[:gj]ભાજપને મદદ કરનારા કાંધલ જાડેજાને ખૂન કેસમાં નિર્દોષ ઠેરવતી ગુજરાત વડી અદાલત[:]

[:gj]

  • બે ટર્મથી કુતિયાણાના ધારાસભ્ય બનતા NCPના કાંધલ જાડેજાને BJP કાઉન્સિલર કેશુ નેભા ઓડેદરા હત્યા કેસમાં હાઈકોર્ટે નીચલી અદાલતનો હુકમ માન્ય રાખ્યો છે.
  • ગુજરાત સરકારે કાંધલ જાડેજા સામે કરેલી અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી છે.
  • નીચલી અદાલતે કાંધલ જાડેજાને નિર્દોષ ઠેરવ્યા હતા. NCPના બેનર પર સતત બે ટર્મથી પોરબંદરની રાણાવાવ-કુતિયાણા બેઠક પર ગોડમધર સંતોકબહેન જાડેજાના પુત્ર કાંધલ વિજેતા બને છે.
  • કાંધલ જાડેજા છેલ્લી બે રાજ્યસભા બેઠકોની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને જીતાડવામાં મદદ કરી ચૂક્યાં છે. અહેમદ પટેલને હરાવવા માટે અમિત શાહને મદદ કરી હતી.
  • લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જીતાડવા અને કોંગ્રેસના લડાયક નેતા અર્જુન મોઢવાડિયાને રાજકીય રીતે પરાસ્ત કરવામાં મદદ કરી હતી.

કેશુ નેભા મર્ડર કેસ

1 માર્ચ 2005ના રોજ ભાજપના કાઉન્સિલર કેશુ નેભા ઓડેદરાની ધોળે દહાડે ગોળીઓ મારી હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં સંતોકબહેન અને પુત્રો સહિત 9 સામે ફરિયાદ થઈ હતી. પોરબંદર ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં 10 વર્ષ અગાઉ કેસ ચાલી જતાં સંતોકબહેન અને તેમના ત્રણ પુત્રો સહિત 8નો નિર્દોષ છુટકારો થયો હતો. આ કેસમાં કાંધલ જાડેજા સામે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં અપીલ કરી હતી.

કાંધલ સામે 15 કેસ છે

ગોડમધર તરીકે કુખ્યાત સંતોકબહેન જાડેજાના ચાર પુત્રો પૈકી સૌથી મોટા પુત્ર 48 વર્ષીય કાંધલ જાડેજા સામે 15 કેસ નોંધાયેલા છે. કાંધલ સામે સૌ પ્રથમ વર્ષ 1994માં કેસ નોંધાયો હતો. જેમાં કાંધલ પાસેથી પિસ્તોલ, બે રિવોલ્વર, રાયફલ અને કારતૂસ મળી આવ્યા હતા. જેમાં ખંડણી, હુમલો, છેતરપિંડી, આર્મ્સ એક્ટ સહિતના ગંભીર આરોપ લાગેલા છે. 15 કેસો પૈકી 10 કેસ પોરબંદર જિલ્લામાં, 3 કેસ રાજકોટ અને 2 કેસ અમદાવાદ શહેર પોલીસના ચોપડે નોંધાયેલા છે.

બે ટર્મથી જીતે છે કાંધલ

પોરબંદર જિલ્લાની રાણાવાવ-કુતિયાણા વિધાનસભા બેઠક પરથી વર્ષ 2012 અને 2017માં એમ બે વખત કાંધલ જાડેજા નેશનલ કોંગ્રેસ પાર્ટી – National Congress Partyના ઉમેદવાર તરીકે જીતી ચૂક્યાં છે. કાંધલ જાડેજા વર્ષ 2017માં યોજાયેલા રાજ્યસભાના ઈલેકશનમાં ભાજપના ઉમેદવાર અમિત શાહ અને સ્મૃતિ ઈરાની તેમજ ઓગસ્ટ-2020માં અભય ભારદ્ધાજ , રમીલાબહેન બારા અને નરહરિ અમીનની તરફેણમાં વોટિંગ કરી ચૂક્યાં છે.[:]