતા. 18 સભ્યોને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા. શહેરી વિકાસ વિભાગ દ્વારા કામો, વેરાની ઉઘરાણી તેમજ ગ્રાન્ટ પરત જતી હાવનું કહીને નવા પ્રમુખને સુપરસીડ કરી હતી.
ભાણવડ નગરપાલિકાને સરકારે ગયા વર્ષે સુપસીડ કરી હતી. કોંગ્રેસ અને ભાજપના વિગ્રહના કારણે આવું કરાયું હતું.
ધારાસભ્ય સામે કોઈ પગલાં નહીં
વાંકાનેરના કોંગ્રેસના ધારાસભ્ય મોહમ્મદ જાવેદ પીરજાદાના નાના ભાઈ ઇરફાન પીરજાદા દ્વારા 1992 માં વાંકાનેર નગરપાલિકા પાસેથી હરાજીથી જગ્યા લેવામાં આવેલી હતી. ત્યારબાદ તેઓ દ્વારા એ જગ્યા પર બાંધકામ કરવામાં આવેલું હતું . કમ્પલીશન સર્ટિફિકેટ મેળવેલું નથી. અનધિકૃત રીતે 80ફૂટ નગરપાલિકાની જગ્યાનું દબાણ કરેલું છે. નગરપાલિકા ની લેખિતમાં જાણ કરી હોવા છતાં ભાજપના નેતાઓ આ બાંધકામ તોડ્યું નથી.
11 વર્ષ પહેલાં ઓડ અને ભરૂચ નગરપાલિકા આ રીતે સુપરસીડ કરાઈ હતી. માર્ચ 2022માં વાંકાનેર નગરપાલિકા કાઉન્સિલર પર હુમલો થયો હતો. જાકીર બ્લોચ, સાહેદ સબિરભાઈ બ્લોચ અને ગફારભાઈ હાસમભાઈ કાબરા 9 શખ્સોએ સમાધાનના બહાને બોલાવી હુમલો કરાયો હતો. જાકીરભાઈને મોટી ઈજાઓ પહોંચી હતી.
બોટાદમાં આવું જ થયું
જૂન 2022માં 44 સભ્યો વચ્ચે બોટાદ નગરપાલિકામાં વિખવાદો થયા હતા. પ્રાંત અધિકારીએ બોટાદ નગરપાલિકાને સુપરસીટ કરી હતી. બોટાદ નગરપાલિકામાં કુલ 44 સભ્યોમાંથી 40 સભ્યો ભાજપના હતા. 4 સભ્યો કોંગ્રેસના હતા. ભાજપના સભ્યોના આંતરિક વિખવાદ અને જૂથવાદના કારણે નગરપાલિકાના વોર્ડ નંબર 10ના સભ્યને શિસ્તભંગ બદલ ભાજપ દ્વારા પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા. ત્યાર બાદ નગરપાલિકાના તે સમયના પ્રમુખ રાજેશ્રી વોરા સહિત તમામ સમિતિના ચેરમેનોના પણ રાજીનામાં લઈ લેવામાં આવ્યાં હતા. નવા પ્રમુખના મેન્ડેડ સામે ભાજપના સભ્ય અલ્પા સાબવા દ્રારા ઉમેદવારી કરી હતી. તેમણે બહુમતી હાંસલ કરી જીત મેળવી હતી. રાજેશ્રી બોટાદ નગરપાલિકાના પ્રમુખ બન્યા હતા. 18 સભ્યોને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા. શહેરી વિકાસ વિભાગ દ્વારા કામો, વેરાની ઉઘરાણી તેમજ ગ્રાન્ટ પરત જતી હાવનું કહીને નવા પ્રમુખને સુપરસીડ કરી હતી.
ભાણવડ નગરપાલિકાને સરકારે ગયા વર્ષે સુપસીડ કરી હતી. કોંગ્રેસ અને ભાજપના વિગ્રહના કારણે આવું કરાયું હતું.
ધારાસભ્ય સામે કોઈ પગલાં નહીં
વાંકાનેરના કોંગ્રેસના ધારાસભ્ય મોહમ્મદ જાવેદ પીરજાદાના નાના ભાઈ ઇરફાન પીરજાદા દ્વારા 1992 માં વાંકાનેર નગરપાલિકા પાસેથી હરાજીથી જગ્યા લેવામાં આવેલી હતી. ત્યારબાદ તેઓ દ્વારા એ જગ્યા પર બાંધકામ કરવામાં આવેલું હતું . કમ્પલીશન સર્ટિફિકેટ મેળવેલું નથી. અનધિકૃત રીતે 80ફૂટ નગરપાલિકાની જગ્યાનું દબાણ કરેલું છે. નગરપાલિકા ની લેખિતમાં જાણ કરી હોવા છતાં ભાજપના નેતાઓ આ બાંધકામ તોડ્યું નથી.
11 વર્ષ પહેલાં ઓડ અને ભરૂચ નગરપાલિકા આ રીતે સુપરસીડ કરાઈ હતી.