પૂર્વ નાણાં પ્રધાન પી ચિદંબરમે મોદી પર યશ બેંકનો અપયશ આપતી એક ટ્વીટ કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, ભાજપના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે 2014માં વડાપ્રધાન બન્યા ત્યારે તેમના હસ્તકની રિઝર્વ બેંક બધી બેંકો પર નજર રાખતી હોય છે. 2014માં લોનબુક રૂ.55 હજાર કરોડ યશ બેંકના બહા જે વધીને 2019માં 2.41 લાખ કરોડ થઈ ગઈ હતી. જે મોદીના ધ્યાનમાં હતું.
2019માં શું થયું
એનપીએ અને બેડ લોન્સના ભાર હેઠળ દબાયેલી યસ બેંકને 2019ના વર્ષના પહેલા ક્વાર્ટરમાં મોટો ઝટકો વાગ્યો હતો. 2019ના જૂન 30એ પૂરા થયેલા પહેલા ક્વાર્ટરમાં યશ બેંકના ચોખ્ખા નફામાં (નેટ પ્રોફિટમાં) 91 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ ઘટાડો એનપીએ અને બેડ લોન્સને કારણે થયો હતો. ગત વર્ષે આ જ ગાળામાં બેંકનો ચોખ્ખો નફો 1,260.36 કરોડ રૂપિયા હતો. તે 2019માં ઘટીને 113.76 કરોડ રૂપિયા થઈ ગયો હતો. બેંકે સ્ટોક એક્સેન્જોને આપેલા નોટિફિકેશનમાં આ વાત જણાવી હતી. બેંકની એનપીએમાં પણ પહેલા ક્વાર્ટરમાં 5.1 ટકાનો વધારો થયો હતો, જે 31 માર્ચે પૂરા થયેલા અગાઉના ક્વાર્ટર (ચોથા ક્વાર્ટરમાં) 3.22 ટકા હતી. ગત વર્ષે પહેલા ક્વાર્ટરમાં યસ બેંકની એનપીએ 1.31 ટકા હતી.
બેંકની નેટ એનપીએ એક વર્ષ પહેલા 0.59 ટકાથી વધીને 2.91 ટકા થઈ હતી. રૂપિયાની દ્રષ્ટિએ જોઈએ તો 2019 જૂન અંતમાં ગ્રોસ એનપીએ 2,824.46 કરોડ રૂપિયાથી વધીને 12,091.10 કરોડ રૂપિયા થઈ ગઈ હતી. જ્યારે નેટ એનપીએ 1,262.57 કરોડની સરખામણીએ 6,883.27 કરોડ હતી.
જૂન ક્વાર્ટરમાં બેંકને 7,816.14 કરોડની વ્યાજની આવક થઈ હતી, જે ગત વર્ષે 6,578.04 કરોડ રૂપિયા હતી.
નવા મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ રવનીત ગિલના વડપણ હેઠળ યશ બેંકનું આ બીજું ક્વાર્ટર છે. તેમણે 2019ના માર્ચમાં ચાર્જ સંભાળ્યો હતો.
2019ના ક્વાર્ટરમાં યસ બેંકની લોન ગ્રોથમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. ગત ક્વાર્ટરના 18.7 ટકાના ગ્રોથની સામે આ ક્વાર્ટરમાં 10 ટકાનો ગ્રોથ જ જોવા મળ્યો છે. આ એવા સમયે થયું છે કે જ્યારે ઈન્ડસ્ટ્રીઝનો ક્રેડિટ ગ્રોથ પૂરઝડપે વધી રહ્યો છે. યસ બેંકનું રિઝલ્ટ જાહેર થયા બાદ તેના શેરમાં 5.3 ટકાનો કડાકો બોલી ગયો હતો. તેના શેર બીએસી અને એનએસસીમાં સૌથી વધુ ઘટાડો નોંધાવનારા શેર્સમાંથી એક હતા.