અમદાવાદ શહેરમાં બાળકો અને પ્રસૃતા માતાના મૃત્યુમા વધારો થઈ રહયો છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા દર વર્ષે સામાન્ય બજેટમાં રૂ.પ૦૦થી ૧૦૦૦ કરોડનો વધારો કરવામાં આવે છે. છતા બાળકોને બચાવી શકાતા નથી. એલ.જી. અને શારદાબેનમાં બે વર્ષમાં જ લગભગ ૧૮૦૦ બાળકોના મૃત્યુ થયા છે. આ સંખ્યા ખૂબ જ ચોકાવનારી છે. હોસ્પીટલમાં અપુરતા સાધનો તથા નિષ્ણાત તબીબોના અભાવે પણ આ પરીસ્થિતીનું નિર્માણ થઈ રહયું છે.
અમદાવાદ શહેરની શારદાબેન હોસ્પીટલમાં છેલ્લા બે વર્ષમાં ૮૦૦ કરતા વધુ બાળકો અને એક હજાર કરતા વધુ નવજાત શિશુ મરણ થયા છે. આમ બે વર્ષમાં ૧૮૦૦ કરતા વધુ બાળકો મરણ થયા છે. મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત શારદાબેન હોસ્પીટલમાં બે વર્ષમાં પીડીયાટ્રીક વોર્ડમાં ૧રપ અને ગાયનેક વોર્ડમાં ૧રપ બાળકોના મૃત્યુ થયા છે. શારદાબેન હોસ્પીટલના પીડીયાટ્રીક વોર્ડમાં ૬૪ મેલ અને પ૭ ફીમેલ મળી કુલ ૧ર૧ બાળકોના મૃત્યુ થયા છે. જયારે પ્રસૃતિ સમયે ૬૧ મેલ અને ૬૪ ફીમેલ મળી ૧રપ નવજાત શિશુના મરણ થયા છે.
શારદાબેન હોસ્પીટલના અન્ય વોર્ડમાં દાખલ ૬૯૯ દર્દીઓના અલગ-અલગ કારણોસર મૃત્યુ થયા છે. જયારે એલ.જી. હોસ્પીટલમાં બે વર્ષ દરમ્યાન ર૯૧૬ ઈન્ડોર દર્દીના મૃત્યુ થયા છે.
એલ જી હોસ્પિટલ
મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત એલ.જી. હોસ્પિટલમાં ર૦૧૮ ના વર્ષ દરમ્યાન ર૦પ અને ર૦૧૯ માં ૧૪૪ બાળકોના પીડીયાટ્રીક વોર્ડમાં મરણ થયા હતા. જયારે ગાયનેક વિભાગમાં પ્રસૃતિ સમયે ર૦૧૮માં ૧૮૭ અને ર૦૧૯માં રર૦ બાળકોના મૃત્યુ થયા છે. આમ એલ.જી. હોસ્પીટલમાં છેલ્લા બે વર્ષમાં ૮પ૬ બાળકો ના મૃત્યુ થયા છે. જેમાં ૪૦૭ નવજાત શિશુનો સમાવેશ થાય છે.