દેશમાં વધતા આર્થિક સંકટ વચ્ચે કેન્દ્ર સરકારને અનેક મોરચા પર લડવું પડી રહ્યું છે. એક બાજુ રાજસ્વની કમાણીના કારણે ખર્ચમાં કાપ મુકવો પડ્યો છે તો બીજી બાજુ હવે સરકારી કર્મચારીઓના પ્રિમેચ્યોર રિટાયરમેન્ટની નીતિ અને આર્થિક સુધારના નિર્ણ્યો વિરૂદ્ઘ મજુર સંગઠન માર્ગ પર ઉતરવાની તૈયારી કરી રહ્યા છે. 30 વર્ષથી વધુ અનુભવ ધરાવતા વરિષ્ઠ સરકારી કર્મચારીઓના પરફોર્મન્સ રીવ્યુ બાદ જનહિતમાં રીટાયર કરવાના સરકારના નિર્ણય વિરુદ્ઘ વિરોધ તેજ થઇ રહ્યો છે. આ મુદ્દા પર દેશના મોટા મજુર સંગઠન એકઠા થયા છે. તેની માંગ છે કે આ નિર્ણ્ય તાતકાલિક ધોરણે પાછા લેવામાં આવે છે.
AITUCના મહાસચિવ અમરજીત કોરે કહ્યું , અમારી માંગ છે કે સરકાર વરિષ્ઠ કર્મચારીઓની પ્રિ-મેચ્યોર રિટાયરમેન્ટ નીતિને તાત્કાલિક પાછા ખેંચે. 23 સપ્ટેમ્બરે અમે સંપૂર્ણં દેશમાં સરકારની મજુર વિરોધી આર્થિક નીતિઓ વિરુદ્ઘ પ્રદર્શન કરશે. તે દિવસે સરકારના આ નિર્ણ્ય વિરુદ્ઘ પણ મજુર સંગઠન સંપૂર્ણ દેશમાં વિરોશ પ્રદર્શન કરશે. દેશના મોટા મજુર સંગઠનોનો આરોપ છે કે સરકાર પ્રિ-મેચ્યોર રિટાયરમેન્ટની નીતિ એવા સમયે લાવી છે. જયારે અર્થવ્યવસ્થા ગંભીર સંકટના સમયમાંથી પસાર કરી રહયા છે. જેને નોકરીમાંથી કાઢી મુકવામાં આવશે તેનું સંકટ વધુ વધશે.