વિશ્વની મહાકાય સેમસંગ કંપની ગુજરાત ન આવી, ઉત્તર પ્રદેશ જતી રહી, રૂપાણી નિષ્ફળ

નવી દિલ્હી, 21 જૂન 2021
સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ ભારતમાં પોતાનો ત્રીજો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ 2015માં ગુજરાતમાં સ્થાપવાનું વિચારતું હતું. ભારતની સૌથી મોટી મલ્ટિનેશનલમાંની કંપની, સ્માર્ટફોન સહિત ઇલેક્ટ્રોનિક સામાન બનાવવા માટેના નવા પ્લાન્ટ માટે ઉત્તર પ્રદેશ, તમિળનાડુ અને ગુજરાતમાં જમીન મેળવવા માટે કામ શરૂં કર્યું હતું. પણ કંપની ગુજરાતમાં ન આવી અને ઉત્તર પ્રદેશના નોઈડામાં પ્લાંટ નાંખવાનું નક્કી કર્યું છે.

ગુજરાતની ભાજપની વિજય રૂપાણીની સરકારની આ મોટી નિષ્ફળતા છે.

કોરિયન મહાકાય કંપનીએ ગુજરાત અને તમિળનાડુનો સંપર્ક પણ કર્યો હતો. કંપનીએ કોરોના પહેલા જાન્યુઆરી 2015માં યુપી સરકાર સાથે નોઇડામાં તેના ઇલેક્ટ્રોનિક્સ અને ફોન બનાવતા પ્લાન્ટને 517 કરોડ રૂપિયાના રોકાણ સાથે વિસ્તૃત કરવા સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યા હતા.

દુનિયાની નામચીન સેમસંગે ભારત પર પસંદ ઉતારી છે. સેમસંગ પોતાની ડિસ્પ્લે ટેક્નોલોજી માટે જાણીતું છે. કંપની વર્ષોથી ચીનમાં પોતાની ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ પ્લાન સંચાલિત કરે છે. જોકે, સેમસંગે હવે પોતાના ડિસ્પ્લે પ્રોડક્શન યુનિટ ભારતમાં લાવી દીધો છે.

ઉત્તર પ્રદેશ સરકારે વિશેષ પ્રોત્સાહનોને મંજૂરી આપી હતી જેના પરિણામે કંપનીએ તેના મોબાઇલ અને આઇટી ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ યુનિટને ચીનથી નોઇડા સ્થાનાંતરિત કરવા માટે રૂ.4825 કરોડના પ્રોજેક્ટમાં રાજ્ય સરકાર રૂ. 250 કરોડની નાણાકીય સહાય કરશે. કેન્દ્ર યોજના હેઠળ 460 કરોડ રૂપિયાની નાણાકીય પ્રોત્સાહન પણ કંપનીને મળશે.

ટીવી, મોબાઈલ ફોન, ટેબ્લેટ્સ અને ઘડિયાળોમાં વિશ્વભરમાં ઉપયોગમાં લેવામાં આવતા કુલ ડિસ્પ્લે ઉત્પાદનોના 70 ટકા કરતા વધુ એકલા સેમસંગ, અન્ય ગેજેટ્સમાં અને તેની ઉત્પાદન સુવિધાઓ દક્ષિણ કોરિયા, વિયેટનામ અને ચીનમાં સ્થિત છે.
કંપની પાસે પહેલાથી જ આ શહેરમાં પોતાના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ છે.
સેમસંગ સાઉથ ઈસ્ટ એશિયાના પ્રેસિડેન્ટ અને સીઈઓ કેન કાંગે રવિવારે ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરનારી ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જેના દ્વારા ખ્યાલ આવ્યો કે દેશમાં રોકાણકારો માટે અનુકૂળ માહોલ હોવાથી કંપનીએ પ્લાન્ટ શિફ્ટ કર્યો છે. નોઈડામાં ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ યુનિટ સંપૂર્ણ રીતે ચીનમાં રહેલા પ્લાન્ટને રિપ્લેસ કરશે.
આપણે વડાપ્રધાન મોદી દ્વારા જાહેર કરાયેલા ‘મેક ઈન ઈન્ડિયા’થી અલગત છીએ, જેમાં ઉત્પાદોની આયાતને ઘટાડવા માટે ઘરેલુ વ્યવસાયો પર કેન્દ્રીત છે. સેમસંગે ભરેલા પગલાથી ફાયદો થશે. પ્રતિનિધિમંડળે એ પણ ખુલાસો કર્યો કે, સેમસંગ ભવિષ્યમાં ઉત્તરપ્રદેશને પોતાના મેન્યુફેક્ચરિંગનો ગઢ બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે.
કંપનીએ આ વર્ષે એપ્રિલમાં ભારતમાં સ્માર્ટફોન ડિસ્પ્લેનું નિર્માણ શરુ કર્યું હતું. જોકે, હવે મોટા પ્રમાણમાં પ્રોડક્શન માટે ફંક્શનલ મેન્યુફેક્ચરિંગ યુનિટ સાથે કરવામાં આવશે.
આ પગલાથી ભારતમાં રોજગારની તકો ઉભી કરવામાં મદદ મળશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એ બાબત પર પણ પ્રકાશ પાડ્યો છે, તેમણે કહ્યું છે કે નવા મેન્યુફેક્ચરિંગ યુનિટ ચાલુ થવાથી રાજ્યના યુવાનોને રોજગારીની તક મળશે. તેમણે આગળ જણાવ્યું કે સેમસંગને ભવિષ્યમાં પણ રાજ્ય સરકારનું સમર્થન મળતું રહેશે.
એ મહત્વનું છે કે સેમસંગ જેવી ટેક દિગ્ગજ ભારતીય બજારમાં મોટા પ્રમાણમાં રોકાણ કર્યું છે. જેનાથી ભારતીય યુવાનોને રોજગારીની તક મળશે, આ સાથે કંપનીની અર્થવ્યવસ્થા માટે તે વરસાદ સાબિત થશે.