બાળકોનું રૂ. 12 હજાર કરોડનું દૂધ કોણ પી જાય છે
પોષણ માટે વર્ષે 2500 કરોડનું ખર્ચ છતાં ગુજરાત ત્રીજા નંબરે
અમદાવાદ, 8 ઓગસ્ટ 2024
દૂધ, ભોજન અને ટેક હોમ રાશન હેઠળ ગુજરાત સરકાર દર વર્ષે રૂ. 2500 કરોડનું જંગી ખર્ચ કરે છે. છતાં પણ ગુજરાતના બાળકો કુપોષણમાં દેશમાં ત્રીજા નંબરે છે. ભયંકર સ્થિતિ બાળકોના આરોગ્યની ઊભી થઈ છે.
આદિજાતિ મહિલા અને બાળકોને વર્ષ 2014-15થી 2023-24 સુધીના 10 વર્ષમાં રૂ. 12 હજાર કરોડના ખર્ચે 90 લાખને દૂધ આપવામાં આવ્યું છે. વર્ષે રૂ. 1200 કરોડનું દૂધ 9 લાખને દૂધ પીવડાવવામાં આવે છે. વર્ષે વ્યક્તિ દીઠ રૂ. 13,333નું દૂધ સંજીવની આપવામાં આવે છે.
14 આદિજાતિ જિલ્લાઓના 106 ઘટકોમાં પોષણ સુધા યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે. વર્ષ 2023-24માં 90,249 લાભાર્થીઓને પોષણ સુધા યોજના હેઠળ પોષણક્ષમ આહારનો લાભ આપવામાં આવ્યો છે.
નરેન્દ્ર મોદીએ 24 ડિસેમ્બર 2009ના રોજ ‘દૂધ સંજીવની યોજના’ શરૂ કરી હતી. આંગણવાડી કેન્દ્રના 6 માસથી 6 વર્ષના બાળકોને અઠવાડિયામાં 5 દિવસ 100 મિલી અને સગર્ભા, ધાત્રી માતાઓને અઠવાડિયામાં 2 દિવસ 200 મિલી ફોર્ટિફાઇડ ફ્લેવર્ડ દૂધ આપવામાં આવે છે.
10 વર્ષોમાં કુલ ₹12,021 કરોડના ખર્ચે 87,89,105 બાળકોને દૂધ પીવડાવ્યું છે. દૂધ સંજીવની યોજનાના પરિણામે ભૂલકાંઓ, સગર્ભા અને ધાત્રી માતાઓમાં પોષણની સ્થિતિમાં કોઈ સુધાર જોવા મળ્યો નથી.
પાંડુરોગ વાળા, ઓછા વજનવાળા બાળકોનાં દરમાં ઘટાડો કરવાનો અને પ્રસૂતિના પરિણામોમાં સુધારો લાવવાનો હતો, જે સફળ થયો નથી.
વર્ષ 2023-24માં 90,249 સગર્ભા અને ધાત્રી માતાઓને આ યોજના હેઠળ પોષણક્ષમ ભોજનનો લાભ આપવામાં આવ્યો છે. આદિજાતિ વિસ્તારોમાં માતા મૃત્યુ અને બાળ મૃત્યુ દરમાં ઘટાડો કરવાનો હતો, પણ થયો નથી.
મહિલા અને બાળ કલ્યાણ પ્રધાન ભાનુબેન બાબરીયા સદંતર નિષ્ફળ રહ્યાં છે. આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન માટે રૂ. 778 કરોડ ખર્ચ 2024-25માં થવાનું છે. ટેક હોમ રાશન માટે રૂ. 344 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વર્ષે કરોડોનું ખર્ચ થાય છે છતાં કુપોષણ દૂર થતું નથી.
મહિલા અને બાળ કલ્યાણ પ્રધાન ભાનુબેન બાબરીયાના કાળમાં ગુજરાત કુપોષણમાં દેશમાં ત્રીજા ક્રમે આવીને ઊભું છે.
જંગી ખર્ચ છતાં રાજ્યમાં 3.23 લાખ બાળકો કુપોષણથી પીડિત છે.