ગુજરાતમાં શેરડીમાં ઉત્પાદકતા કેમ ઘટી રહી છે ?

ભારતમાં ખાંડ ઉદ્યોગ એ ખેતી ઉપર આધારિત ઉદ્યોગો પૈકી સૌથી મોટો ઉદ્યોગ છે. ખાંડ ઉદ્યોગ ભારતીય અર્થતંત્રમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ભારત ખાંડના ઉત્પાદનમાં વિશ્વમાં બીજા નંબરે છે. ગુજરાતમાં સહકારી ખાંડ મિલો છે. ખેડૂતોના ખેતરમાં ઉત્પાદકતાં ઘટી રહી છે.

ગુજરાત રાજ્યમાં હાલ ૧૫ ખાંડ સહકારી મંડળીઓ ૬૭,૫૦૦ મે.ટન શેરડીની દૈનિક પિલાણ ક્ષમતા સાથે કાર્યરત છે. જ્યારે ૨(બે) ખાનગી ખાંડ મીલો ૧૮૦૦ મે.ટનની દૈનિક પિલાણ ક્ષમતા સાથે કાર્યરત છે.

ગુજરાતમાં ખેતીલાયક ૧ર૫ લાખ હેકટર જમીનમાંથી ૧.૬૧ લાખ હેકટર જેટલી જમીનમાં શેરડીની ખેતી થાય છે.

૪.૫૦ લાખ કરતાં ૫ણ વધારે ખેડૂતોનો સહકારી ખાંડ મંડળીના સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવે છે. ૨૦૧૭-૧૮ ના વર્ષમાં ૯૮.૦૬લાખ મે. ટન શેરડીનું પિલાણ કરી ૧૦.૨૧ લાખ મે. ટન ખાંડનું ઉત્પાદન કરેલ છે અને ૧૦.૪૧ ટકા રીકવરી મેળવેલ છે. આ મંડળીઓનું કુલ ટર્નઓવર રૂા. ર૦૦૦ કરોડ કરતા વધારે છે. શેરડી પિલાણ સિઝન દરમ્યાન આ મંડળીઓ ૫.૫૦ લાખ લોકોને સીધી અથવા તો આડકતરી રીતે રોજગારી પૂરી પાડે છે.

છેલ્લા પાંચ વર્ષમાં શેરડીની હેકટરદીઠ ઉત્પાદકતાની વિગતો નીચે પ્રમાણે છે..
ક્રમ વર્ષ ઉત્પાદન (ટન / હેક્ટર)
૧ ૨૦૧૨-૧૩ – ૭૧.૧૮
૨ ૨૦૧૩-૧૪ – ૬૮.૮૨
૩ ૨૦૧૪-૧૫ – ૭૦.૫૨
૪ ૨૦૧૫-૧૬ – ૭૧.૨૫
૫ ૨૦૧૬-૧૭ – ૬૩.૦૯
૬ ૨૦૧૭-૧૮ – ૬૮.૮૨
૭ ૨૦૧૮-૧૯ – ૭૦.૩૩