- 27 લાખ મજૂરોની વેદના ગુજરાત વડી અદાલતમાં એડવોકેટ આનંદ યાજ્ઞિક દ્વારા રજૂ કરવામાં આવી
અમદાવાદ, 20 એપ્રિલ 2020
દક્ષિણ ગુજરાતના સ્થળાંતરિત મજૂરો અને અન્ય મજૂરોને લોક ડાઉનમાં યોગ્ય સહાય માટે ગુજરાતની વડી અદાલતમાં અરજી કરવામાં આવી છે. સુરત અને આસપાસ 27 લાખ મજૂર અને હિજરત કરતાં હોય એવા મજૂર છે. જેઓએ સુરતમાં બે વખત જાહેરમાં હજારોની સંખ્યામાં એકઠા થઈને બળવો કર્યો હતો. જે ભાજપની વિજય રૂપાણીની સરકારની પોલીસે લાઠીથી દબાવી દીધો હતો. સુરતમાં મજૂરોનો લાવા ભભૂકી રહ્યો છે. તેઓ ખાવા પિવાનું અને સન્માન સાથે જીવન જીવવાની માંગણી કરી રહ્યાં છે. તેમની વાતને ગુજરાતની વડી અદાલતમાં જાણીતા એડવોકેટ આનંદ યાજ્ઞિક દ્વારા જાહેર હીતની અરજી કરીને વાચા આપી છે.
ગુજરાત ભાજપની વિજય રૂપાણી કઈ રીતે સદંતર નિષ્ફળ રહ્યાં છે તે સુરત એક માત્ર ધ્યાન ખેંચે એવું છે. આવી હાલત આખા ગુજરાતની છે. મજૂરોની આવી હાલત ક્યારેય ન હતી. ગુજરાત માટે આ વિક્રમ છે કે એકી સાથે આટલા મજૂરો પરેશાન છે. છતાં સરકાર અનાજ આપીને સંતોષ મને છે.
શું છે જાહેર હીતની અરજીમાં ?
શેરડીના મહારાષ્ટ્રના 70 હજાર મજૂરો
દક્ષિણ ગુજરાતમાં પાંચ જિલ્લામાં ખાંડનાં 22 કારખાનાં છે અને તેમાં જે ખેડૂતો છે તેમને ત્યાં બે લાખથી વધુ મજૂર કામ કરે છે. શેરડીની કાપણીની ઋતુ ખેતરોમાં જન મહિનામાં પૂરી થાય તે અગાઉ જ લોક ડાઉન થયું તેથી કાપણી પણ અધૂરી રહી ગઈ છે. તેમાં 70,000 કામદાર તો મહારાષ્ટ્રથી આવે અને તેઓ ગુજરાતમાં ફસાઈ ગયા છે . આવા કૂલ 90 હજાર મજૂર શેરડીના હોવાનો અંદાજ છે.
ગામ ખાલી કરાવાય છે
વળી , કોરોનાના ભયને લીધે તેમને તેઓ જે ગામમાં કામ કરે છે તે ગામમાં પણ ગામ લોકો દ્વારા રહેવા દેવામાં આવતા નથી. તેમને કોન્ટ્રાક્ટર કે મુકાદમો દ્વારા કે પછી ખેડૂતો કે ખાંડનાં કારખાનાં દ્વારા પણ લગભગ કોઈ મદદ આપવામાં આવતી નથી. ખેડૂતો કે ખાંડનાં કારખાનાં દ્વારા તેમનું બાકી વેતન પણ આપવામાં આવ્યું નથી.
મજૂરોનો કોઈ રેકોર્ડ રખાતો નથી
મોટા ભાગના આ આદિવાસી મજૂરો રાજ્યના કોઈ રેકર્ડ પર છે જ નહિ અને તેથી સામાજિક સલામતીની કોઈ યોજનાનો લાભ તેમને મળતો નથી. આ મજૂરોને રોકડ, વસ્તુ , સફાઈ કે અન્ય બાબતે કોઈ સહાય મળી નથી. ત્યારે તેઓ રાજ્યના ખાંડ ઉદ્યોગને જે યોગદાન આપે છે તે જોતાં ગુજરાત સરકાર તેમને તત્કાલ યોગ્ય સહાય પૂરી પાડવા પગલાં લે તેવો આદેશ આપવા ગુજરાતની વડી અદાલતને અરજીમાં વિનંતી કરવામાં આવી હતી .
સુરતમાં 58 ટકા સ્થળાંતરિત મજૂરો છે
સુરતમાં 58 ટકા સ્થળાંતરિત મજૂરો છે એમ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ ,ICSSR અને સુરતનાCSSનો એક સર્વે જણાવૈ છે .
12 લાખ મજૂરો હીરા અને કાપડમાં
10થી 12 લાખ મજૂરો હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગમાં અને હજીરા ઔદ્યોગિક વિસ્તારમાં કામ કરે છે. તેમાં 7 . 5 લાખ કરતાં પણ વધુ મજૂરો ઉત્તર પ્રદેશ , બિહાર અને ઓદિશાથી આવેલા છે , લોક ડાઉન પછી તરત જ તેમને તેમની એકમોના માલિકોએ કાઢી મૂકયા છે.
કરોડો રૂપિયાનું વેતન ન ચૂકવાયું
થોડાક અપવાદ સિવાય તેમને તેમનું કોઈ બાકી વેતન ચૂકવવામાં આવ્યું નથી અને કોઈ પણ રોકડ કે વસ્તુ સહાય તેમના દ્વારા આપવામાં આવી નથી . આથી તેમની અન્ન સલામતી , નાણાકીય સલામતી અને જીવનનિર્વાહ જોખમમાં મૂકાયાં છે .
હલકી ગુણવત્તાનું અનાજને બળવો
જાહેર હિતની અરજીમાં વધુમાં જણાવાયું છે કે તેમને જે અન્ન સરકાર દ્વારા પૂરું પાડવામાં આવે છે તે પણ ઘણી વાર ખૂબ જ હલકી ગુણવત્તાવાળું હોય છે, એટલું ખરાબ હોય છે કે તે રખડતાં પ્રાણીઓ પણ ના ખાય . તેથી જ તેનો બે વખત રસ્તા પર ઉતરી આવ્યા હતા કે જેમની સામે પોલિસે આકરી કાર્યવાહી કરી હતી અને એફઆઈઆર નોંધી છે.
બાંધકામ મજૂરો
બાંધકામ મજૂરોની પણ આ જ હાલત છે . રાજ્યમાં બે લાખથી વધુ બાંધકામ મજૂરો છે અને તેમાં 1 . 5 લાખ તો ONGC , L & T અને અદાણી વગેરે સરકારી અને ખાનગી કંપનીઓમાં સુરતની હજીરા વસાહતમાં કામ કરે છે.
અરજદાર સંગઠનોમાં ‘ બાંધકામ મજૂર સંગઠન ‘ , ‘ માનવ અધિકાર કાનૂન નેટવ ‘ અને ‘ પ્રયાસ ‘ નો સમાવેશ થાય છે , પ્રયાસ અને બાંધકામ મજૂર સંગઠન ગુજરાતમાં શહેરી અને ગ્રામીણ મજૂરો માટે કામ કરે છે . તેઓ કોન્ટ્રાક્ટરો મજૂરી , શેરડી કામદારો , ઇટોના ભથ્થામાં કામ કરનારા કામદારો , બાંધકામ મજૂરો , હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગના મજૂરો વગેરેનું પ્રતિનિધિત્વ કરે છે .
જાહેર હિતની આ અરજીમાં વકીલ પ્રતીક રૂપાલા અને આનંદ યાજ્ઞિક દ્વારા કરવામાં આવી હતી.