દેવાદાર અનિલ અંબાણીની મુશ્કેલીમાં હજી વધારો થયો છે. અનિલ ધીરૂભાઇ અંબાણી ગ્રુપ (ADAG) રૂ. 2,892 કરોડનું ચુકવણુ નહિ કરી શકતા યસ બેંકે મુંબઇ ખાતેના રિલાયન્સ સેન્ટર કે જે આ ગ્રુપનું હેડકવાર્ટર છે તે પોતાના કબ્જામાં લઇ લીધું છે. યસ બેંક આ ગ્રુપ પાસે રૂ. 12,000 કરોડ માંગે છે. યસ બેંકે શાંતાક્રુઝમાં એડીએજીના 21,000 ચો.ફુટના બિલ્ડીંગ ઉપર તથા સાઉથ મુંબઇના નગીન મહેલના બે ફલોર પોતાના કબ્જામાં લઇ લીધા છે. યસ બેંકે 22 જુલાઇના રોજ સીકયુરીટી એકટ હેઠળ આ મિલ્કતો ઉપર પોતાનો કબ્જો લીધો હતો.
વધુ વાંચો: આત્મારામ પરમારને ગઢડાથી હરાવવા જાહેરમાં નિર્ણય, ભાજપના બાવળિયા પણ બાવળના કાંટાની જેમ ખૂંચે છે
વધુ વાંચો: અમિત શાહ અને મોદીના સંબંધોમાં ગુજરાતની તિરાડ
વધુ વાંચો: VIDEO કૌભાંડી શંકર ચૌધરીને ભાજપના પ્રમુખ બનવું હતું, અમૂલનું બટર કામ ન આવ્યું, પક્ષે પાંચમી થપાટ મારી
એડીએજી ગ્રુપ બેંકનું રૂ. 2892 કરોડનું લેણુ નહિ ચુકવી શકતા બેંકે આ મિલ્કત કબ્જે લીધી હતી. માર્ચ મહિનામાં ઇડીએ અનિલ અંબાણીની આ મામલે પૂછપરછ કરી હતી. અનિલ અંબાણીએ એ વખતે કહ્યું હતું કે, હું મિલ્કતો વેંચી દેવું ભરપાઇ કરી આપીશ. અનિલ અંબાણીના હેડ કવાર્ટરને બેંકના કબ્જામાં જવું એ તેમના માટે મોટી બાબત છે. 2008માં વિશ્વના તેઓ છઠ્ઠા શ્રીમંત વ્યકિત હતા. ટેલીકોમ, પાવર, ઇન્ફ્રા.માં ખોટ જતાં તેઓ દેવામાં ફસાતા ગયા અને આટલું બધું માથે થયી ગયું છે.