શંખ માંસાહારી પ્રાણી છે છતાં મંદિરમાં કેમ સ્થાન ?
શંખ માંસાહારી પ્રાણી છે . તે પોલીકીટ વોર્મ્સ જેવા કે યુરિથો , નેરીસ કે ઓલીગોકીટ – મારફાઈસા ઈત્યાદિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે . જીવંત વોર્મ્સને પકડવા શંખમાં પ્રોબોસીસ નામનો અવયવ કે જેમાં રેસીગ્લોજેટ પ્રકારનું રેડ્યુલા હોય છે , તેના મધ્યસ્થ દાંત વડે ભક્ષ્યને પકડી પ્રોબોસીસ સંકોચીને આખા ભક્ષ્ય પ્રાણીને પ્રોબીસીસ કોથળીમાં ખેચી લે છે . જ્યાં રેડ્યુલાની મદદથી ક્રશ કરી જરૂરી પોષણ મેળવે છે . ઓખાના જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયના ફિશરીઝ રીસર્ચ સેન્ટરના સંશોધન અધિકારીએ જાહેર કર્યું છે.
આતાપી રાક્ષસ મંદાકિની નદીમાં છુપાઈ ગયો અને બાતાપી રાક્ષસ ત્યાંથી ભાગીને બદ્રીનાથ ધામમાં શંખમાં છુપાઈ ગયો. માન્યતા છે કે ત્યારથી જ બદ્રીનાથમાં શંખ વગાડવાનું વર્જિત કરી દેવામાં આવ્યું.
ભારતમાં મળતા શંખ પકડવા પ્રતિબંધ છે. ભારત સરકારના શ્રમ મંત્રાલયે તેના ૧૧ જુલાઈ – ૨૦૦૧ના જાહેરનામાથી એન્ડેન્જર્ડ ગ્રુપમાં સમાવેશ કરી પકડવા પર પ્રતિબંધ મૂકેલો છે .
ક્લાસ્સઃ કલામ્સની નીચે દર્શાવેલ જાતો અગત્યતા ધરાવે છે . વિલેરિટા સાઈપ્રીનોઈડ્રસ ; પાફિયા મળેરિકા , મેરોટ્રિક્સ કાસ્ટા , મે . મેટ્રીક્સ , મર્સિઆ ઓપિમા અને ( કોકલ ) – અનાદરા ગ્રાનોઝા જાતો અસ્તિત્વમાં છે .
ગ્રીન મસલ : પન વિરિડીસનો ભારતમાં રોપ કલ્ચર , રેક કલ્પચર , રાક્ટ કલ્ચરથી ઉછેર કરવામાં આવે છે , પી . ઈન્ડીકાની સરખામણીએ પર્ના વિરિડીસનો વિકાસ દર વધુ હોઈ તેનો ઉછેર પૂરક રોજી કમાવવામાં થાય છે .