કોરોનામાં કરોડો રૂપિયા આપનારા કયા ઉદ્યોગપતિ દાનવીર છે ? વિવાદ શું છે ?

Who is the businessman who donates crores of rupees to Corona? What's the dispute?

નવી દિલ્હી : કોરોના વાયરસનું ખર્ચ મંદીમાં કેન્દ્ર સરકાર કાઢી શકે તેમ નથી તેથી ધનપતિઓએ વડાપ્રધાનના ખાનગી ટ્રસ્ટ પીએમ-કેર ફંડને કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. દાન પર ચાલતી અને લોકોએ આપેલા દાનમાંથી સરકારને દાન કરવાના ઘણાં મંદિર છે.

એવા 10 લોકો કે જેમણે નરેન્દ્ર મોદીના ખાનગી ટ્રસ્ટને દાન આપ્યું છે. જેમાંથી સરકાર તેમને આવકવેરાની રાહતો આપશે અને કંપનીના 2 ટકા દાનમાં ગણીને તે આવકવેરામાંથી બાદ મળશે. તેથી મોટા ભાગે દાનની રકમ સરકાર તેને પરત આપશે.

ટાટા જૂથ

રતન ટાટા, ટાટા જૂથે 500 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું છે. રૂ.1,500 કરોડ આપશે.

મુકેશ અંબાણી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.ના અધ્યક્ષ મુકેશ અંબાણી પીએમ-કેર ફંડમાં રૂ.500 કરોડના ફાળાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્ર અને ગુજરાતના સીએમ રિલીફ ફંડમાં રૂ.5-5 કરોડ આપવાની જાહેરાત કરી છે.

આદિત્ય બિરલા ગૃપ

આદિત્ય બિરલા ગ્રૂપે રૂ. 500 કરોડ ફાળો આપવાની પ્રતિબદ્ધતા હેઠળ 400 કરોડ રૃપિયા આપ્યા છે.

સજ્જન જિંદાલ

જેએસડબ્લ્યુ ગ્રુપના ચેરમેન સજ્જન જિંદાલે રૂ. 100 કરોડનું યોગદાન આપ્યું છે.

રાધાકૃષ્ણ દમાણી

એવન્યુ સુપરમાર્ટના પ્રમોટર અને બ્રાઇટ સ્ટાર ઇન્વેસ્ટમેન્ટ્સના રાધાકૃષ્ણ દામાનીએ રૂ. 100 કરોડનું યોગદાન આપ્યું છે. દામાણીએ રાજ્ય સરકારોને પણ રૂ.55 આપવાનું વચન આપ્યું છે.

ગૌતમ અદાણી

અદાણી ફાઉન્ડેશન દ્વારા રૂ. 100 કરોડના ફાળાની જાહેરાત કરી છે. ગુજરાતના સીએમ-રિલીફ ફંડમાં રૂ.5 કરોડ અને મહારાષ્ટ્રના સીએમ-રિલીફ ફંડમાં રૂ.1 કરોડનું આપશે.

ઉદય કોટક

કોટક મહિન્દ્રા બેંકના એમડી ઉદય કોટકે રૂ. 25 કરોડ આપવાની જાહેરાત કરી છે.

અક્ષય કુમાર

મોદીના મિત્ર બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે રૂ.25 કરોડ યોગદાન આપ્યું છે. તે

બીસીસીઆઈ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ રૂ.1 કરોડનું યોગદાન આપ્યું છે. જેમાં અમિત શાહ અને પરિમલ નથવાણીના પુત્રો છે.

ભારતીય જીવન વીમા નિગમ (એલઆઇસી)એ 105 કરોડ રૂપિયા આપ્યા છે.

ભારતની સૌથી મોટી પાક સુરક્ષા વીમા કંપની યુપીએલ લિ. કંપનીના સીઈઓ જય શ્રોફે રૂ.75 કરોડનું યોગદાન આપ્યું છે. યુપીએલ લિમિટેડના કહ્યું,

ટી-સીરીઝના માલિક ભૂષણ કુમારે રૂ. 11 કરોડની રકમ આપી છે.

સરકારના દિનદયાલ પોર્ટ ટ્રસ્ટ સીએસઆર સ્કીમ હેઠળ રૂપિયા 8 કરોડનું યોગદાન આપેલ છે.

ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ રૂ.1.25 કરોડ રૃપિયા ભેગા કર્યા છે

કાર્તિક આર્યને વડાપ્રધાન રાહત ફંડમાં રૂ.1 કરોડ આપ્યા છે.

મારૂતી કુરીયર સર્વિસીઝ પ્રા.લી દ્વારા રૂ. 1 કરોડ

આવકવેરા વિભાગે એક અગત્યની જાહેરાત કરી છે જેમાં પૈસા આપનાર વ્યકિતઓને સો ટકા આવક માંથી મુકિત મર્યાદા આપવામાં આવશે. તેનો મતલબ કે એક હાથે દાન આપી બીજા હાથે તેટલી જ રકમ સરકાર પાસેથી લઈ લે છે.

સામાન્ય રીતે ટ્રસ્ટ ને આપવામાં આવતું દાન એ કુલ આવક ના 10% ની મર્યાદામાં બાદ મળતું હોય છે. પરંતુ નરેન્દ્ર મોદીના ટ્રસ્ટમાં આપવામાં આવતા દાન ને કોઈ મર્યાદાનો બાધ નથી.

કોઈ કરદાતા પોતે 30% ના સ્લેબમાં વેરો ભરવા જવાબદાર હોય તો તે રૂ.10,000  નું દાન આપે દેશ તથા સમાજની સેવા ઉપરાંત રૂ.3,000 જેટલી આવક વેરાની બચત પણ કરી લેશે

વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત ભંડોળમાં 3800 કરોડ રૂપિયા પહેલાથી પડ્યા છે તો અલગથી ટ્રસ્ટ બનાવવાની શું જરૂર હતી? ટ્રસ્ટના નિયમ અને ખર્ચ પર ટ્રાન્સપરેન્સીની અછતનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.