મોદીના પ્રધાન પરસોત્તમ સોલંકી અને દિલીપ સંઘાણીને કોણ બચાવે છે

Who is protecting corrupt leaders Solanki and Sanghani during Modi government? मोदी सरकार के दौरान भ्रष्ट नेताओं सोलंकी और संघानी को कौन बचा रहा है?

સોલંકીએ મોદી સામે બળવો કર્યો હતો, સંઘાણી મોદીના ખાસ મિત્ર

લાંચનો આરોપ છતાં ભાજપની તમામ સરકારોમાં પરસોત્તમ સોલંકી 7 વખત માછલા પ્રધાન બન્યા

11 કરોડની લાંચ લઈને ગુજરાતની પ્રજાને 2008માં  રૂ.400 કરોડનું નુકસાન કરનારા ભાજપના નેતાઓ 16 વર્ષથી જેલ બહાર

દિલીપ પટેલ
અમદાવાદ, 31 જુલાઈ 2024
નરેન્દ્ર મોદીની સરકાર વખતે રૂ. 400 કરોડના ફિઝશીઝ કૌભાંડ થયું હતું. તેમના બે પ્રધાનો દિલીપ સંઘાણી અને પરસોત્તમ સોલંકી સામે આરોપો છે. ગુજરાત વડી અદાલતે ભાજપના નેતાઓ પુરૂષોત્તમ સોલંકી અને દિલીપ સંઘાણીની બિન તહોમત છોડી મૂકવા માટેની ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધી હતી. ટ્રાયલનો માર્ગ મોકળો કરીને ભાજપના બંને નેતાઓને નિર્દોષ છૂટવાની વિનંતીઓ ફગાવી દીધી હતી.

પુરુષોત્તમ સોલંકી અને દિલીપ સંઘાણીની ડિસ્ચાર્જ અરજીને ફગાવી દીધી છે.સંઘાણી હાલમાં ઈફ્કોમાં અધ્યક્ષ છે. પ્રધાનો સામે ભ્રષ્ટાચાર કેસમાં મોદીની સરકાર સામે આ સ્પષ્ટ આદેશ છે. આ બન્ને પ્રધાનો નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન હતા, ત્યારે, માછલા પ્રધાન હતા.

જસ્ટિસ હેમંત પ્રાચાકે શુક્રવારે ભ્રષ્ટાચારના આરોપો પર ભૂતપૂર્વ પ્રધાન દિલીપ સંઘાણી અને પુરુષોત્તમ સોલંકી અને તેમના ગૌણ કર્મચારીઓની ટ્રાયલનો માર્ગ મોકળો કરીને નિર્દોષ છૂટવાની વિનંતીઓ ફગાવી દીધી હતી. જો કે, વિનંતી પર ન્યાયાધીશે સ્ટે ચાર અઠવાડિયા માટે લંબાવ્યો છે. પુરષોત્તમ સોલંકી હાલની ભૂપેન્દ્ર પટેલ સરકારમાં પણ પ્રધાન છે.

અદાલતમાં હાજર થવા આદેશ કરાયો છે.

ગાંધીનગરની અદાલતે બન્નેને સજા કરી હતી.

ગાંધીનગરની અદાલતે બંનેને ડિસ્ચાર્જ કરવાની અરજી ફગાવતી વખતે ટાંક્યું હતું કે, તપાસ રિપોર્ટને ધ્યાને લેતા કેસ બન્યો હોવાનું પહેલી નજરે દેખાય છે. અદલતે એવું પણ નોંધ મૂકી હતી કે, બંને સામે મુકવામાં આવેલા આરોપો પાયા વિહીન નથી.

દિલીપ સંઘાણી, પુરુષોત્તમ સોલંકી અને અન્ય લોકો સામે રાજ્યના 58 જળાશયોના ફિશિંગ કોન્ટ્રાક્ટ કોઈ ટેન્ડર પ્રક્રિયા વિના સહકારી જૂથોને આપવાનો આરોપ છે. તેની સામે પ્રીવેન્શન ઓફ કરપ્શન એક્ટ અને ઇન્ડિયન પીનલ કોડ હેઠળ આરોપ લગાવ્યા હતા.

કોઈપણ ટેન્ડર પ્રક્રિયા વિના આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. તેમની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ અને ભારતીય દંડ સંહિતા હેઠળના ગુનાઓ માટે આરોપ મૂકવામાં આવ્યો હતો.

ભૂતપૂર્વ પ્રધાનો પર આરોપ મૂકવામાં આવ્યો હતો અને વિશેષ અદાલતે તેમની સામે સમન્સ જારી કર્યા હતા, ત્યારથી વડી અદાલતમાં વિવિધ દાવાઓ ઉભા થયા હતા.
પરસોત્તમ સોલંકી પર હમણાં જ દસ્તાવેજી ફિલ્મ બની છે. જેમાં આ કેસનો કોઈ ઉલ્લેખ નથી.

2007 – પ્રધાન
નરેન્દ્ર મોદી જ્યારે મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમની સામેના બળવાખોર જૂથમાં રહેલા સોલંકી હતા. પરષોત્તમ સોલંકી 1995 અને 1998માં કેશુભાઈ પટેલની સરકાર, 2002, 2007, 2012ની નરેન્દ્ર મોદીની સરકારમાં માછલા પ્રધાન હતા. 2014ની આનંદી પટેલની સરકાર અને 2016 તથા 2017માં વિજય રૂપાણી અને 2021 અને 2022માં ભૂપેન્દ્ર પટેલની સરકારમાં માછલા પ્રધાન રહેતા આવ્યા હતા.
નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન હતા એ સમયથી તેમને સ્ટાર પ્રચારક તરીકે દરેક ચૂંટણીમાં મતવિસ્તારોમાં મોકલવામાં આવતા. મુખ્ય પ્રધાન સિવાય પ્રચાર માટે હેલિકોપ્ટર મેળવનાર ઉમેદવારો તેઓ એક માત્ર આજ સુધી રહ્યા છે. તેમની ટિકિટ અત્યાર સુધી ભાજપ કાપી શક્યું નથી. નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન બનતાં પહેલાં સોલંકીના બંગલે મળવા જતા હતા.

2012ની વિધાનસભાની ચૂંટણીમાં તે સમયના ઊર્જામંત્રી સૌરભ પટેલે તેમની સાથેના અણબનાવને કારણે બોટાદની પોતાની બેઠક બદલવાની ફરજ પડી હતી.
પરસોત્તમ સોલંકીના ભાઈ હીરા સોલંકી પણ ધારાસભ્ય રહી ચૂક્યા છે. અક્ષરધામ પર ત્રાસવાદી હુમલાની પહેલી જાણકારી તેમની પાસે હતી.

નરેન્દ્ર મોદી મુખ્ય મંત્રી હતા તે સમયે પણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં સ્ટાર પ્રચારક તરીકે હીરા સોલંકીને મોકલવામાં આવતા. ગુજરાત ઘણી ચૂંટણીઓમાં દરિયાકાંઠાના મતો અંકે કરવાની જવાબદારી ભાજપ અને ખુદ નરેન્દ્રભાઈ તેમના પર નાખી ચૂક્યા છે.

2008
માછીમારોને અપાતો 5 વર્ષનો કોન્ટ્રાક્ટ 2008માં પૂરો થયો હતો ત્યારે મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી હતા. 2009માં માછલા પકડવાની હરાજી કરી આ કોન્ટ્રાક્ટ પુન: આપવાના હતા. પરંતુ પુરૂષોત્તમ સોલંકીએ અપસેટ પ્રાઈઝથી પહેલા 12 લોકોને અને પછી 38 લોકોને કોન્ટ્રક્ટ આપી દીધા હતા. હરાજી વિના કોન્ટ્રાક્ટ આપવા કેબિનેટની મંજૂરી લેવાની હોય છે.. આ મંજૂરી સોલંકીએ મેળવી ન હતી.

2008
2008ના વર્ષમાં કૌભાંડમાં બંને નેતાઓ ઉપરાંત મત્સ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત સાત સામે ગાંધીનગર અદાલતમાં ફરિયાદ નોંધાઈ હતી. પોતાની સત્તાનો દુરુપયોગ કરીને રાજ્યના તળાવો ભ્રષ્ટાચાર કરીને આપી દેવામાં આપવામાં આવ્યા હતા.

2008માં મત્સ્ય ઉદ્યોગ પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન પરસોત્તમ સોલંકીએ ટેન્ડર વગર ફિશરીઝ તળાવના કોન્ટ્રાક્ટ આપ્યા હતા. જેની તપાસમાં પૂર્વ કૃષિ પ્રધાન અને મોદીના ખાસ મિત્ર દિલીપ સંઘાણીની સંડોવણી પણ બહાર આવી હતી.
સોલંકીએ વડી અદાલતમાં રીટ કરી માંગણી કરી હતી કે તેમના વિરૂધ્ધ ક્રિમીનલ તપાસ ન થવી જોઈએ.

2008માં જસ્ટિસ જે.બી. પારડીવાલાએ આ રિટ ફગાવી હતી. કહ્યું કે, ફરિયાદમાં કરેલા આક્ષેપો ખૂબ ગંભીર છે, તેમજ અવગણી ન શકાય તેવા છે.

બનાસકાંઠા જિલ્લામાં માછલીઓના વેપાર અને હોટેલ ઉદ્યોગ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ વર્ષ 2008માં માછીમારી માટે તળાવોનો સરકારી કોન્ટ્રાક્ટ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો.

ખાસ અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી કે ફિશરીઝ તળાવના કોન્ટ્રક્ટ આપવામાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. કામ ટેન્ડર દ્વારા જ આપવાનો કાયદો છે. પરંતુ સોલંકી તેમના અંગત વ્યક્તિઓને આ કોન્ટ્રક્ટ આપી લાંચ મેળવતા હતા. તેમન જુલાઈ-ઓગસ્ટ 2008 દરમિયાન ફિશરીઝ માટેના 58 તળાવોનો કોન્ટ્રક્ટ ટેન્ડર વગર આપવામાં આવ્યો હતો.

ગેરકાયદે અપાયેલા કોન્ટ્રક્ટની કિંમત કાયદેસર અપાતા કોન્ટ્રાક્ટથી ખૂબ ઓછી હતી. ઠેકેદારોને પરસોત્તમ સોલંકી તેમને સરકારી ઓફિસ ને ઘરે બોલાવી બેઠક કરતા હતા.

આક્ષેપ છે કે, 58 કોન્ટ્રક્ટ માટે સોલંકીએ કુલ રૂપિયા 11 કરોડની લાંચ લીધી હોવાનો આક્ષેપ છે.

ફરિયાદીએ આ તમામ ૫૮ કોન્ટ્રાક્ટ રદ કરવા માટે વડી અદાલતમાં અરજી કરી હતી.
અદાલતે તમામ કોન્ટ્રાક્ટ રદ કરી દીધા હતા.

વડી અદાલતે ઊંડી તપાસ માટે ખાસ અદાલતને આદેશ આપ્યો હતો.

2012માં ગાંધીનગરના તત્કાલિન જિલ્લા પોલીસ વડાને તપાસ સોંપાઈ હતી. અધિકારીએ વધુ તપાસનો અહેવાલ રજૂ કરતાં ન હતા. દરેક સુનાવણીમાં વિવિધ કારણો રજૂ કર્યા હતા.

સોલંકી 2012ની ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં હોવાથી મળી રહ્યા નથી તેવું કારણ તેઓ આપતા રહ્યા હતા. તેથી ફરિયાદીએ આ તપાસ સી.બી.આઈ.ને આપવામાં આવે તેવી અરજી વડી અદાલતમાં કરી હતી.

2013માં મામલો ફરી વડી અદાલતમાં પહોંચતા અદાતલે લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોને તપાસ સોંપી હતી.

2014માં તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે સોલંકી ઉપરાંત પૂર્વ પ્રધાન દિલીપ સંઘાણી અને રાજ્ય સરકારના 5 ઉચ્ચ અધિકારીઓ પણ આ કૌભાંડમાં સંડોવાયેલા છે. ગેરરીતિના કારણે રાજ્યની તિજોરીને રૂ. 400 કરોડનું નુકસાન થયું છે.

2015
12 ઓગસ્ટ 2015માં ખાસ અદાલતના ન્યાયાધિશ તારણ મેળવ્યું હતું કે અહેવાલમાં રજૂ કરાયેલા પુરાવાઓ અને વિગતો સાતેય વ્યક્તિ વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી માટે પૂરતા છે.

સોલંકીનો દાવ
2018માં ખાસ અદાલતના આદેશ સામે સોલંકીએ વડી અદાલતમાં રીટ કરી રજૂઆત કરી હતી કે આ ફરિયાદ બદઈરાદાથી કરવામાં આવી છે. રાજ્ય પ્રધાન અદાલતમાં હાજર થશે તો જાહેર હિતને પણ નુકસાન થશે. અદાલતનો આદેશ ભૂલભરેલો છે. પ્રધાન અદાલતમાં આવે તો તે જાહેર હિતને નુકસાનકારક નથી.
ફરિયાદના આધારે પગલાં લેવાની સત્તા છે. કોઈ પગલાં લેવા હોય તો પણ લઈ શકે છે.

2018
2018 માં, વડી અદાલતે ફોજદારી કાર્યવાહી અને સમન્સને રદ કરવાની તેમની અરજીઓ ફગાવી દીધી હતી.
પંદર દિવસમાં સ્પેશિયલ અદાલત સમક્ષ હાજર થવા માટે વડી અદાલતે ફરમાન કર્યું હતું.

2019 હું ચોકીદાર
2019માં આવું જ થયું હતું. જેમાં હું ચોકીદાર છું એવી ઝુંબેશ ભાજપે નરેન્દ્ર મોદીની વડાપ્રધાન બનાવવા માટે શરૂ કરતાં ગુજરાતમાં રૂ.400 કરોડના કૌભાંડમાં પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં હતા એવા પ્રધાનોને અદાલતે ધરપકડ વોરંટ જાહેર કરતા હું ચોકીદાર કેમ્પેઈન ફટકો પડ્યો હતો.

ભાજપના અમરેલીના નેતા દિલીપ સંઘાણી વિરુદ્ધ બિન જામીન પાત્ર વોરંટ જાહેર કરાયું હતું. દિલિપ સંઘાણી તેમના વકીલ મારફતે અદાલતમાં હાજર હતા પણ સોલંકી માંદગીના કારણે ગેરહાજર હતા.

નરેન્દ્ર મોદીની સરકારમાં થયેલા  રૂ.400 કરોડના ફિશરીઝ કૌભાંડના આરોપમાં રાજ્યના મત્સ્ય ઉદ્યોગ પ્રધાન પરસોત્તમ સોલંકીને 15 દિવસમાં સ્પેશિયલ અદાલત સમક્ષ હાજર થવા માટે વડી અદાલતે ફરમાન કર્યું હતું.

ગુજરાત સરકારની ભ્રષ્ટાચાર વિરોધી એજન્સીએ ગુજરાતની ચોકીદારી કરવામાં રૂ.400 કરોડ ચોકીદાર લઈ ગયા હોવાની ફરિયાદ કરીને ભાજપના પ્રધાન સોલંકીને મુખ્ય સૂત્રધાર દર્શાવ્યા છે.

આમ હું ચોકીદાર કેમ્પેઈન શરૂ થયું ત્યારે જ મોદીના સમયના પ્રધાન ચોરી કરતી વખતે ચોર બની ગયા હતા.

પ્રધાનો સામેની ગાંધીનગર અદાલતે ઇશ્યૂ કરેલી પ્રોસેસને ફરિયાદને રદ કરવા ગુજરાત વડી અદાલત ઇન્કાર કરતા ભાજપના આ બંને નેતાઓની મુશ્કેલીમાં વધારો થયો હતો.

વળી રાજ્યપાલ દ્વારા સોલંકી વિરુદ્ધ કાર્યવાહી માટેની મંજૂરી આપ્યા કાયદાની જોગવાઇ હેઠળ ગુનો સાબિત થઈ શકે તેમ છે.

બહાદુર નાગરિક મરડિયા રાજ્ય સરકારની તિજોરીને 400 કરોડનું નુકસાન કરીને ચોકીદારોએ ભ્રષ્ટાચાર કર્યો હોવાના આરોપ છે. વડી અદાલતે આ જળાશયોની ફાળવણી રદ કરી હતી અને ટેન્ડરની પ્રક્રિયા અપનાવીને કોન્ટ્રાક્ટ આપવાનો આદેશ કર્યો હતો. આ જ મામલે પરષોત્તમ સોલંકી વિરુદ્ધ લાંચ-રૂશ્વત વિરોધી કાયદા હેઠળ કાર્યવાહી કરવા ઇશાક મરડિયાએ મંજૂરી મેળવવા અરજીઓ કરી હતી. ગાંધીનગરની સ્પેશિયલ અદાલતે આ મામલે ધારા-202 હેઠળની તપાસનો આદેશ આપ્યો હતો. જેમાં તપાસ અધિકારી દ્વારા બે વર્ષથી વધુ સમય સુધી તપાસ કરવામાં આવી હતી.

પરસોત્તમ સોલંકી ઉપરાંત દિલીપ સંઘાણી તથા અન્ય ચાર ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધ ગુનો નોંધી શકાય તેવો અહેવાલ સામે આવ્યો હતો. જેથી તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી અને પ્રોસેસના આદેશ કરવામાં આવ્યા હતા.

2021
12 માર્ચ, 2021માં પણ આવું જ થયું હતું.
લોકસભાની ચૂંટણીની ચૂંટણી પહેલા જ ભાજપના સરકારના પ્રધાન પરસોત્તમ સોલંકીની રૂ.400 કરોડના ફિશરીઝ કૌભાંડમાં ખાસ લાંચ રૂશ્વત વિરોધી દળની અદાલતે ધરપકડ માટે વોરંટ જાહેર કર્યું હતું. અદાવતમાં હાજર ન રહેતા બિન જામીનપાત્ર વોરંટ જાહેર કર્યું હતું. આમ છતાં સોંલકી ગેરહાજર રહેતા બિનજામીન પાત્ર ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. ગમે ત્યારે તેમની ધરપકડ થઈ શકે તેમ હતી.

ભાજપને કોંગ્રેસથી પક્ષાંતર કરીને આવેલા કોળી નેતા કુવરજી બાવળીયા મળી જતાં હવે સોલંકી કોળી યુગ આથમી રહ્યો હોવાની આ પહેલી ઘટના માનવામાં આવી રહી હતી.