ગીર સોમનાથના ઉના શહેર ભાજપ ઉપપ્રમુખ જુગાર રમતા પકડાયા Why Gujarat BJP became a gambler गुजरात भाजपा जुआरी क्यों बन गई
30- 8 2025
ગુજરાતમાં અનેક વખત ભાજપના નેતાઓ જુગટુ રમતા ઝડપાયા છે. જે ન પકડાયા હોય તેવા અસંખ્ય કેસ હોઈ શકે છે.
ગીર સોમનાથ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જુગાર રમી રહેલા ઉના શહેર ભાજપ ઉપપ્રમુખ અને વેપારીઓ સહિત આઠ વ્યક્તિઓને ઝડપી લીધા હતા. તીન પત્તીનો જુગાર રમતા ઉના શહેર ભાજપ ઉપપ્રમુખ અલ્પેશ ધકાણ તથા જુગાર રમતા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજુભાઈ કાનાભાઈ ડાભી ઝડપી પાડ્યા. રાત્રે પોલીસ અધિકારીઓ પર રાજકીય આગેવાનોના ફોન આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
થોડા દિવસો પૂર્વે ઉનાના ગીર ગઢડા રોડ પર આવેલા એક કોમ્પ્લેક્સના પાર્કિંગમાં નગરપાલિકા સદસ્ય રાજુ ગોસ્વામી જુગાર રમતા ઝડપાયા હતા.
પોલીસે સ્થળ પરથી 2.65 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી તમામ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
ઉના શહેરમાં વેરાવળ રોડ પર આનંદવાડી સામે અશોકનગર આંબાવાડીમાં એક મકાનની સામે આવેલા ખુલ્લા ફળિયામાં હારજીતનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ગીર સોમનાથ એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડે દરોડો પાડ્યો હતો.
તીન પત્તીનો જુગાર રમતા ઉના શહેર ભાજપ ઉપપ્રમુખ અલ્પેશ ધકાણ, વિમલ ઝવેરી, ભાવિન કાનાબાર, રાજુ ડાભી, ચીમન વાઢેર, અશોક દોમડીયા, હરેશ ગોસ્વામી, કેયુર લાખાણી સહિત આઠ વ્યક્તિઓને પોલીસે ઝડપી લીધા હતા. સ્થળપરથી 2,38,100ની રોકડ અને સાત મોબાઇલ સહિત કુલ 2,65,600નો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી તમામને ઉના પોલીસ સ્ટેશને લાવી ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.
જૂનાગઢના મેયર
જુનાગઢમા જુગારી મેયરની પસંદગી કરી છે.
જુગાર રમતા અને જુગારધામ ચલાવતા પકડાયેલા ધર્મેશ પોશીયાને જુનાગઢના મેયર બનાવાયા હતા. જુનાગઢ ભાજપના નવા મેયર ધર્મેશ પોશીયા 2021 જુગાર રમતા અને જુગારધામ ચલાવતા પકડાયા હતા ત્યારે ભાજપે જુગારી મેયરની પસંદગી કરી હતી. 2021માં જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે એક જુગારધામ પર દરોડા પાડ્યા હતા.આ જુગારધામ ભારતીય જનતા પાર્ટીના વોર્ડનંબર-4ના કોર્પોરેટર અને હાલના મેયર બનેલા ધર્મેશ ઉર્ફે લાલો ધીરુભાઈ પોશીયાના ખેતરમાં ચાલતું હતું. ત્યારે ખુદ ભાજપના નેતા ધર્મેશ પોશીયા જુગાર રમતા અને રમાડતાં ઝડપાયા હતા.
અમદાવાદ
અમદાવાદમાં ભાજપના નેતા ભવાન ભરવાડની માલિકીની ગોકુલ હોટલમાં નબીરાઓ જુગાર રમી રહ્યા હતા.
જૂનાગઢ
જૂનાગઢમાં ભાજપના કોર્પોરેટર ધર્મેશ પોશિયાના ખેતરમાંથી જુગારધામ ઝડપાયું છે. ઝાંઝરડા રોડ પર આવેલા ખેતરમાં બહારથી જુગારીઓને બોલાવીને આ જુગારધામ ચાલતું હતું. ભાજપ કોર્પોરેટર ધર્મેશ સહિત આઠ શખ્સો જુગાર રમતા ઝડપાયા છે. ગાડીમાં જુગાર રમાતો હતો.
ધોરાજી
ધોરાજીમાં ચૂંટણી ચૂંટણી પહેલા બીયર તેમજ હુક્કો ફૂંકતા જોવા મળ્યા હતા તેવા સંગીતા બારોટને પ્રમુખ બનાવાયા અને 13 દિવસમાં રાજીનામું લેવાયું હતું.
પાટણ
પાટણમાં કોંગ્રેસના કોર્પોરેટર ચંદુજી ઠાકોરના ઘરમાં ભાજપ કોર્પોરેટરના પતિ જિતેન્દ્ર ભીલ (Jitendra Bhil) જૂગાર રમતી વખતે ઝડપાઈ ગયા હતા.
પંચમહાલ
પંચમહાલ જિલ્લામાં આમ આદમી પાર્ટી (AAP)ના યુવા પ્રમુખ આશિષ કામદાર જુગાર રમતા ઝડપાઈ ગયા હતા.
પંચમહાલ
આશિષ સુથાર અને અર્જુન રાઠોડ નામના ભાજપના બંને રાજકીય આગેવાનોએ જાતે જ કાયદાનો ભંગ કર્યો હોવાનો આક્ષેપ છે. વિજીલન્સના દરોડા દરમિયાન અંદાજે 40 લોકો જુગાર રમી રહ્યા હતા. જોકે,
અરવલી
અરવલ્લી જીલ્લાના ફરેડી ગામની સીમમાં જુગાર રમતા ઝડપાયેલા શખ્સોમાં જિલ્લાના ભાજપના પૂર્વ મહામંત્રીનો પુત્ર કેતન પ્રજાપતિ ઝડપાયો હતો. આ ઉપરાંત સિંચાઇ વિભાગનો એન્જિનિયર આન પટેલ જુગાર રમતા ઝડપાઇ આવ્યો હતો.
કલોલ
કાલોલ નગરપાલિકાના બે ભાજપના કાઉન્સિલરો આશિષ સુથાર અને અર્જુન રાઠોડ – સહિત 27 શખ્સો પોલીસના હાથે ઝડપી પડાયા હતા. ઘટનાસ્થળે આશરે 40 જેટલા લોકો જુગાર રમી રહ્યા હતા, જેમાંથી 13 જેટલા શખ્સો બાઈક છોડીને ફરાર થઇ ગયા હતા.
હળવદ
ભાજપના આગેવાન સંચાલિત ક્લબમાં ઘોડીપાસાનો જુગાર રમતા ૧૮ ઝડપાયા હતા. તાલુકા ભાજપ મહામંત્રી ભરત વઢરેકિયા, પ્રદેશ કિસાન મોરચાના કારોબારી સભ્ય ઝડપાયા હતા.
ભરતભાઇ હરખાભાઈ વઢરેકીયા, અલાઉદીન મહમદભાઇ ચૌહાણ, મહેબુબભાઇ નથુભાઇ સિપાઇ, જાકીર દાઉદભાઇ ચૌહાણ, મોસીનભાઇ હબીબભાઇ ચૌહાણ, ઇરફાનભાઇ યુનુસભાઇ રાઠોડ, દિવ્યેશભાઇ કિશોરભાઇ જેઠલોજા, વલ્લભભાઇ સુંદરજીભાઇ પટેલ, રશીદ જુમાભાઇ ચૌહાણ, ફૈયાઝ યાકુબભાઇ ભટ્ટી, શબીરભાઇ જુસકભાઇ ચૌહાણ, તોહીદ અજીતભાઇ ચૌહાણ, રજાક અકબરભાઇ ભટ્ટી, જાવીદ અબ્દુલભાઇ ચૌહાણ, ઇમરાન હનિફભાઇ ભટ્ટી, શિરાઝ સલેમાન કૈડા, અસલમભાઇ સલીમભાઇ ચાનીયા તથા સલીમભાઇ જુમાભાઇ ચૌહાણ નામના ઇસમો હતા.
બાવળા
બાવળાના ભાજપ નેતા દીપક ભટ્ટે દારૂ અને જુગારની મહેફિલ માણી રહ્યા હતા. જુગારમાં ભાજપના નેતા બાવળા નગરપાલિકાના નગર સેવક દિપકભાઈ ભટ્ટ પણ ઝડપાયા હતા.
સુરત
સુરત મોટા વરાછા વૃંદાવન સોસાયટી ખાતે
સુરતના તરસાડીમાં ભાજપના નેતાઓ સંજય સહિત જુગાર રમતા ઝડપાયા.
સુરત
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ભાજપ પ્રેરિત અપક્ષ ઉમેદવાર મોડી રાત્રે પોતાની ઓફિસમાં જુગાર રમતા ઝડપાઈ ગયા હતા. શિક્ષણ સમિતિના નવા નિમાયેલા સભ્ય રાકેશ ભીકડીયા હતા.
આણંદ
આણંદના આંકલાવ શહેરના ભાજપ ઉપપ્રમુખ જગદીશ ઠાકોર જુગારધામ ચલાવતો હતો. દરોડા પડતા ભાગી ગયો હતો.
જુનાગઢ
ભાજપના ટોચના નેતા પોતાની વાડીએ જુગાર રમતા પકડાયા છે. ભાજપના કોર્પોરેટેરની વાડીમાંથી જુગારધામ ઝડપાયું છે. ભાજપના કોર્પોરેટર ધર્મેશ પોશિયા પણ જુગાર રમતા ઝડપાયા છે. લોકોને બહારથી બોલાવી જુગાર રમાડતા હતા. ઝાંઝરડા રોડ ઉપર વાડી આવેલી છે. રૂ. 2.71 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.
ખેડા
ભાજપના ધારાસભ્ય જુગાર રમતા ઝડપાયા, ખેડાની માતર બેઠકથી ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી જુગાર રમતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. ભાજપ નેતાને બચાવવાના પ્રયાસ કરાયો હતો.
આણંદ
સાણંદ APMCના ચેરમેન ખેંગાર સોલંકી જુગાર રમતા ઝડપાયા હતા.
સુરેન્દ્રનગર
ટેબલ ખુરશીઓ ઉપર આરામથી બેસીને ગંજીપાનાનો જુગાર રમતા સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના ભાજપના સદસ્ય અમથુભાઇ સહિત 21 શખ્સોને ઝડપી લીધા હતા.
મહીસાગર
મહીસાગરના લુણાવાડામાં ભાજપના નેતા જુગાર રમતા ઝડપાયા પ્રદીપ શહેરા નગરાપિલકાના પૂર્વ પ્રમુખ હતા.
ભાવનગર
ભાવનગરના ભાજપના નેતા જુગાર રમતા પકડયા, 64 હજારનો મુદ્દામાલ જપ્ત. મહિલા નેતાના પતિ જુગાર રમતા પકડાયા. જુગારીઓમાં એક ભાજપના વડવા-બ વોર્ડના નગરસેવિકાના પતિ હતા.
ઉના
લાલ રાઠોડ,રવિન્દ્ર શશીકાંત રાવલ અબુદભાઇ અબાહસન લાહેજી સંતોષ ભીખાભાઇ વ્યાસ ઊના નગરપાલિકા નાં સભ્ય રાજેશભારતી કિશોરભારતી ગોસ્વામી જૂગાર રમતા પકડાયા હતા.
અમરેલી
અમરેલીના સાવરકુંડલાના ગાધકડા ગામે સાવરકુંડલા શહેરના ભાજપના પુર્વ પ્રમુખ યુવા પ્રમુખ સહિત ભાજપના નેતાઓ પણ જુગટુ રમતા ઝડપાઇ ગયા હતા.
શહેર ભાજપના પુર્વ પ્રમુખ હેમાંગ ગઢીયા સામે પોલીસ ફરિયાદ દાખલ થઇ હતી.
સાવરકુંડલા યુવા ભાજપના પૂર્વ પ્રમુખ અરવિંદ મેવાડા પણ જુગટુ રમતા ઝડાપાઇ ગયા હતા. અરવિંદ મેવાડા હાલ જિલ્લા ભાજપમાં મહત્વનો હોદ્દો હતો.
રાજકીય નેતાઓ દ્વારા લોબિંગ શરૂ કરવામાં આવી હતી.
અમરેલીના જાફરાબાદ તાલુકાના હેમાળ ગામે ભાજપ અગ્રણી જુગાર રમતા ઝડપાયા હતા.
અમરેલી
અમરેલી નગરપાલિકાના ભાજપના સભ્ય નાનભાઈ બિલખીયાના રહેણાંક મકાનમાં તેમનો દિકરો કાળુ નાન બિલખીયા બહારથી માણસો ભેગા કરી પોતાના આર્થિક ફાયદા માટે તેમની પાસેથી ચાલતા જુગાર રમવા દેવા બદલ રૂપિયા ઉઘરાવી જુગારનો અડો ચલાવતો પકડાયો હતો. પટેલ બેકરીના ઉપરના ભાગે આવેલા નાનભાઈ બિલખીયાના રહેણાંક મકાન પર રેડ કરતા જુગાર રમતા 13 લોકો પકડાઈ ગયેલા.
જામનગર
જામનગર શહેરમાં આવેલા ગુલાબનગર વિસ્તારમાં રહેતા ભાજપ નેતા તથા પૂર્વ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન જશરાજ પરમારના ઘરમાં રોકડ અને ટોકનથી ચાલતા ઓર્ગેનાઇઝ જુગારધામ પકડાયું હતું. જશરાજ પરમાર પોતાના ઘરે જુગાર રમાડી રહ્યા હતા.
ધાગધ્રા
વાંકાનેરના ભાજપના ધારાસભ્ય જીતેન્દ્ર સોમાણીનો પુત્ર સમીર જીતેન્દ્ર સોમાણી જુગાર રમતો પકડવા માટે ગાંધીનગરથી સ્ટેટ વિજીલન્સને ખાસ મોકલવામાં આવી હતી.
સ્થાનિક પોલીસની પ્રોહિબિશન અને ગેમ્બલીંગ એક્ટ મુજબ કડક કાર્યવાહી કરતી ન હોવાનું મોનિટરિંગ સેલના આંકડા પરથી સ્પષ્ટ થાય છે.
ગુજરાત
2023માં મોનિટરિંગ સેલએ જુગારના 141 કેસ કરી 74 લાખની રોક્ડ રકમ ઝડપી હતી. 2022ની સાલ જુગારના 120 કેસકર્યા તેમજ 9.50 કરોડનો દારૂનો જથ્થો વધુ પકડયો હતો.
2022માં દારૂ જુગારનો કુલ મુદ્દામાલ 22.75 કરોડ જપ્ત થયો જેની સામે 2023માં દારૂ અને જુગારના કેસોમાં કુલ મુદ્દામાલ 43 કરોડનો જપ્ત થયો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલએ 2022માં 120 કેસ જુગારના હતા.
ગુજરાત રાજ્યની તમામ જિલ્લા-તાલુકા કોર્ટો મળીને નીચલી કોર્ટોમાં આશરે કુલ 15.62 લાખથી વધુ કેસો પડતર છે જેમાં જુગારના મોટી સંખ્યામાં ખટલા પડતર છે.
જુમ બરાબર જુમ ભાજપ – ભાજપના નેતાઓ દારુ પીવે છે
https://allgujaratnews.in/gj/%e0%aa%9c%e0%ab%81%e0%aa%ae-%e0%aa%ac%e0%aa%b0%e0%aa%be%e0%aa%ac%e0%aa%b0-%e0%aa%9c%e0%ab%81%e0%aa%ae-%e0%aa%ad%e0%aa%be%e0%aa%9c%e0%aa%aa-%e0%aa%ad%e0%aa%be%e0%aa%9c%e0%aa%aa%e0%aa%a8%e0%aa%be/
ભાજપના કયા નેતા દારૂના ગુનામાં પકડાયા ?
https://allgujaratnews.in/gj/%e0%aa%86%e0%aa%9c-%e0%aa%85%e0%aa%a1%e0%ab%8d%e0%aa%a1%e0%aa%be-%e0%aa%ac%e0%aa%82%e0%aa%a7-%e0%aa%aa%e0%aa%a3-%e0%aa%ad%e0%aa%be%e0%aa%9c%e0%aa%aa%e0%aa%a8%e0%aa%be-%e0%aa%95%e0%aa%af%e0%aa%be/
ભાજપમાં કોણ દારૂ પિવે છે ? વાંચો યાદી
https://allgujaratnews.in/gj/apart-from-surat-piyush-who-is-drunk-in-bjp-read-list/
પોતાના પક્ષના નેતાઓ જો દારૂ પીતા પકડાય છે તો તેમને છોડ્યા નથી
https://allgujaratnews.in/gj/%e0%aa%aa%e0%ab%8b%e0%aa%a4%e0%aa%be%e0%aa%a8%e0%aa%be-%e0%aa%aa%e0%aa%95%e0%ab%8d%e0%aa%b7%e0%aa%a8%e0%aa%be-%e0%aa%a8%e0%ab%87%e0%aa%a4%e0%aa%be%e0%aa%93-%e0%aa%9c%e0%ab%8b-%e0%aa%a6%e0%aa%be/
ભાજપના પૂર્વ ધારાસભ્યનો પુત્ર જુગાર રમતા પકડાયો, કેટલાં ધારાસભ્યો ગુનેગાર ?
https://allgujaratnews.in/gj/%e0%aa%ad%e0%aa%be%e0%aa%9c%e0%aa%aa%e0%aa%a8%e0%aa%be-%e0%aa%aa%e0%ab%82%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b5-%e0%aa%a7%e0%aa%be%e0%aa%b0%e0%aa%be%e0%aa%b8%e0%aa%ad%e0%ab%8d%e0%aa%af%e0%aa%a8%e0%ab%8b/
મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સાથે રહેતો ભાજપનો ભાવિત દારૂની મહેફિલમાં પકડાયો
https://allgujaratnews.in/gj/%e0%aa%ae%e0%ab%81%e0%aa%96%e0%ab%8d%e0%aa%af-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%a7%e0%aa%be%e0%aa%a8-%e0%aa%b5%e0%aa%bf%e0%aa%9c%e0%aa%af-%e0%aa%b0%e0%ab%82%e0%aa%aa%e0%aa%be%e0%aa%a3%e0%ab%80-3/
પાસામાં છુટેલા આરોપી સાથે ભાજપના નવા ઉપ્રમુખ એમ. એસ. પટેલ ઊંઝામાં ફરતા જોવા મળ્યા
https://allgujaratnews.in/gj/with-the-dice-accused-the-new-bjp-vice-president-m-s-patel-was-seen-rolling-in-unjha/
અમદાવાદમાં ભાજપના ઉપપ્રમુખ બનાવ્યા પછી પક્ષને ખબર પડી કે આતો બુટલેગર છે,
https://allgujaratnews.in/gj/after-making-bjp-vice-president-in-ahmedabad-the-party-came-to-know-that-aato-is-a-bootlegger-photo-with-the-leader-went-viral-on-social-media/
ભાજપના કાર્યકરે જન્મદિવસે શરાબની મહેફિલ યોજી, પોલીસે 10 નબીરાને પકડ્યા
https://allgujaratnews.in/gj/%e0%aa%ad%e0%aa%be%e0%aa%9c%e0%aa%aa%e0%aa%a8%e0%aa%be-%e0%aa%95%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d%e0%aa%af%e0%aa%95%e0%aa%b0%e0%ab%87-%e0%aa%9c%e0%aa%a8%e0%ab%8d%e0%aa%ae%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b5%e0%aa%b8/
ભાજપના નેતાનો પૂત્ર જૂગારનો અડ્ડો ચલાવતો પકડાયો પણ પોલીસ ન પકડી શકી
https://allgujaratnews.in/gj/%e0%aa%ad%e0%aa%be%e0%aa%9c%e0%aa%aa%e0%aa%a8%e0%aa%be-%e0%aa%a8%e0%ab%87%e0%aa%a4%e0%aa%be%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%aa%e0%ab%82%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0-%e0%aa%9c%e0%ab%82%e0%aa%97%e0%aa%be/
ભાજપના નેતાનો બગડેલો પુત્ર દારૂની મહેફિલ માણતા પકડાયો
https://allgujaratnews.in/gj/%e0%aa%ad%e0%aa%be%e0%aa%9c%e0%aa%aa%e0%aa%a8%e0%aa%be-%e0%aa%a8%e0%ab%87%e0%aa%a4%e0%aa%be%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%ac%e0%aa%97%e0%aa%a1%e0%ab%87%e0%aa%b2%e0%ab%8b-%e0%aa%aa%e0%ab%81%e0%aa%a4/
’પાસા’ના કાળા કાયદાને જુલમી કાયદો બનાવતા ભગવા અંગ્રેજો, ગુજરાતની પ્રજા પર અત્યાચાર કરવા નવા સુધારા
https://allgujaratnews.in/gj/pasa-bjp-gujarat-government-gujarati-news/
રાજકોટમાં દારુ પીને બળાત્કાર, 1050 દારુના અડ્ડા બંધ કેમ કરાવાયા ?
https://allgujaratnews.in/gj/%e0%aa%b0%e0%aa%be%e0%aa%9c%e0%aa%95%e0%ab%8b%e0%aa%9f%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%a6%e0%aa%be%e0%aa%b0%e0%ab%81-%e0%aa%aa%e0%ab%80%e0%aa%a8%e0%ab%87-%e0%aa%ac%e0%aa%b3%e0%aa%be%e0%aa%a4/
કોંગ્રેસને ગુંડાઓની પાર્ટી કહેનારા આજપે ઠાંસીઠાંસીને ગુનગારો ભર્યા
https://allgujaratnews.in/gj/%e0%aa%95%e0%ab%8b%e0%aa%82%e0%aa%97%e0%ab%8d%e0%aa%b0%e0%ab%87%e0%aa%b8%e0%aa%a8%e0%ab%87-%e0%aa%97%e0%ab%81%e0%aa%82%e0%aa%a1%e0%aa%be%e0%aa%93%e0%aa%a8%e0%ab%80-%e0%aa%aa%e0%aa%be%e0%aa%b0%e0%ab%8d/
ભાજપના ફેંકાઈ ગયેલા નેતા અલ્પેશ ઠાકોરનું વ્યસનમુકિત મહાકુંભ મહાદંભ?, મહેસાણાના 900 દારુના અડ્ડા હજુ કેમ ચાલુ?
https://allgujaratnews.in/gj/%e0%aa%85%e0%aa%b2%e0%ab%8d%e0%aa%aa%e0%ab%87%e0%aa%b6%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%b5%e0%ab%8d%e0%aa%af%e0%aa%b8%e0%aa%a8%e0%aa%ae%e0%ab%81%e0%aa%95%e0%aa%bf%e0%aa%a4-%e0%aa%ae%e0%aa%b9%e0%aa%be/
દારૂના 900 અડ્ડાની યાદી ક્યાં છે, અલ્પેશ ઠાકોર ? રાધનપુરનો પ્રશ્ન
https://allgujaratnews.in/gj/%e0%aa%a6%e0%aa%be%e0%aa%b0%e0%ab%82%e0%aa%a8%e0%aa%be-900-%e0%aa%85%e0%aa%a1%e0%ab%8d%e0%aa%a1%e0%aa%be%e0%aa%a8%e0%ab%80-%e0%aa%af%e0%aa%be%e0%aa%a6%e0%ab%80-%e0%aa%95%e0%ab%8d%e0%aa%af%e0%aa%be/
જામજોધપુરમાં એક જામ ભાજપ કે નામ
https://allgujaratnews.in/gj/%e0%aa%9c%e0%aa%be%e0%aa%ae%e0%aa%9c%e0%ab%8b%e0%aa%a7%e0%aa%aa%e0%ab%81%e0%aa%b0%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%8f%e0%aa%95-%e0%aa%9c%e0%aa%be%e0%aa%ae-%e0%aa%ad%e0%aa%be%e0%aa%9c%e0%aa%aa/
રૂપાણીના રાજમાં દર ત્રણ વ્યક્તિએ એક દારૂ પીવે છે,
https://allgujaratnews.in/gj/%e0%aa%b0%e0%ab%82%e0%aa%aa%e0%aa%be%e0%aa%a3%e0%ab%80%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b0%e0%aa%be%e0%aa%9c%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%a6%e0%aa%b0-%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0%e0%aa%a3-%e0%aa%b5/
104 કલંકિત નેતાઓ સામે રૂપાણી મૌન
https://allgujaratnews.in/gj/%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4-%e0%aa%ad%e0%aa%be%e0%aa%9c%e0%aa%aa%e0%aa%a8%e0%aa%be-104-%e0%aa%95%e0%aa%b2%e0%aa%82%e0%aa%95%e0%aa%bf%e0%aa%a4-%e0%aa%a8%e0%ab%87%e0%aa%a4/