રૂપાણી ખેડૂત લક્ષી છે કે ખેડૂત ભક્ષી, જાણવા આ ખેડૂતનો વિડિયો જૂઓ

 

ટેકાના ભાવે ચણાની ખરીદીમાં બદલાયેલા નિયમો પર ગુજરાતના ખેડૂત આગેવાન  કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાની પ્રતિક્રિયાએ ગુજરાત ભાજપની વિજય રૂપાણીની સરકારને ખેડુત રક્ષક નહીં પણ ખેડૂત ભક્ષક છે એવો ગંભીર આરોપ આ વિડિયોમાં મૂકયો છે.

ટેકાના ભાવે ચણા ખરીદીમાં નવો પરિપત્ર કરવાની શું જરૂર પડી….??? ખેડૂતોએ ત્રણ મહિના ચણા સાચવ્યા હવે સરકારે ખરીદીના નિયમો બદલી નાખ્યા છે.

સરકાર દર પંદર દિવસે ટેકાના ભાવે ખરીદીમાં નિયમો શા માટે બદલાવે છે…?? ખેડૂતોના ચણા અત્યારે સડી રહ્યા છે.

27 મણ ચણા લઈ જવાનું ભાડાનું ખર્ચ , ચડાઈ ઉતારાઈની મજૂરી ખર્ચ વધી જાય છે.

ખેડૂતોને રૂપાણી સરકાર સબસીડી આપે છે એનાથી ખર્ચ વધારે થઈ જાય છે. સોના કરતાં ઘડામણ મોંધુ પડે તેવો ઘાટ રચાયો છે. ખેડૂતોના બધા જ ચણા ખરીદવામાં આવે તેવી કિસાન કોંગ્રેસે માંગ કરી છે.

સરકારની ખેડૂતો પ્રત્યેની નિતીરીતિ જોતા સવાલ થાય છે કે સરકાર ખેડૂતલક્ષી છે કે ખેડૂતભક્ષી…..????

ગુજરાત રાજ્યમાં શિયાળુ કઠોળ વર્ગના પાકોમાં ચણા (chickpea) ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. રાજ્યમાં અંદાજે 1.50 લાખ હેક્ટરમાં ચણાનું વાવેતર કરવામાં આવે છે અને તેનું સરેરાશ ઉત્પાદન અંદાજે 885 કિલોગ્રામ મળેલ છે. ગુજરાતમાં ચણાનું મોટાભાગનું વાવેતર ચોમાસાનાં સંગ્રહાયેલ ભેજ આધારિત બિન પિયત પાક તરીકે મુખ્યત્વે અમદાવાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, દ્વારકા અને ખેડા જિલ્લા, ભાલ વિસ્તારમાં અને જૂનાગઢના ઘેડ વિસ્તારમાં જ્યારે બહુ જ થોડા વિસ્તારમાં પિયત ચણાની ખેતી કરવામાં આવે છે. પરંતુ ચણા જાતની અગત્યતા જોતા અને તેના મૂલ્ય વર્ધિત મહત્વ જોતા આ પાક દાહોદ, પંચમહાલ, ભરુચ, નવસારી, ખેડા અને વડોદરા જિલ્લામાં તેનું વાવેતર શરૂ થયું છે અને વર્ષો વર્ષ વાવેતર વિસ્તાર વધતો જાય છે.