ડીસીમાં કોના બાપનો બગીચો ? આપની ભુખ હડતાલ

Whose father's garden in DC? Your hunger strike

  • નાનાજી દેશમુખ બગીચાને ચાલુ કરવા ડીસા નગરપાલિકા કમ્પાઉન્મા આપ ના નેતાઓ દ્વારા ભૂખ હડતાલ

ડીસાના વિવાદાસ્પદ નાનાજી દેશમુખ બગીચાનો છેલ્લા કેટલાય સમયથી તાળું મારી દેવામાં આવ્યું છે. ભાજપની આંતરીક લડાઈના કારણે રૂ.2 કરોડના ખર્ચે બનેેલા બગીચો હવે સુકાવા લાગ્યો છે. રાજકીય લડાઈના કારણે બંઘ કરવામાં આવ્યો છે. તેથી બગીચો ચાલુ કરવાની માંગણી સાથે આમ આદમી પક્ષ દ્વારા ભૂખ હડતાલ શરૂ કરવામાં આવી છે. ડીસાનો બગીચો પ્રજાનો છે તે ભાજપના નેતાઓના પિતાશ્રીનો બગીચો નથી એવું હવે લોકો કહેવા લાગ્યા છે.

આપ દ્વારા માંગણી કરાઈ છે કે કાં બગીચો ચાલું કરો કાં ભાજપના નેતાઓએ પ્રજાના રૂ.2 કરોડ બગાડેલા છે તે તેમની પાસેથી વસૂલ કરો.

થોડા દિવસ પહેલા નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્રભાઈ ગઢવીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને માંગ કરવામાં આવી હતી તાત્કાલિક અસરથી ડીસા શહેરમાં નવા બનેલા નાનાજી દેશમુખ ગાર્ડનને ખુલ્લો મુકવામાં આવે.  આમ આદમી પક્ષના ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરીની આગેવાનીમાં નગરપાલિકા દ્વારા નગરપાલિકાના કમ્પાઉન્ડમાં  ઉપવાસ ઉપર બેસી ગયા છે. તેમ રમેશભાઈ નાભાણીએ જણાવ્યું હતું.

બાળકોએ બગીચો ખૂલ્લો મૂકી દીધો

ભાજપની આંતરિક લડાઈના કારણે ડિસામાં બનેલા એક સુંદર બગીચો ખૂલ્લો મૂકવા માટે વિવાદ થયો હતો અને તેને પ્રજા માટે ખુલ્લો મૂકવો નહીં એવો જિલ્લા કલેક્ટર કચેરીએ આદેશ કર્યો હતો. જેનાથી ડાસાના લોકો ભાજપના આંતરિક રાજકારણના કારણે ઉશ્કેરાયા હતા. ડિસાના હિતનું અહિત કરે છે તે દેશનું અહિત કરી રહ્યાં છે. તેઓ ડિસા ભક્ત નથી તો દેશ ભક્ત પણ નથી. તેથી રાજકીય નેતાઓએ જે કરવું હોય તે કરે પણ અમારા માટે બનેલો બગીચો અમે અમારા હાથે ખૂલ્લો મૂકી દઈશું. આમ જ થયું નાની બાળકીએ ડીસાનો બગાચો રીબીન કાપીને ખૂલ્લો મૂકી દીધો હતો.

શંકર ચૌધરીને ઉગઘાટન કરવા ન લીધું તેથી બગાચાને તાળું 

બનાસકાંઠા કલેટરે ભાજપના જ કેટલાક વગદાર નેતાઓના હાથા બની સરકારી જગ્યા છે તેમાં બગીચો બનાવી ન શકાય તેવું જણાવી સ્ટે આપ્યો હતો. શંકર ચૌધરી ઉદઘાટન કરવાના હતા પણ ભાજપના તમામ નેતાઓએ તેનો વિરોધ કર્યો હતો. ખાસ કરીને ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાનો ભારે વિરોધ હતો. શંકર ચૌધરી હવે એટલી હદે જઈ રહ્યાં છે કે, ભાજપને બદનામી મળી રહી છે. તેમને કારણ ભાજપ લોકસભા બેઠક ગુમાવશે. ઉત્તર ગુજરાતમાં શંકર ચૌધરી પોતે નેતા બની રહેવા માંગે છે. બીજાને આગળ કરવા માંગતા ન હોવાથી તથા જે રીતે મેડિકલ કોલેજની મંજૂરી તેઓ મેળવી આવ્યા તેથી તેમની વિરોધ કરી રહ્યાં છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નુકશાન કરી રહ્યાં છે.

ગેરકાયદે હોય તો ભાજપના નેતાઓ સામે પગલાં ભરો

ભેમાભાઈ ચૌધરીએ અગાઉં કહ્યું કે જ્યારે સામાન્ય માણસ કોઈ દબાણ કરે ત્યારે નોટિસ આપી બીજા જ દિવસે સરકાર દ્વારા તોડી પાડવામાં આવે છે. તો આગળ જ દિવસે જ સરકારના ધ્યાનમાં કેમ આવ્યું કે બગીચો ગેરકાયદે છે. બગીચો બની ગયા પછી કલેક્ટરે કોના કહેવાથી સ્ટે આપ્યો? ઘણા સમયથી બગીચાનું કામ ચાલી રહ્યું હતું તો તે વખતે કેમ નોટિસ ન આપી ? આ જગ્યા ખાડા ટેકરા તેમજ ગંદકીથી પડી રહી હતી. પરંતુ ભાજપના જ કેટલાક મોટા નેતાઓ દ્વારા ડીસાના વિકાસને રૂંધવાનો પ્રયત્ન કરે છે.

આ બગીચાનો લાભ તમામ લોકો માટે છે. નગરજનોનું આરોગ્ય સારું રહે , બાળકોનું મન પ્રફ્ફુલિત રહે, સિનિયર સીટીઝન માટે બે ઘડી બેસવા લાયક જગ્યા મળતી હોય ત્યારે આ સુંદર કામ જો કોઈ પોતાના અંગત સ્વાર્થ માટે રોડા નાખવાનું કરાયું હતું. જે પ્રજાએ જાતે જ ફગાવી દીધું છે. આપણે ગ્રામજનોએ સૌ સાથે મળી પક્ષા પક્ષીથી ઉપર ઉઠીને ગામના હિત માટે સૌ લોકો સાથે મળી બગીચાના કામમાં જે પણ સ્વાર્થી લોકો હશે તેમની સામે ઉગ્રઆંદોલન પણ કરવામાં આવશે.

આ બગીચાનો લાભ તમામ લોકો માટે છે. નગરજનોનો આરોગ્ય સારું રહે , બાળકોનું મન પ્રફ્ફુલિત રહે, સિનિયર સીટીઝન માટે બે ઘડી બેસવા લાયક જગ્યા મળતી હોય ત્યારે આ સુંદર કામ જો કોઈ પોતાના અંગત સ્વાર્થ માટે રોડા નાખવાનું કામ કરતું હોય તો આપણે ગ્રામજનોએ સૌ સાથે મળી પક્ષા પક્ષીથી ઉપર ઉઠીને ગામના હિત માટે સૌ લોકો સાથે મળી બગીચાના કામમાં રોડા નાખનાર લોકોને ખુલ્લા પાડી તેમની સામે મોરચો ખોલવો પડે તો પણ મોરચો ખોલી આગળ આવની જરૂર છે. હું મારા ગામના સારા કામમાં કોઈ એવા સ્વાર્થી લોકોને સહન નહિ કરીશ જરૂર પડશે તો તેની સામે હું ઉગ્રઆંદોલન પણ કરીશ. તેમ ભેમાભાઈએ જણાવ્યું હતું.

ભાજપનું રાજકારણ

ગુજરાત ભાજપમાં જૂથવાદ પરાકાષ્ઠા પર છે. બનાસકાંઠાના ડીસામાં ભાજપમાં ભંગાણની સ્થિતિ સર્જાઇ છે. ભાજપ શાસિત ડીસા નગરપાલિકા છે. નગરપાલિકાના ભાજપના 12 સભ્યોએ અધ્યક્ષના હોદ્દા પરથી રાજીનામા ધરી દીધા છે. વિધાનસભાની ચૂંટણી બાદ ડીસા નગરપાલિકામાં આંતરીક ગજગ્રહ ચાલી રહ્યો છે. પાલિકાના પ્રમુખના વિરોધમાં સભ્યોએ મોવડી મંડળને રજૂઆત કરી હતી. ઉકેલ નહીં આવતા રાજીનામા ધરી દીધા હતા. અમિત શાહના જૂથના ધારાસભ્ય હોવાથી તેની સામે શંકર ચૌધરીને વાંધો છે અને તેથી અહીં ગઈ ચૂંટણીથી વિખવાદો વકરતાં રહ્યાં છે. પહેલેથી જ શંકર ચૌધરી શશિકાંતનો વિરોધ કરી રહ્યાં છે. બન્નેની લડાઈ વધવાનું કારણ અમિત શાહ છે. શંકર ચૌધરીને અમિત શાહ ઈચ્છતા નથી. તેથી શંકર ચૌધરીનું રાજકારણ ખરતાની નીશાની પાર કરી ગયું છે.

બે જૂથો સામ સામે

આંતરિક રાજકારણ પાછળ, શંકર ચૌધરી અને ભાજપના ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યાનો જૂથવાદ જવાબદાર છે. ડીસાના ભાજપ ઘારાસભ્ય શશિકાંત પંડ્યા નગરપાલિના પ્રવિણ માળી વચ્ચે ખેંચતાણમા આ થયું છે. નગરપાલિકાના પ્રમુખ શિલ્પા માળી કોઈને પૂછ્યા વગર તમામ નિર્ણયો જાતે નક્કી કરે છે. તેથી વિખવાદ વધું ઘેરો અને ઘેલો બની રહ્યો છે.

પ્રવિણ માળી અને મગનલાલ માળી શંકર ચૌધરીના માણસો છે. શંકર ચૌધરી કરે તેમ પ્રવિણ માળી ખટપટો કરે છે. માળી બંધું શંકરલાલના માણસો હોવાથી તેની સામે શશિકાંત પંડ્યા નારાજ છે. બગીચાના ઉદઘાટન વખતે જમીનનો વિખવાદ બહાર આવ્યો હતો. શષિકાંતે જે જમીન સામે સામે સ્ટે લાવીને સરકારી જમીન પર બગીચો બનાવવો તે ગેરકાયદે હતો. જેમાં પ્રવિણ માળીનું નાક કપાયું હતું. રૂ.2 કરોડ ખર્ચઈ ગયા હતા. તે ઈશ્યું પર ધારાસભ્ય, પૂર્વ પ્રમુખ અને શંકર ચૌધરી સામ સામે આવી ગયા છે.

ધારાસભ્ય શશિકાંત પંડ્યા અમિત શાહના અંગત માણસ છે. અમિત સાહે વિધાનસબાની ચૂંટણી વખતે ડીસા આવીને કાર્યકરોને સ્પષ્ટ કહી દીધું હતું કે જો શશિકાંત હારશે જો ખેર નથી. તેથી વિરોધ છતાં શંકર ચૌધરી કંઈ કરી શક્યા ન હતા. આમ શંકર ચૌધરીને ખતમ કરવા માટે અમિત શાહે પંડાયને ધારાસભ્યો તો બનાવી દીધા પણ આજે ડીસા ભાજપમાં ભંગાણ થઈ રહ્યું છે.

શું છે ડીસાથી દિલ્હી સુધીનું રાજકારણ

બનાસકાંઠામાં આવેલા ડીસા ભાજપના ધારાસભ્ય શશીકાંત પંડ્યાને ડીસાની એડિશનલ સિનિયર સિવિલ કોર્ટે સરકારી કર્મચારીની કામગીરીમાં અડચણો ઉભી કરીને દખલગીરી કરવાના ગુન્હામાં ત્રણ મહિનાની સજા અને રૂ.500નો દંડ 10 ઓક્ટોબર 2019માં ફટકારવામાં આવ્યો હતો. આ સમાચાર વાયુવેગે પ્રસરી જતાં સમગ્ર ડિસામાં ખળભળાટ મચી ગયો હતો.

ડીસા પાલિકામાં 1993માં કોર્પોરેટર શશીકાંત પંડ્યાએ ડીસા નગરપાલિકામાં પ્રમુખના કાર્યકાળમાં ફરજ પરના ચીફ ઓફિસર ગંગારામભાઈ સોલંકી અને ઓફિસ સુપ્રિટેન્ડન્ટ સાથે ઓફિસમાં સુલેહ શાંતિનો ભંગ કરી કર્મચારીઓની ફરજમાં અડચણો ઉભી કરીને સરકારી મિલકતને નુકશાન કરી પુરાવાનો નાશ કરવાની કોશિશ કરી હતી.

ડીસામાં ભાજપનો ભ્રષ્ટાચાર

સરકારમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનું મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કબૂલાત કર્યા બાદ અનેક સ્થળે ભ્રષ્ટાચાર ખૂલ્લો થયો હતોો બીજી તરફ ભાજપ ભ્રષ્ટાચાર નાબૂદીની વાત કરે છે. તેની સામે ભાજપના શાસનમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થતો હોવાના ભાજપના સભ્યોએ આક્ષેપો કર્યાં છે. ભાજપ શાસિત ડીસા તાલુકા પંચાયતમાં સામાન્ય સભામાં ભાજપના સભ્યોએ વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ કરી હતી. ગામડાઓમાં બનેલા રોડમાં ભ્રષ્ટાચારની અનેકવાર રજૂઆત કરવા છતાં તાલુકા પંચાયતના ભાજપના સત્તાધીશો દ્વારા કોઈ પગલાં લીધા ન હતા. પંચાયતના સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરો મળીને ભ્રષ્ટાચાર કરતા હોવાના આક્ષેપો થતાં જ સભામાં ઉત્તેજના છવાઈ હતી. સભામાં વિપક્ષની ભૂમિકા ભાજપના સભ્યોએ ભજવતા વિપક્ષ કોંગ્રેસ ચૂપચાપ તમાશો જોઈ રહ્યો હતો.

50 લાખનો રોડ 2 મહિનામાં તૂટી ગયો

ડીસામાં ડાયમંડ સોસાયટીવાળો રસ્તો 49 લાખમાં બન્યો હતો જે રોડ 2 માસમાં 2017માં તૂટી ગયો હતો. ઠેકેદાર સુનિલ રાજપૂતને નોટિસ આપીને બાકી રકમ નહીં ચૂકવવા અને નવો રસ્તો બનાવી આપવા માટે કહેવું પડ્યું હતું. સોસાયટીના રહીશો દ્વારા ભ્રષ્ટાચારની ફરિયાદો નગરપાલિકાને કરાઈ હતી. જ્યારે વિપક્ષ દ્વારા પણ જવાબદારો સામે પગલાં લેવાની માંગ કરાઈ હતી. રસ્તાની કામગીરી સરકારના ટીપીઆઇ અને પાલિકાના સુપરવાઇઝરની દેખરેખથ હેઠળ થયેલો હોવાથી જેની જવાબદારી હશે તેની પણ તપાસ કરી પગલાં ભરવા કહ્યું હતું પણ કોઈ પગલાં ભરાયા ન હતા.

ઘાસચારામાં ભ્રષ્ટાચારની આગ

ડીસામાં સરકારી ઘાસચારા લઈ જતી ટ્રકમાં આગ લાગી હતી. બનાસકાંઠામાં છેલ્લા ત્રણ દfવસમાં ત્રણ ટ્રકો કે જે સરકારી ઘાસચારો ગૌશાળામાં લઈ જવાતો હતો ત્યારે આગની ઘટનાઓ બની હતી. ઉપરાછાપરી સતત ત્રણ દિવસથી સરકારી ઘાસચારા ભરેલી ટ્રકમાથી આગ લાગી હતી.

ગટરમાં ભ્રષ્ટાચાર

ડીસાતાલુકાના થેરવાડામાં 2016માં લાખો રૂપિયાના ખર્ચે બનેલી ગટરલાઇન તૂટી જતા તેમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાના ગ્રામજનોએ ગંભીર આક્ષેપો કર્યા હતા. ઠેકેદારની રકમ અટકાવી દઇ કાર્યવાહી કરવાની માંગણી થઈ હતી. લાઈન બન્યા બાદ ફક્ત બે મહિનામાંજ તૂટી હતી. પ્રથમ વરસાદમાં ધોવાઈ ગઈ હતી.

નાયબ કલેક્ટર લાંચ લેતા પકડાયા

ડીસાના ઇન્ચાર્જ નાયબ કલેક્ટર અને ચૂંટણી અધિકારી વી. કે. ઉપાધ્યાય રૂ.1.50 લાખની લાંચ લેતા રંગે હાથે તાજેતરમાં પકડાયા હતા. ખનીજ અને રોયલ્ટી ચોરીના દંડમાં રાહત આપવા લાંચ લેતા હતા.

ઘાસ સડી ગયું

ડીસાના ટેટોડા અને શેરપુરા ગામની રાજારામ ગૌશાળામાં અપાયેલો 7 ટ્રક ઘાસચારો સડી ગયેલો અપાતા પાંજરાપોળના સંચાલકોએ નાયબ કલેક્ટરને રજૂઆત કરી હતી.

સેક્સની માંગણી

ગેનાજી ગોળિયા ગામનો ઉપ સરપંચ અને યુવા ભાજપ મંત્રી મહેશ માળી સામે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ અનુસાર તેણે કોલેજમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતી યુવતીને પહેલા મિત્રતા કેળવી હતી. ત્યારબાદ પ્રેમજાળમાં ફસાવી હતી અને એકાંત સ્થળે લઈ જઈને બીભત્સ માંગણીઓ કરતો હતો. સાથે જ તેની માંગણી નહીં માને તો બંનેની તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાની ધમકી આપતો હતો.

ભટોળ શંકરના કારણે ગયા

બનાસકાંઠામાંથી ભાજપનાં દાંતા વિધાનસભામાં 2009માં ધારાસભ્ય રહી ચૂકેલા વસંત ભટોળ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસના લોકસભા ઉમેદવાર પરથી ભટોળના તેઓ પુત્ર છે. વસંત ભટોળ એટલા માટે રાજીનામું આપશે કારણ કે જિલ્લામાં શંકર ચૌધરીના વ્યક્તિવાદ ભાજપનું બનાસકાંઠામાંથી નિકંદન કાઢી રહ્યા છે.