WhatsAppના બે એકાઉન્ટ કલોનિંગથી ચલાવી શકાય છે, આ રીતે

9 નવેમ્બર 2020

એક જ મોબાઈલ પર બે WhatsApp એકાઉન્ટ ચલાવી શકાય એવી એપ આવી ગઈ છે. સ્માર્ટફોનમાં કલોનિંગ ફીચર હવે આવે છે. જેના દ્વારા એપનો ક્લોન બનાવીને તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ફીચરની મદદથી તમે તમારા મોબાઇલમાં WhatsAppનો ક્લોન બનાવીને બે એકાઉન્ટ ચલાવી શકો છો. આવો જાણીએ તેની પ્રોસેસ. સૌથી પહેલાં તમે તમારા મોબાઇલમાં સેટિંગમાં જાઓ.

સેટિંગમાં ગયા પછી નીચેની તરફ કલોનર વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કરો એપ કલોનર ઓપ્શનમાં તમને ડિવાઇસમાં રહેલું એપનું લિસ્ટ દેખાશે. તેમાંથી WhatsApp સિલેક્ટ કરો. હવે કલોન એપનો વિકલ્પ દેખાશે. તેને ઓન કરતાં જ WhatsAppનું ક્લોન બનીને તૈયાર જશે. મોબાઇલમાં એક સાથે બે WhatsApp એકાઉન્ટ ચલાવી શકશે. મોબાઇલમાં ક્લોનર ફીચર ના હોય તો ગુગલ પ્લે સ્ટોર પરથી પેરેલલ સ્પેસ લાઈટ એપ ડાઉનલોડ કરીને એપ પણ કલોનર ફીચરની જેમ કામ કરે છે.