1 હજાર શાળામાં 10 કરોડ લીટર વરસાદી પાણીનો સંગ્રહ ભૂગર્ભ ટાંકામાં થશે

જળ અભિયાનથી ૪૦,૬ર૮ લાખ ઘનફૂટ જળસંગ્રહ ક્ષમતા વધારી છે. ૧૦ ડિસેલીનેશન પ્લાન્ટસ અને નગરો-મહાનગરોમાં રિયુઝ ઓફ ટ્રીટેડ વોટરથી ઊદ્યોગો-ખેતીવાડીને પાણી આપી જળ સુરક્ષા વધારી છે. સમગ્ર દેશમાં સૌ પ્રથમ વડોદરા જિલ્લાની અભિનવ પહેલરૂપ સિદ્ધિ. ૧૦૦૦ સરકારી શાળાઓમાં રેઇન વોટર હાર્વેસ્ટીંગ પ્રોજેકટ વર્ષે ૧૦ કરોડ લીટર વરસાદી પાણીનો સંગ્રહ થશે. રૂ. ૬ કરોડના ખર્ચે નવ માસમાં ૧૦૦૦ શાળાઓમાં રેઇન વોટર હાર્વેસ્ટીંગ પ્રોજેકટ પૂર્ણ કરી દેશને જળ સંચયનો નવો રાહ વડોદરાએ બતાવ્યો છે.  પૂરાતન પરંપરા એવી વરસાદી પાણીના ભૂર્ગભ જળસંગ્રહ ટાંકાની પદ્ધતિ છે.

નદી-તળાવો ચેકડેમ ઊંડા કરીને કાંપ-માટી કાઢીને વરસાદી પાણીનો વધુ સંગ્રહ થઇ શકે તે હેતુથી રાજ્ય સરકારે ર૦૧૮ના વર્ષથી શરૂ કરેલા આ અભિયાનમાં આ વર્ષે  ત્રણ વર્ષમાં ૪૦૬ર૮ લાખ ઘન ફૂટ જળસંગ્રહ ક્ષમતા વધી છે.