Now Water Metro Project in Tapi River
તાપી રિવરફ્રન્ટ ધ્યાને રાખીને વોટર મેટ્રો માટે આયોજન કરી રહી છે. સુરતને ભારતમું લોજીસ્ટ્રીફ્સ હબ બનાવવા વોટર મેટ્રો માટે શક્યતા દર્શી અહેવાલ તૈયાર કરાશે.
કોચી પછી સુરતમાં વોટર મેટ્રો શરુ કરનાર શહેર બની શકે છે. સુરતમાં શરૂ થાય તો, કોચીન શિપયાર્ડ દ્વારા બોટ બનેવાયા છે.
પેરીસ ખાતે ટ્રાન્સ્પોર્ટેશન અંગેના વર્કશોપમાં સુરત પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ સાથે કોચી વોટર મેટ્રો પ્રોજેક્ટના ટેકનિકલ હેડ પણ હતા. ચકાસણી માટે કોચી વોટર મેટ્રોની ટીમે સુરત આવવા માટે તૈયારી બતાવી છે.
સુરત પાલિકાના ટેકનિકલ અધિકારીઓ કોચી વોટર મેટ્રોના અભ્યાસ માટે કોચી જશે. ટેકનિકલ, નાણાકીય સહાય માટે એએફડીએ મૌખિક સંમતિ આપી છે.
કોચીમાં ઉપયોગમાં લેવાતી વોટર મેટ્રોમાં તમામ બોટ ઈલેક્ટ્રીક છે.
કોચી
મેટ્રો જમીન ઉપર કે જમીન નીચે ચાલે છે. પણ હવે પાણીમાં પણ મેટ્રો ચાલતી થઈ છે.
દેશની પહેલી વોટર મેટ્રો કેરળના કોચીમાં શરૂ કરી છે.
કોચી વોટર મેટ્રો રૂ. 1,136 કરોડના ખર્ચે બની છે. કોચીની આસપાસના 10 ટાપુઓ સાથે તેને જોડવામાં આવી છે. વોટર મેટ્રોમાં વિશેષ સુવિધાઓ છે. કેરળ સરકાર દ્વારા 100 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે અને બાકીના પૈસા જર્મન ફંડિંગ એજન્સી KFW દ્વારા રોકાણ કરવામાં આવ્યા છે. એક વોટર મેટ્રોની કિંમત 7 કરોડ રૂપિયા છે. દરેક મેટ્રોમાં 50 થી 100 મુસાફરો બેસી શકે છે. કલાકના આઠ નોટની ઝડપે દોડશે. લો ટાઈડ અને હાઈ ટાઈડમાં પણ પાણીનું સ્તર એક જ સ્તર પર રહેશે.
બેટરી સંચાલિત હાઇબ્રિડ બોટનો ઉપયોગ કરવામાં આવે છે.
વોટર મેટ્રો પ્રોજેક્ટમાં 78 ઇલેક્ટ્રિક બોટ અને 38 ટર્મિનલ છે. પીક અવર્સ દરમિયાન તે 15 મિનિટના અંતરે ચાલે છે. કોચી 2035 સુધીમાં સંપૂર્ણ રીતે કાર્યરત થવાની ધારણા છે. જેમાં દૈનિક પ્રવાસીઓની સંખ્યા 1 લાખ 50 હજાર હશે. વિશ્વમાં અમલમાં મુકવામાં આવેલ સૌથી મોટી ઇલેક્ટ્રિક-બોટ મેટ્રો ટ્રાન્સપોર્ટેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે છે.
ભાડુ
ટિકિટની કિંમત 20 થી 40 રૂપિયાની વચ્ચે છે. પાસનો ઉપયોગ કરીને 10 રૂપિયા સુધીના ખર્ચે વોટર મેટ્રોમાં મુસાફરી કરી શકાય છે. કોચી મેટ્રો અને વોટર મેટ્રો બંને માટે ટિકિટનું એક જ કાર્ડ ચાલે છે. 180 રૂપિયાનો અઠવાડિયાના પાસમાં 12 વખત મુસાફરી કરી શકાય છે. 50 ટ્રિપ્સ સાથે 30 દિવસનું ભાડું 600 રૂપિયા છે. 90 દિવસ માટે 150 ટ્રિપનું ભાડું 1500 રૂપિયા છે.
કોચીનું એક વર્ષ
કોચી મેટ્રોએ 25 એપ્રિલ 2024માં એક વર્ષ પૂર્ણ કર્યું છે. આ સમયગાળા દરમિયાન 19 લાખ 72 હજાર 247 લોકોને પાંચ રૂટ પર પરિવહન કર્યું છે. કોચીની મુલાકાત લેતા પ્રવાસીઓની સંખ્યા નિયમિત મુસાફરોની સંખ્યા કરતાં વધુ હતી. તે ટકાઉ જળ પરિવહનના ક્ષેત્રમાં એક મોડેલ બની છે.
કોચી વોટર મેટ્રો લિમિટેડે 9 બોટ સાથે તેની કામગીરી શરૂ કરી હતી અને હવે તે 14 જહાજો સાથે 5 રૂટ પર વેપાર કરે છે. જળ પરિવહન ક્ષેત્રમાં ક્રાંતિ આવી છે.
વધુ પાંચ વોટર મેટ્રો ટર્મિનલનું બાંધકામ ચાલુ છે અને તે રૂટ પર સેવાઓ સપ્ટેમ્બર-ઓક્ટોબરથી શરૂ થવાની ધારણા હતી.