અમદાવાદમાં વેપારીઓ સહિતના 52 પ્રકારનો ધંધો કરનારાઓ બહાર નિકળી શકશે

આખું અમદાવાદ 5 એપ્રિલ 2020થી બંધ કરી દેવાયું છે. હવે મંજૂરી વગર કોઈ બહાર નિકળી નહીં શકે. જે નિકળશે તેમને પોલીસ પકડીને ગુના દાખલ કરશે. પોલીસે બહાર ન નિકળવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે. તે હિસાબે કોણ બહાર નિકળી શકશે અને કોણ નહીં તે આ યાદી પરથી સ્પષ્ટ થાય છે.

અમદાવાદ પોલીસે સત્તાવાર જાહેરામું બહાર પાડીને આ વ્યવસાય કે સેવાના લોકોને બહાર નિકળવાની મંજૂરી આપી છે. જેમને પ્રતિબંધનું જાહેરનામુ લાગુ પડશે નહીં.

અમદાવાદ કલેકટર તરફથી પાસ-પરવાના ધરાવતી વ્યક્તિઓ, સમગ્ર રાજ્યમાં 2.50 લાખ પાસ આપવામાં આવ્યા છે. અમદાવામાં આવો પાસ મેળવીને બહાર નિકળી શકાય છે.

વેપારી

રેશનકાર્ડની દુકાનો, ખાદ્ય પદાર્થ, ફળ-શાકભાજીની દુકાન, ડેરી, દૂધના બુથ, માંસ, માછલી અને પશુ ઘાસચારા વાળા ફેરિયાઓ તેમજ આવશ્યક ચીજવસ્તુ પહોંચાડનાર હોમ ડિલિવરી કરતા માણસો, દ્વારા ખોરાક- દવાઓ સહિતની તમામ આવશ્યક ચીજોની હોમ ડિલિવરીને લાગુ પડશે નહીં.

ઈ-કોમર્સ, કોલ્ડ સ્ટોરેજ અને વેરહાઉસીંગ સેવાઓ, કૃષિ મશીનરીની દુકાનો, કૃષિ સંબંધિત સ્પેર-પાર્ટ અને તેની મરામત સંબંધિત દુકાનોના લોકો બહાર નિકળી શકશે.

પેટ્રોલ પંપ પર કામ કરતાં લોકો, પેટ્રોલિયમ,સી.એન.જી., એલ.પી.જી., પી.એન.જી. સહિતની સેવાઓ, હાઇ-વે પરના પેટ્રોલ પંમ્પ તથા ટ્રક રિપેરિંગની દુકાન

પોલીસ 

સંરક્ષણ, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસદળ, પોલીસ, હોમગાર્ડ, સીવીલ ડીફેન્સ, ફાયર અને ઇમરજન્સી સેવાઓ, પ્રારંભિક ચેતવણી એજન્સી, ખાનગી સિક્યુરિટી સેવાઓ,

તાકીદની સેવાઓ 

ડિઝાસ્ટર -મેનેજમેન્ટ, વીજ ઉત્પાદન, વીજ ટ્રાન્સમીશન એકમ,  રાષ્ટ્રીય માહિતી કેન્દ્ર,

તબિબો 

જાહેર અને ખાનગી ક્ષેત્ર સહિતના તમામ તબીબી સંસ્થાનો, તબિબીના ઉત્પાદન વિતરણ એકમો, દવાની દુકાન, તબીબી ઉપકરણોની દુકાન, પ્રયોગશાળાઓ, નર્સિંગ હોમ, એમ્બ્યુલન્સ, મેડિકલ સ્ટાફ, દ્વારા ખોરાક- દવાઓ સહિતની તમામ આવશ્યક ચીજોની હોમ ડિલિવરી

બેંક-પોસ્ટ 

આ ઉપરાંત તિજોરી વિભાગ, પોસ્ટ-ઓફિસ, બેન્ક, વીમા કચેરીઓ, અને એ.ટી.એમ.

છાપા – ટીવી – વેબસાઈટ 

પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયા, દૂરસંચાર, ઇન્ટરનેટ સેવાઓ, પ્રસારણ અને કેબલ સેવાઓ, આઇ.ટી. આધારિત ધંધો કરનારા બહાર નિકળી શકશે.

અમદાવાદ પોલીસે સત્તાવાર જાહેરામું બહાર પાડીને આ વ્યવસાય કે સેવાના લોકોને બહાર નિકળવાની મંજૂરી આપી છે. જેમને પ્રતિબંધનું જાહેરનામુ લાગુ પડશે નહીં.