ગુજરાત સરકારે કોરોના સામે રોગપ્રતિકાર શક્તિ વધારવા માટે કેટલીક નવી પદ્ધતિ બનાવીને લોકોને તેમ કરવા માટે કહેવામાં આવ્યું છે.
1 દિવસભર ગરમ પાણી પીવું.
2 આયુષ મંત્રાલયે સૂચવેલ યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનનો દૈનિક અભ્યાસ (ઓછામાં ઓછા 30 મિનિટ માટે) (#YOGAatHome #StayHome #StaySafe)
3 હળદર,જીરું, ધાણા અને લસણનો રસોઈમાં ઉપયોગ કરવો
રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેના આયુર્વેદિક પગલાં
સવારે એક ચમચી ( ૧૦ ગ્રામ) ચ્યવનપ્રાશ, (ડાયાબિટીઝના દર્દીઓએ free sugar ચ્યાવનપ્રાશ લેવો જોઈએ)
હર્બલ ટી, ઉકાળો -તુલસી-તજ-કાળા મરી- સૂંઠ અને કાળીદ્રાક્ષમાંથી બનાવેલ હર્બલ ચા , ઉકાળો પીવો
– દિવસમાં એક કે બે વાર, ગોળ અને અથવા તાજા લીંબુનો રસ- જરૂર હોય તો ઉમેરી શકાય
ગોલ્ડન મિલ્ક- અડધી ચમચી હળદર ૧૫૦ મિલી ગરમ દૂધમાં -દિવસમાં એક કે બે વાર.
સરળ આયુર્વેદિક ચિકિત્સા પધ્ધતિ
Nasya – બંને નસકોરામાં તલનું તેલ કે નારિયેલનું તેલ અથવા ઘી લગાવો – સવાર અને સાંજ
કોગળા કરવા- 1 ચમચી તલ અથવા નારિયેલનું તેલ મોંઢામાં લઈ 2 થી 3 મિનિટ રાખવું અને પછી કાઢી નાંખી (પીવુ નહીં) પછી ત્યારબાદ ગરમપાણીના કોગળા કરવા. દિવસમાં એક કે બે વાર કરી શકાય.
સુકી ઉધરસ કે ગળામાં બળતરા માટે
તાજા ફુદીના પાંદડા અથવા અજમાના ગરમ પાણીની વરાળનો નાસ લેવો
લવિંગ પાવડર સાકર અથવા મધ સાથે મિક્ષ કરી લઇ શકાય છે, ઉધરસ અથવા ગળામાં બળતરાના કિસ્સામાં દિવસમાં એક વખત.
આ પગલાં સામાન્ય રીતે સામાન્ય સુકી ઉધરસ અને ગળાની બળતરાની સારવારમાં કરી શકાય પરંતુ આ લક્ષણો ચાલુ રહે તો ડોકટરોની સલાહ લેવી શ્રેષ્ઠ છે.
ઉપરના પગલાં વ્યક્તિ પોતાની સુવિધા અનુસાર અનુસરી શકે છે.
નોંધઃ- ઉપરોક્ત પગલા (માર્ગદર્શિકા) કોરાના (COVID 19)ની સારવાર હોવાનો દાવો કરતું નથી