…..રમન્તે તત્ર દેવતા:

Chintan Vaishnav । AGN । allgujaratnews.in । Gujarati News ।
Chintan Vaishnav । AGN । allgujaratnews.in । Gujarati News ।

પહેલા વાંચો: યત્ર નાર્યસ્તુ પૂજયન્તે….

નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરોના આંકડાઓ પ્રમાણે ભારતમાં દર 15 મિનિટે એક બળાત્કાર નોંધાય છે. હવે આ તો સરકારી આંકડાઓ છે. વિચારો કે ખરેખર પરિસ્થિતી કેટલી ગંભીર હશે ! દર વર્ષે નોંધાતા બનાવો પૈકી 27.8% કિસ્સાઓમાં 18 વર્ષથી નાની યુવતીઓ ભોગ બનતી હોય છે. આવા અઢળક કિસ્સાઓ તો હજુ નોંધાતા પણ નથી. દુ:ખની વાત તો એ છે કે આવા ગંભીર ગુનાઓમા સજા થવાનો દર ખૂબ જ ઓછો થવા લાગ્યો છે. વર્ષ 1973 માં સજાનો દર 44.3% હતો જ્યારે વર્ષ 2019 માં ઘટીને 23% આસપાસ થયો છે. જેના કારણે ગુનાહિત કૃત્ય કરનારાઓને બળ મળે છે.

હમણાં જ તાજેતરમાં જ ઉત્તરપ્રદેશના હાથરસમાં એક યુવતી સાથે ગેંગરેપ થયો અને તેની નિર્દયતાથી હત્યા કરવામાં આવી. આ ઘટનાના તરત જ બીજા દિવસે ઉત્તરપ્રદેશમાં જ બલરામપુર જીલ્લામાં એક 22 વર્ષીય યુવતી સાથે હેવાનોએ ગેંગરેપ કર્યો અને ખૂબ માર માર્યો જેના કારણે તેનું મૃત્યુ નીપજયું. વર્ષ 2012 ની દિલ્હીની ઘટના ‘નિર્ભયા ગેંગરેપ કેસ’ આજે પણ આપણે ભૂલી શક્યા નથી. 23 વર્ષીય કોલેજીયન યુવતી પર ચાલુ બસે ગેંગરેપ કરવામાં આવ્યો અને આપણે કલ્પના પણ ન કરી શકીએ એવી પીડા નરાધમોએ તેને આપી. આ લેખમાં આગળ ઉપર જણાવ્યા પ્રમાણે દર 15 મિનિટે આવો 1 કિસ્સો બને છે. છ્ત્તા મહિલા સુરક્ષા અને મહિલા સશક્તિકરણની મોટી મોટી ગુલબાંગો ફેંકનાર તંત્ર નીંભર બનીને જોઈ રહ્યું છે.

મને તો એક વાતની એટલી બધી નવાઈ લાગે છે કે, બળાત્કાર કરનાર અને મહિલાને માર મારનાર આ દૃષ્ટોને પોલીસ પકડે છે. એમને જેલમાં સાચવે છે. એમના ઉપર કેસ ચાલે છે. આવા નીચ માણસો માટે પણ કેટલાક વકીલો કેસ લડવા તૈયાર થઈ જાય છે. વર્ષો સુધી દલીલો ચાલે છે. ન પૂછવાના પ્રશ્નો પીડિતાને પૂછીપૂછીને તેના માનસિક તાણમાં વધારો કરવામાં આવે છે. પીડિતાનું અને તેના પરિવારજનોનું જીવન બરબાદ થઈ જાય છે પરંતુ મોટેભાગે કાયદાકીય છ્ટકબારીઑ શોધીને આરોપી નિર્દોષ છૂટી જાય છે અથવા તો ઓછી સજા થાય છે. કેટલાક જૂજ કિસ્સાઓમાં તેને ગંભીર સજા પડે છે પરંતુ તેનો અમલ થાય ત્યાં સુધીમાં બીજા કેટલાય વર્ષો એ કાઢી નાંખે છે.

લેખક દ્વારા: સમરથ કો નહીં દોષ ગુંસાઈ

હવે પછીના મારા શબ્દો ન્યાયતંત્રને નહીં ગમે એટ્લે પહેલેથી જ માફી માંગી લઉં છું. પરંતુ આપણી ન્યાયિક પ્રણાલી એટલી હદે ધીમી થઈ ગઈ છે કે વર્ષોના વર્ષો પછી મળતો ન્યાય પણ ભોગ બનનારને અન્યાય થયો હોય એવું લાગે છે. આવા ગુનાઓ ફરીથી ન બને અને ખરેખર મહિલાઓનું હિત જો તંત્ર માટે અગ્રતા હોય તો પછી આવા કિસ્સાઓમાં તો તાબડતોબ નિર્ણયો થવા જોઈએ અને આરોપીઓને આકરામાં આકરી સજાઓ થવી જોઈએ. પરંતુ આપણા કમનસીબે વર્ષના દેશમાં ઓછું અને વિદેશમાં વધુ ફરવાની પ્રકૃત્તિ ધરાવતા મોટા મોટા નેતાજીઓ ચાઈના, ઈઝરાઇલ અને અમેરિકા પાસેથી કાયદાઓના અમલીકરણ બાબતે કશું શીખ્યા નથી.

અહી આપણે ત્યાં ગુનેગારોને કાયદાઓનો કોઈ ડર જ રહ્યો નથી એવું લાગી રહ્યું છે. ગૂનાખોરીનું પ્રમાણ દિવસેને દિવસે ઘટવાને બદલે વધતું જાય છે. ઘણી વખત કોઈ અધિકારીની નિમણૂંક થાય એટ્લે સાંભળવા મળે છે કે, આ અધિકારી બહુ બાહોશ છે, સિંઘમ છે… પણ ખરેખર સાચો સિંઘમ એ ચ્હે કે જેની નિમણૂંક થતાંવેંત જ ગુંડાઓ અને ગુનો કરવાની માનસિકતા વાળા ઇસમો ગામ છોડીને નાસી જાય. લૂંટ, ચોરી, મહિલા સબંધી ગુનાઓ થતાં જ બંધ થઈ જાય. પરંતુ સલામ ઠોકવા પર મજબૂર થઈ જવાય એવા અધિકારીઓ પેદા કરવા કદાચ હવે આ નપુંસક સિસ્ટમની ત્રેવડ નથી રહી. પોતાના અંગત સ્વાર્થ ખાતર રાજકીય તાકતો સામે ઝુકી જનારા અને પ્રજાહિતમાં નહીં પરંતુ રાજકીય પક્ષના હિતમાં કામ કરનારા અધિકારીઓ જ હાલમાં મોટાભાગે જોવા મળે છે.

લેખક દ્વારા: ટેસ્ટ નેગેટિવ, પણ કદાચ દર્દી પોઝીટિવ !! (ભાગ-1)

જ્યારે જ્યારે આવી ઘટનાઓ ઘટે છે ત્યારે એવું લાગ્યા કરે છે કે આ કાગળ પરની લોકશાહી કરતાં તો રાજાશાહી કે સરમુખત્યારશાહી સારી. રાજાશાહી સમયે કોઈ ગુનો કરે અને તેને રાજાના દરબારમાં સિપાહીઓ પકડીને લાવે ત્યારે તારીખ પે તારીખ ની પધ્ધતિ ન હતી. ત્યારે તો તત્કાલ નિર્ણય થતો અને એ નિર્ણયનો તત્કાલ અમલ પણ થતો. એટ્લે જ એ સમયે ગૂનાખોરીનું પ્રમાણ ખૂબ ઓછું હતું. કાયદા વિરુદ્ધનું કામ કરતાં રીતસર ડર લાગતો હતો.

ચાઇનામા ઓલમ્પિક રમતોત્સવ વખતે આતંકવાદીઓ પકડાયા તો જાહેરમાં એમને ફાંસીએ લટકાવી દીધા. એનાથી ઊલટું આપણે કસાબ જેવાને મહેમાન બનાવીને ચિકન અને બિરયાની ખવડાવ્યા. લોકશાહીની દયા તો ત્યારે આવે છે કે જ્યારે આપણાં દેશમાં ઘૂસીને આપણા લોકોને અંધાધૂંધ ગોળીઓ વરસાવીને અકાળે મૃત્યુ નિપજાવનાર આતંકવાદી પોતાની સજા માફી માટે આપણા જ મહામહીમ રાષ્ટ્રપતિશ્રીને દયાની અરજી કરે ! બળાત્કારીઓ પોતાની સજા હળવી કરાવવા દયાની અરજી કરે ! અને આપણે ત્યાં એ અરજી ઉપર વિચારણા કરવા માટે સમય બગાડવામાં આવે છે. માફ કરશો પણ આ બધુ મને ઘણું વધારે પડતું લાગે છે.

નારીને નારાયણી કહેવામા આવે છે. મતલબ કે  સ્ત્રી એ ઈશ્વરનું સ્વરુપ છે. આપણા પુરાણોમાં પણ એવું કહેવામા આવ્યું છે કે, “જ્યાં નારીનું પૂજન થાય છે, ત્યાં દેવતાઓનો વાસ હોય છે.” ડિસેમ્બર 2019માં હૈદરાબાદમાં 26 વર્ષની મહિલા ડોક્ટર દિશા પર ગેંગરેપ કરનાર અને પછી તેને જીવતી સળગાવી રાખનાર નરાધમોને ગણતરીની કલાકોમાં પકડી પાડીને ઘટનાના સ્થળે જ તેમનું એન્કાઊંટર કરનારા પોલીસ અધિકારીઓને અને તેમને બેક સપોર્ટ  કરનારા રાજકીય આગેવાનોને હું સેલ્યુટ કરું છું. ગુજરાતમાં પણ ભૂતકાળમાં અંગત હિતો સબબ કેટલાક ફેંક એન્કાઊંટરો થયેલા છે. ત્યારે ગુજરાત સહિત દરેક રાજ્યે ગેંગરેપના આરોપીઓના એન્કાઊંટર બાબતે હૈદરાબાદ મોડેલ અપનાવવા જેવુ ખરું.

લેખક દ્વારા: ટેસ્ટ નેગેટિવ, પણ કદાચ દર્દી પોઝીટિવ !! (ભાગ-2)

સર્જીકલ સ્ટ્રાઈક ઉપર કામચલાઉ મતબેંક ઊભી કરવાને બદલે નિર્ભયાકાંડ અને હાથરસકાંડના આરોપીઓને સરાજાહેર અને પીડાદાયક મૃત્યુદંડ આપીને પ્રજાનો વિશ્વાસ જીતો મારા સાહેબ તો પક્ષની જાહેરાત કરવા ગામેગામ ફોટાવાળા બોર્ડ નહીં મારવા પડે કે મત માંગવા ઘરેઘરે ભટકવું નહીં પડે. 19 મી સદીમાં મહિલાઓના ઉત્કર્ષ માટે ઈશ્વરે રાજા રામમોહનરાય સ્વરૂપે જન્મ લીધો હતો. કોણ જાણે હવે 21 મી સદીમાં ઈશ્વર ક્યાં સ્વરૂપે અવતરશે ?

– ડો.ચિંતન વૈષ્ણવ