[:gj]ગિરનાર રોપ-વે ટિકિટના ભાવમાં ચાર જ દિવસમાં ઘટાડો, જાણો હવે કેટલા ચૂકવવા પડશે[:]

[:gj]વિકાસના નામે હૃદયમાં ઝાટકો લાગી જાય તેવા ગિરનાર રોપ-વેના ઉંચા ભાડાને લઇને પ્રચંડ લોકજુવાળ તેમજ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના પણ ખચકાટને જોતા ઉષા બ્રેકોએ થોડું ભાડુ ઘટાડ્યુ છે. પરંતુ આ ભાડા ઘટાડો તદન મામૂલી હોવાનું લોકો કહી રહ્યા છે. હવે ભાડા ઘટાડો કંઇ રીતે કરાયો છે તે સમજીએ.

હાલમાં 14 તારીખ સુધી ડિસ્કાઉન્ટ રેટમાં ગિરનાર રોપવેનું ભાડું 600 પ્લસ 18 ટકા GST છે. એટલે કે હાલમાં પ્રવાસીઓ 708 રૂપિયા ચૂકવી રહ્યા છે. 14 તારીખ પછી રોપવેનું ભાડું 700 પ્લસ 126 થવાના હતા. એટલે કે 826 થવાના હતા. પરંતુ હવે 14 તારીખ પછી 700 રૂપિયામાં GST ઇનક્લૂડ કરી દેવાયો છે. એટલે કે GSTના 126 રૂપિયા 700 રૂપિયાની ટિકિટમાં સમાવી લેવાયા છે. એટલે કે કુલ 126 રૂપિયાનો ઘટાડો કરાયો છે.

બાળકોની વાત કરીએ તો

હાલમાં 14 તારીખ સુધી કન્સેશન ટિકિટ હોવાથી 300 પ્લસ 18 ટકા GST લેખે 354 રૂપિયા વસૂલાય રહ્યા છે. જે 14 તારીખ પછી 350 પ્લસ 18 ટકા GST લેખે 413 રૂપિયા વસૂલવાના હતા. જે હવે 14 તારીખ પછી 350 લેખે જ વસૂલાશે. આમ બાળકોની ટિકિટમાં 63 રૂપિયાનો મામૂલી ઘટાડો કરાયો છે. જોકે આ ભાડા ઘટાડાને પ્રવાસીઓએ ચણા મમરા જેવો ભાવ ઘટાડો ગણાવ્યો છે.

અહીં મહત્વનું છે કે, પાવાગઢ કરતા ગિરનાર રોપવેની લંબાઇ 3 ગણી વધુ છે. જ્યારે ભાડુ પાંચ ગણુ વધારે છે. ત્યારે પાવાગઢના ભાડા મુજબ જો ગણીએ તો 447 ભાડુ હોવું જોઇએ. પણ હાલમાં ભાડુ 700 અને બાળકો માટે 350 જ રખાયુ છે. જે ચોક્કસપણે વધારે હોવાનો લોકમત છે.[:]