- ભીષણ આગની ઘટનામાં ૭ મજુરોના મૃત્યુ નીપજતા પોલીસ કાર્યવાહીથી બચવા માલિકો સંતાતા ફરે છે
શહેરના નારોલમાં તાજેતરમાં જ ચીરીપાલ ગ્રુપની નંદન ડેનીમ કંપનીમાં લાગેલી ભીષણ આગમાં ૭ શ્રમિકોના મોત નીપજયા હતાં. સાત વ્યક્તિઓ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાંથી કંપનીના માલિકો હજુ હાથમાં આવ્યા નથી એવી પણ ચર્ચા થઈ રહી છે કે કંપનીના એમડી તથા સીઈઓ કોલકાત્તા થઈ દુબઈ ભાગી ગયા હોવાનું મનાઈ રહયું છે. જાકે આ અંગે સત્તાવાર કશું જાણવા મળ્યું નથી.
કંપનીના માલિકો સહિત કુલ ૭ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી હતી અને કંપનીના મેનેજર સહિતત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી હતી જયારે ચાર વ્યક્તિઓ નાસતા ફરતા હતા જાકે કંપનીના મેનેજીંગ ડિરેકટર જયોતિ ચીરીપાલ તથા તેમના પુત્ર તથા કંપનીના સીઈઓ દિપક ચીરીપાલ ધરપકડથી દુર ભાગી રહયા છે. આ બંનેની શોધખોળ ચાલી રહી છે.
માલિકો હજુ સુધી નહી પકડાતા પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉઠવા લાગ્યા છે. આટલો બધો સમય થવા છતાં માલિકો નહી પકડાતા હવે તેઓ વિદેશમાં ભાગી ગયા હોવાની પણ ચર્ચા થઈ રહી છે. પિતા-પુત્ર કોલકાત્તાથી દુબઈ ભાગી ગયા હોવાની ચર્ચાએ જાર પકડયું છે. જાકે પોલીસને આશા છે કે ટુંક સમયમાં જ આ બંને જણાં પકડાઈ જશે.
ગુજરાતી
English


