અમદાવાદ, 16 મે 2020
કોંગ્રેસના અમદાવાદના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે નિષ્ફળ રૂપાણી સરકારના ખામી શોધી કાઢી જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના સંક્રમણના કેસો વધી રહ્યા છે . રાજય સરકાર કે અમદાવાદ મહાનગર પાલિકા – અમપાએ હજુ સુધી સત્તાવાર રીતે કોરોના વાયરસના સંક્રમણમાં કોમ્યુનીટી ટ્રાન્સમીશનનો તબક્કો શરુ થયાનો સ્વીકાર કરાયો નથી.
પરંતુ શહેરમાં કોરોનાવાયરસના કોમ્યુનીટી ટ્રાન્સમીશન શરુ થયું હોય તે પ્રકારે કેસો નોધાઈ રહ્યા છે. 15 મે 2020ના રોજ સવારે 10 કલાકની સ્થિતિએ , અમદાવાદ શહેર ( ગ્રામ્ય વિસ્તાર નહી ) માં કોરોના વાયરસના સંક્રમણના કુલ 6786 કેસ નોધાઈ ચૂકયા છે . શહેરમાં અત્યાર સુધીમાં 450 દર્દીઓના મોત નિપજયા છે . 2311 દર્દીઓને સારવાર બાદ ૨જા અપાઈ છે. હાલમાં કુલ 4016 એકટીવ કેસ છે.
અમદાવાદ શહેર અને જિલ્લાના કુલ 6910 કેસ નોધાઈ ચૂકયા છે. જયારે કુલ મૃત્યુઆંક 465૫ થઈ ગયો છે. 2247 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. કેસ સતત વધી રહ્યા છે . છેલ્લા બે અઠવાડિયાથીદૈનિક ધોરણે 250 થી વધુ કેસ નોધાઈ રહયા છે . રોજ ટપોટપ મૃત્યુ પણ થઈ રહયા છે . આ વાસ્તવિકતા છે .
આ સમયગાળામાં જયારે કોરોના વાયરસ ના સંક્રમણના દર્દીઓની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે ત્યારે દરેક દર્દીને ઉત્તમ કક્ષાની સારવાર આપી જીવ બચાવવો એ આપણી પ્રાથમિકતા છે . અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ ના કેસ વધતા હોટસ્પોટ બન્યુ છે . શહેરના કોટ વિસ્તારના દરિયાપુર , ખાડીયા , શાહપુર અને પૂર્વ વિસ્તારના મણીનગર , ગોમતીપુર , મણિનગર , બહેરામપુરા , દાણીલીમડા , સરસપુર , રખિયાલ અને અસારવા વોર્ડમાં સતત કેસમાં વધારો થઈ રહ્યો છે .
આ 10 વોર્ડને રેડ ઝોન એટલે કે કન્ટેમેન્ટ ઝોન જાહેર કરાયા છે . ખાસ કરીને તમામ વિસ્તારોમાં ગીચતા વધુ છે . તેમજ પોળો , ચાલીઓ અને રલમવિરતારનું પ્રમાણ પણ વધુ છે . રેડ ઝોન સિવાય અન્ય વિસ્તારોમાં પણ કોરોના સંક્રમણના કેસો સામે આવી રહ્યા છે .