ગુજરાતમાં 2018-19ની સરખામણીએ 2019-20માં અકસ્માતની સંખ્યામાં 9.18 ટકાનો ઘટાડો નોંધાયો છે. વાહન વ્યવહાર વિભાગ હેઠળ વાહન વ્યવહાર ખાતું અને ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન છે. રાજયના 99.60 ટકા વિસ્તારમાં 8490 એસ. ટી. દ્વારા પ્રતિદિન 24 લાખ મુસાફર વર્ષે ફરી છે. ગુજરાતમાં વર્ષ 1996-97માં 37.97 લાખ વાહનો હતા, 2020માં 2.65 કરોડ હતા. એમ વાહન વ્યવાહ પ્રધાન આર સી ફળદુએ ગુજરાત વિધાનસભામાં જણાવ્યું હતું.
તેમણે એ કહ્યું કે સારા રોડના કારણે 9.18 ટકા અકસ્માતો ઘટ્યા છે. પણ એ ન કહ્યું કે સારા રોડના કારણે ઓવર સ્પીડથી ચાલતા વાહનોના અકસ્માતોમાં ગુજરાતમાં લોકોના મોત વધ્યા છે.
રણછોડ ફળદુએ ઘણી બધી વિગતો જાહેર કરવાનું ટાળ્યું છે. પણ કેન્દ્ર સરકારે જે જાહેર કર્યું તે પણ છૂપાવ્યું છે. તેમણે જે છૂપાવવાની કોશિષ કરી તે આ રહીં વાંચો —
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોની એક રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં એક વર્ષમાં રોડ અકસ્માતને કારણે કુલ 8574 લોકો મોતના ઘાટે ઉતર્યા છે. તેમાંથી સૌથી વધારે 5972 લોકો માત્ર ઓવરસ્પીડને કારણે મરે છે.
રોજ 16 લોકોના મોતઃ
ગુજરાતમાં રોજ 16 લોકો રોડ અકસ્માતને કારણે જીવ ગુમાવે છે. ઓવર સ્પીડને કારણે પણ ગુજરાતમાં 1 વર્ષમાં 1834 લોકોની મોત થઈ છે. માત્ર અમદાવાદમાં સ્પીડને કારણે 78, ઓવર સ્પીડને કારણે 293 અને દારુ પીઈને ગાડી ચલાવવાને કારણે 2 લોકોની મોત થઈ છે.
5972 લોકોના મોતઃ
વધારે સ્પીડને કારણે થયેલા અકસ્માતોમાં 1 વર્ષમાં 13,941 મામલાઓ નોંધાયા છે. જેમાં 13,148 લોકોને ઈજા થઈ છે. તો 5,972 લોકોના મોત થયા છે. આ રીતે ગુજરાતમાં રોજ 16 લોકોની મોત રોડ અકસ્માતમાં થાય છે. નશામાં ગાડી ચલાવવા માટે 1 વર્ષમાં 300 મામલા નોંધાયા છે. જેમાંથી 296 લોકો ઘાયલ થયા છે. ડ્રંક એન્ડ ડ્રાઈવમાં ગુજરાતમાં કુલ 122 લોકોની મોત થઈ છે.
અન્ય કારણોઃ
અકસ્માતના અન્ય કારણો અનુસાર, ડ્રાઈવરને થાકને કારણે 149, રસ્તામાં પ્રાણી આવી જવાને કારણે 79, ખરાબ હવામાનને કારણે 179, લો વિઝિબિલિટીને કારણે 119 અને ખરાબ રોડને કારણે 54 લોકોના મોત થયા છે.
ગુજરાતમાં દુર્ઘટનાઓના કારણ અને મોત
ઓવર સ્પીડ – 5972
ખતરનાક ડ્રાઈવિંગ – 1834
હવામાન – 179
વાહનમાં ખરાબી – 149
નશો કરી ગાડી ચલાવવી – 122
લો વિઝિબિલિટી- 119
પ્રાણીનું વચ્ચે આવી જવું – 79
ડ્રાઈવરને થાક લાગવો – 66
ખરાબ રોડ – 54
રાજ્યમાં 8,000 લોકોના માર્ગ અકસ્માતથી મોત થાય છે. 60 ટકા અકસ્માતો આંખની નબળાઈના કારણે થાય છે
કયા વર્ષે કેટલા અકસ્માત ? કેટલા મોત ?
વર્ષ માર્ગ અકસ્માત અકસ્માતમાં મોત અકસ્માતમાં ઈજા
2012 – 27949 – 7817 – 27650
2013 – 25391 – 7613 – 24836
2014 – 23712 – 7955 – 22493
2015 – 23183 – 8119 – 21448