સોશિયલ મીડિયામાં વધુ ઉપયોગ ભારતભરના મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી રહ્યો. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સૌથી વધુ સોશિયલ મીડિયામાં ફેન ફોલોઅર્સ ધરાવે છે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આ યાદીમાં છઠ્ઠાક્રમે આવે છે.
- દેશના સૌથી મોટા રાજ્યના મુખ્યમંત્રીઓના આવા જ ફોલોઅર્સના આંકડાઓ જોઈએ તો તેમાં ટ્વીટરમાં 1.16 કરોડ અને ફેસબૂકમાં 64 લાખ ફોલોઅર્સ સાથે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સૌથી મોખરે છે.
- જ્યારે 68 લાખ ટ્વીટર અને 46 લાખ ફોલોઅર્સ સાથે મધ્યપ્રદેશના શિવરાજસિંહ ચૌહાણ બીજા ક્રમે છે.
- બિહારના નીતિશકુમાર આ યાદીમાં ત્રીજું સ્થાન ધરાવે છે અને તેમના ટ્વીટર ફોલોઅર્સ 60 લાખ છે. જ્યારે ફેસબૂક ફોલોઅર્સ 16 લાખ છે.
- પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ટ્વીટરમાં 48 લાખ અને ફેસબૂકમાં 34 લાખ સાથે ચોથું સ્થાન મેળવે છે.
- પાંચમા નંબરે નવીન પટનાયક છે જે ઓડિસાના મુખ્યમંત્રી છે. તેમના ટ્વીટર ફોલોઅર્સ 29 લાખ છે અને 15 લાખ ફેસબૂક ફોલોઅર્સ છે.
- ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી27 લાખ ટ્વીટર ફોલોઅર્સ અને 20 લાખ ફેસબૂક ફોલોઅર્સ સાથે છઠ્ઠું સ્થાન ધરાવે છે.
- રાજસ્થાનના અશોક ગેહલોતના ફોલોઅર્સ પણ 20 લાખથી વધુ છે.
- આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. જગનમોહન રેડ્ડીના 18 લાખ ટ્વીટર ફોલોઅર્સ છે.
- તમિલનાડુના ઈ.કે. પલાનીસ્વામીના 10 લાખ
- કર્ણાટકના બીએસ યેદિયુરપ્પાના 7.81 લાખ
- કેરળના મુખ્યમંત્રી ચિનરાઈ વિજયનના ફોલોઅર્સ માત્ર 6 લાખ છે.