નવી શોધાયેલી કોરોના લડતની ડિજિટલ IR થર્મોમીટર અને OEU ટેકલોનોજી કોણ મફતમાં અપાશે ?

તબીબી ઉપકરણોના ઉત્પાદન માટે CSIR- રાષ્ટ્રીય રસાયણ લેબોરેટરીએ (NCL)એ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) સાથે જોડાણ કર્યું

સમગ્ર ભારતમાં ઉત્પાદકોને જથ્થાબંધ ઉત્પાદન માટે તૈયાર હાર્ડવેર અને સોફ્ટવેરની ડિઝાઇન વિનામૂલ્યે આપવામાં આવશે

CSIRની અંગભૂત લેબ, CSIR-NCL પૂણે છેલ્લા એક દાયકાથી તેમના વેન્ચર સેન્ટર દ્વારા નાવીન્યતા અને ઉદ્યમશીલતાને પ્રોત્સાહન આપવામાં મોખરાની ભૂમિકા નિભાવે છે અને તેના ઇનોવેશન કોરોના બીમારીના ઉપદ્રવ સામે લડવામાં ખૂબ મદદરૂપ થઇ રહ્યા છે. તેના તાજેતરમાં સામે આવેલા બે ઇનોવેશન કોરોના બીમારીના ઉપદ્રવને ખતમ કરવામાં મદદરૂપ થઇ શકે છે જે અહીં દર્શાવ્યા અનુસાર છે:

ડિજિટલ IR થર્મોમીટર : CSIR-NCLના વેન્ચર સેન્ટરમાં શ્રી પ્રતિક કુલકર્ણીના નેતૃત્વમાં કાર્યરત BMEK સંશોધન સંસ્થા દ્વારા હાથમાં રાખી શકાય તેવા ડિજિટલ IR થર્મોમીટર તૈયાર કરવામાં આવ્યા છે જે કોરોના વાયરસ મહામારીને નિયંત્રણમાં લેવા માટેના પગલાંનું મહત્વપૂર્ણ ઘટક છે. આના માટે પાવરના સ્રોત તરીકે મોબાઇલ ફોન અથવા પાવર બેંકનો ઉપયોગ થઇ શકે છે. આ IR થર્મોમીટરની ડિઝાઇન ઓપન સોર્સ પર ઉપલબ્ધ છે જ્યાં આ ઉપકરણનું જથ્થાબંધ ઉત્પાદન કરવા માટે હાર્ડવેર અને સોફ્ટવેરની સંપૂર્ણ ડિઝાઇન સમગ્ર ભારતના ઉત્પાદકો માટે વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે. મોટી સંખ્યામાં ઉત્પાદકો થર્મોમીટરનું જથ્થાબંધ ઉત્પાદન કરી શકે અને સ્થાનિક માંગને પૂરી કરી શકે તેવા આશયથી આ પ્રયાસ કરવામાં આવ્યો છે. હવે BEL (ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, પૂણે) સાથે ભાગીદારી કરીને તેમાં વધારો કરવામાં આવી રહ્યો છે. પ્રારંભિક ધોરણે વિતરણ અને પરીક્ષણ કરવા માટે અંદાજે 100 પ્રોટોટાઇપ યુનિટ બેંગલોરમાં આવેલા TUV રેઇનલેન્ડ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ ખાતે તૈયાર કરવામાં આવશે.
બીજુ ઇનોવેશન ઓક્સિજન એનરિચમેન્ટ યુનિટ (OEU) છે: કોવિડ-19થી અસરગ્રસ્ત દર્દીઓને ફેફસામાં ઘણી અસર થતી હોવાથી શરીરમાં તેમની ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરવા માટે આ એક ખૂબ મહત્વપૂર્ણ આવશ્યક ઉપકરણ છે. આસપાસની હવામાંથી 21-22% થી 38-40% સુધી ઓક્સિજનની સાંદ્રતા વધારવા માટે CSIR-NCL અને NCL ખાતે પોલીમર સાયન્સ અને એન્જિનિયરિંગ વિભાગના વડા ડૉ. ઉલ્હાસ ખરુલ દ્વારા સ્થાપિત સ્ટાર્ટઅપ ઇનોવેશન વેન્ચર જેનરીચ મેમ્બ્રેન્સ દ્વારા ઓક્સિજન એનરિચમેન્ટ યુનિટ (OEU) દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. આ ઉપકરણ ફાઇબરના આંતરપટલ ધરાવતા બંડલોની એક પોલી રચના છે જે આસપાસની હવા ફિલ્ટર કરે છે અને તેને વિભાજિત કરીને દર્દી માટે ઘરમાં અને હોસ્પિટલમાં વધુ પ્રમાણમાં ઓક્સિજનનો જથ્થો પૂરો પાડે છે. આના પ્રોટોટાઇપ એકમો પૂણે ખાતે તૈયાર છે અને તેને પરીક્ષણ/ માન્યતા માટે બેંગલોર ખાતે આવેલી TUV રેઇનલેન્ડ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાં મોકલવામાં આવશે. અંદાજે OEU મશીનનું એસેમ્બલિંગ પૂણેમાં NCL BEL દ્વારા કરવામાં આવશે અને પરીક્ષણો પછી તેનું ઉત્પાદન વધારવામાં આવશે.
પાંચ, ઇન્ફ્રારેડ નોન-કોન્ટેક્ટ થર્મોમીટર પૂણેના નાયબ પોલીસ કમિશનરને આપવામાં આવ્યા છે.

જેનરીચ- NCL ઓક્સિજન એનરિચમેન્ટ યુનિટ મશીન પૂણે નજીક પ્રોટોટાઇપ પરીક્ષણ દરમિયાન તબીબી કેન્દ્રમાં દર્દીના શ્વાસ લેવાના માસ્ક સાથે જોડવામાં આવ્યા હતા.