પાટણની રાણીની વાવના આધારસ્તંભો સોલંકી વંશની વાસ્તુકળા અને સ્થાપત્યના ચમત્કારના સમયમાં લઈ જાય છે, દિવાલો અને સ્તંભો પર બનેલી મોટાભાગની કોતરણી ભગવાન વિષ્ણુના વિવિધ અવતારો જેવા કે રામ, વામન, મહિષાસુરમર્દિની, કલ્કીને સમર્પિત છે.
રાણીની વાવ સોલંકીવંશના રાજા ભીમદેવ સોલંકીની પ્રથમ પત્ની રાણી ઉદયમતીએ તેના પતિ ભીમદેવ સોલંકી પ્રથમની યાદમાં સન.૧૦૬૩ માં બંધાવી હતી.રાજા ભીમદેવ સોલંકીવંશના સ્થાપક માનવામાં આવે છે.ગુજરાતની પાકૃતિક અને ભુર્ગભીય બદલાવના કારણે આ બહુમુલ્ય ધરોહર લગભગ 700 વર્ષ જેટલી જમીનમાં દબાયેલી હતી. તે કેમ દટાઈ રહી તેનું સચોટ કારણ હજું સુધી કોઈ ઉકેલી શક્યું નથી. માત્ર લુપ્ત સરસ્વતી નદીના પૂરનું કારણ બતાવાય છે.
જેને બાદમાં ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા ખોદવામાં આવી હતી.આ વાવ ગુજરાતના ઐતિહાસિક નગર પાટણમાં હાલ મોજુદ છે.જે લુપ્ત થયેલી સરસ્વતીના નદીના કિનારે આવેલી છે.
આ વાવનુ નિર્માણ મારુ,ગુર્જર જેવા સ્થાપત્ય શૈલીમાં કરવામાં આવ્યુ છે.આ રાણીની વાવમાં એક કુવો આવેલો છે જેનો વ્યાસ 10 મીટર અને પહોળાઇ 30 મીટર જેટલી છે.વાવની લંબાઇ 64 મીટર,પહોળાઇ 20મીટર,અને ઉંડાણ 27 મીટર છે.રાણીની વાવ દેશમાં સૌથી મોટી વાવ છે.જે લગભગ 6 એકર ક્ષેત્રમા ફેલાયેલી છે.રાણીની વાવ મારુ,ગુર્જર વાસ્તુકલાને એક કોમ્પલેક્ષના રુપમાં બનાઇ હતી.વાવમાં 1ગેટ છે.સીડીઓની 7 કતાર છે.700થી વધુ મુર્તિઓનુ પ્રદર્શન કરવામાં આવ્યુ છે.જેમાં 1 નાનો દરવાજો છે એના નીચે 30 કિ.મી.સુરંગ છે.હાલ એ સુરંગને પથ્થર અને માટીથી બંધ કરવામાં આવી છે.આ વાવમાં ભગવાન વિષ્ણુના સંબંધિત ધણી બધી મુર્તિઓ આવેલી છે.રાણીની વાવ વરસાદ અને જલસંગ્રહનો એક મોટામાં મોટો સ્ત્રોત માનવામાં આવે છે.પાટણની રાણીની વાવનો ફોટો સરકાર દ્બારા દેશના ચલણી રૂપિયા 20ની નોટમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યુ છે.
ગુજરાતી
English



